SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ કલશ-૧૪૬ થયું છે તે હવે પાછું પડવાનું નથી. અમે હવે આ જ દૃષ્ટિએ કેવળજ્ઞાન લેવાના છીએ. આ વાત સમયસારની ૩૮ ગાથામાં છે અને પ્રવચનસારની ૯૨ ગાથામાં છે. પંચમઆરાના સંતો! અંતરની વાતું કરે છે તે વાતું ક્યાંય નથી. એ તો જે ભાગ્યશાળી હોય તેને તો કાને પડે તેવી વાતો છે. સંતો એમ કહે છે કે–અમને જે આત્મજ્ઞાન થયું તે હવે પાછું નહીં ફરે. આગમ કુશળતા અને સ્વભાવનો આશ્રય લઈને જે આત્મદર્શન, જ્ઞાન થયું તે પડે તેવું નથી. પ્રભુ આપ તો પંચમઆરાના સંત અને છદ્મસ્થ છો ને !? તારે જે માનવું હોય તે માન!? અમે તો પોકાર કરીએ છીએ કે – અમને જે સમ્યક્ પ્રાપ્ત થયું છે તે હવે પડવાનું નથી. એ સમ્યગ્દર્શન ભલે ક્ષયોપશમ હો ! પણ હવે ક્ષાયિક લઈને કેવળ થવાનું. એ અમારી ચીજ છે. ગજબ શૈલી છે. અમારો આત્મા જો પડે તો મારું દર્શન પડે ! આત્માનો જો અભાવ થાય તો દર્શનનો અભાવ થાય ! “એ સમ્યગ્દષ્ટિ જીવને ભેદબુદ્ધિ છે” ઉ૫૨ તો મુનિની વાત કરી પણ નીચે ચોથેથી આ વાત છે. જે પ્રભુમાંથી કેવળજ્ઞાન પ્રગટ થાય અને પછી અનંતકાળ સુધી કેવળજ્ઞાન થયા જ કરે...... સાદિ અનંત, છતાં દ્રવ્ય તો જેવું છે તેવું ને તેવું રહે છે. કેવળજ્ઞાન થયા કરે માટે ચૈતન્ય દ્રવ્યમાં ઓછપ આવી એવું વધ ઘટ થવું વસ્તુમાં નથી – એવી એ ચીજ છે. અરેરે ! તેણે સાંભળ્યું છે ક્યાં ? એ ક્યાંય ને ક્યાંય સલવાયને બિચારા પડયા છે. અહીંયા તો કહે છે– રાગથી ભિન્ન પડીને જ્યાં સમ્યગ્દર્શનમાં ચૈતન્યના સ્વાદ આવ્યા તે ભેદબુદ્ધિ છે તેથી તેને પદ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી. તે ચક્રવર્તીના રાજને પણ પોતાનું માનતો નથી. તેને એકત્વ છૂટી ગયું છે. તેને આસક્તિની મમતા ભલે હો ! પણ તેનાથી એકત્વ છૂટી ગયું છે. બહુ અલૌકિક વાતું છે. પ્રભુ ! આ તો અંતરની વાતું છે. “૫૨દ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી આવો અર્થ અહીંથી શરૂ કરીને કહેવામાં આવશે.” (સ્વાગતા ) पूर्वबद्धनिजकर्मविपाकात् ज्ञानिनो यदि भवत्युपभोगः । तद्भवत्वथ च रागवियोगात् નૂનમેતિ ન પરિપ્રશ્નમાવત્ ।।૪-૪૬।। ખંડાન્વય સહિત અર્થ:- “યવિ જ્ઞાનિન: સપભોગ: ભવતિ તત્ ભવતુ” (વિ) જો કદાચિત્ ( જ્ઞાનિન: ) સમ્યગ્દષ્ટિ જીવને ( ૩૫મોન:) શ૨ી૨ આદિ સંપૂર્ણ ભોગસામગ્રી (મતિ) હોય છે, સમ્યગ્દષ્ટિ જીવ ભોગવે છે, (તંત્) તો (ભવન્તુ) સામગ્રી હો,
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy