SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ કલશામૃત ભાગ-૪ કેવળજ્ઞાનને બોલાવે છે. આવ ભાઈ આવ...! તેને અલ્પકાળમાં કેવળ હાલ્યું આવે છે. ત્યાં ધવલમાં એવો પાઠ છે કે- અવયવ અવયવીને બોલાવે છે. હે...અવયવી!હે પૂર્ણ કેવળજ્ઞાન! મારે વર્તમાન પરોક્ષ જ્ઞાન છે તેથી હું તને બોલાવું છું. આવ... આવ..હવે ઝટ! આ અપૂર્ણતા છોડી દે! જુઓ આ છમસ્થ સંતોની વાણીના જોર જુઓ જોર!! જેને સાંભળીને (વીરોના) અંદરથી પાવર ફાટી જાય. કાયરના કાળજા કંપે અને વીરોના વીર્ય ફાટે એવી વાતું છે. અહીં ચોત્રીસમું વર્ષ બેઠુંને !! સુપ્રભાતમાં આપણે કળશટીકામાં (૧૪૧ શ્લોકમાં) (છાછા:) આવ્યુંને ! તેની સાથે આ શ્લોકનો મેળ ખાઈ ગયો. (ગચ્છાચ્છા:) નિર્મળથી પણ નિર્મળ ધારા ઊછળી. ભગવાન આત્મા ચૈતન્ય પ્રકાશનો પુંજ પ્રભુ ...ચૈતન્ય જ્યોતિ ઝળહળ પ્રકાશે છે. તેનું જ્યાં ભાન થયું ત્યાં પર્યાયમાં પ્રકાશ થયો. (કચ્છચ્છા:) નિર્મળ, નિર્મળ, નિર્મળની ધારા વહે છે. નિર્જરા અધિકાર છે- તેથી નિર્મળથી નિર્મળ વધે છે. તે નિર્જરા છે. શુધ્ધ...શુધ્ધ...શુધ્ધ. તેને નિરંતર શુધ્ધિની વૃધ્ધિ ચાલુ છે. આહાહા! દિગમ્બર સંતોની શરતો અને તેની ગાથાનું શું કહીએ ! જેણે ભગવાનના વિરહ ભૂલાવ્યા છે. કેવળજ્ઞાનના વિરહ જેણે ભૂલાવ્યા છે એવી સંતોની વાણી છે. સમજાણું કાંઈ? ભાવાર્થ આમ છે કે - કોઈ એમ માનશે કે જેટલા જ્ઞાનના પર્યાય છે તે સમસ્ત અશુદ્ધરૂપ છે. પરંતુ એમ તો નથી, કારણકે જેમ જ્ઞાન શુધ્ધ છે તેમ જ્ઞાનના પર્યાય વસ્તુનું સ્વરૂપ છે તેથી શુધ્ધ સ્વરૂપ છે.” ત્રિકાળી જ્ઞાન સ્વભાવ જેમ શુધ્ધ છે એમ જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિ જે પ્રગટયા છે તેના નામ ભલે ન હો ! પણ તેની જે પર્યાય પ્રગટી તે શુધ્ધ સ્વરૂપ ભગવાન આત્માની વર્તમાન દશામાં જે જ્ઞાનની, શાંતિની, આનંદની એમ અનંતગુણની જે પર્યાય પ્રગટી છે તે શુધ્ધ છે. તે પર્યાય છે, ભેદ છે માટે અશુદ્ધ છે – એમ નથી. એ પર્યાય શુધ્ધ છે પરંતુ ફક્ત કેટલો ફેર છે તે વાત હવે કહે છે. “પરંતુ એક વિશેષ - પર્યાયમાત્રને અવધારતાં વિકલ્પ ઊપજે છે, અનુભવ નિર્વિકલ્પ છે.” આટલી વાત બાકી છે. પર્યાયો છે તો શુધ્ધ, પરંતુ પર્યાયમાત્ર તરફ લક્ષ જતાં તેને રાગની ઉત્પત્તિ થાય છે. આહાહા! શુધ્ધ પર્યાયના ભેદ ઉપર લક્ષ જતાં પણ રાગ થાય છે – એમ કહે છે. આમાં પક્ષ કયાં છે? આમાં વાડો કયાં છે? આ તો સ્વરૂપ જ એવું છે. પછી તે હરિજન હોય કે ભંગીયો હોય કે કોળી હોય ! આત્મા કયાં અંદર ભંગિયો છે, એ આત્મા તો અંદર ભગવાન સ્વરૂપે બિરાજે છે. દિગમ્બર કહે – આ તમારો મત છે, શ્વેતામ્બર કહે – અમારો આ મત છે. બાપુ! રહેવા દે ભાઈ ! આ તો સ્વભાવનું જેવું સ્વરૂપ છે તેવો મત છે. દૃષ્ટિમાં આ ચીજ આવે તે અલોકિક છે બાપુ! આહાહા!તેના દ્રવ્યને, ગુણને, પર્યાયને અને પર્યાયમાં પડતાં અનંતાનંત અવિભાગ પ્રતિચ્છેદ....એવડી તાકાતને કબુલવાની છે. (પક્ષપાતી) કાં તો એકલા દ્રવ્ય, ગુણને કબૂલે
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy