________________
કલશ-૧૩૩
૨૩૫ રાખવાના નથી, ખુલ્લામાં ઊભા રહો અને જવાબ આપો. મારી જુબાની ત્રણ કલાક લીધી. અમે જુબાની આપી બહાર નીકળ્યા ત્યારે મારા નાના ભાઈ હતા તેણે પૂછયું- “કાનજી શું થયું?” મેં કહ્યું- શું થાય ! અમે તો જે સત્ય હતું તે કહ્યું, અમને કોઈ ડર નથી. પણ ન્યાયાધીશ અને કારકુન બન્ને એવાં. હોં! અમને જોઈને કહે- આ લોકોને પિંજરાની બહાર ઉભા રાખો. આ વેપારી માણસ લાગે છે. આ લોકોના મોં ઉપર એવું દેખાતું નથી કે તે અફિણની ચોરી કરે! આ ખોટો કેસ ઊભો કર્યો છે. છેવટે કેસ ઉપર રદ મારી દીધી.
એમ અહીંયા કહે છે કે સંવર પોતાની ડયુટી પર ઊભો રહીને પોતાની પદવીને જાળવી રાખે છે. [ નિષધુર ] શબ્દ છે ને ! “કેવો છે સંવર? IIઘાસ્ત્રવરોધતા: નિનધુરાં વૃત્વ મા IITન સમસ્તસ્ વ »ર્મ ભરત: નૂર નિરુન્યન” રાગાદિ આસવભાવોના નિરોધથી પોતાના એક સંવરરૂપ પક્ષને ધરતો થકો” પુણ્ય-પાપના ભાવ રાગાદિ તે આસ્રવનો નિરોધ અર્થાત્ તેને અટકાવવું. પુણ્ય-પાપના ભાવ જે રોકાય ગયા છે અને જેને સંવર પ્રગટયો છે. તે તો શુદ્ધ ચૈતન્યમૂર્તિની પડખે ચડી ગયો છે. તેથી શાંતિ પ્રગટી છે. સમ્યક પ્રગટયું છે. અને સાથે રાગાદિ આસ્રવ ભાવોનો નિરોધ એટલે અટકી જવું- રોકાઈ જવું થયું છે.
(નિધુરાં) પોતાના એક સંવરરૂપ પક્ષને ધરતો થકો” તેનો અર્થ કે- પોતાની સંવરરૂપ પદવીને ધરતો થયો. સંવરે પોતાની ડયુટી જાળવી છે. એને જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામ પ્રગટ થયા છે તે સંવર છે. સંવરે પોતાની પદવી જાળવી રાખી છે તેથી હવે આસ્રવ આવે નહીં. આવી વાતો છે!
ચોથે ગુણસ્થાને સમકિતી-જ્ઞાનીને ત્રણ કષાયનો આસ્રવ આવતો, પાંચમે ગુણસ્થાને બે કષાયનો આસવ આવતો અને છઠે એક કષાય સંજજ્વલનનો આવતો. અહીંયા તો મુનિની પ્રધાનતાથી વિશેષ વાત છે. જેને સમ્યગ્દર્શન ઉપરાંત અંદર ચારિત્રની રમણતા વધી છે, આત્માનું સ્વ-સંવેદન (એટલે) પ્રત્યક્ષ આનંદનું વદન ઉગ્ર વધી ગયું છે એને સંવર છે.
(નિધુરાં) સંવરે પોતાની પદવીને બરોબર જાળવી રાખી છે- ડયુટી જાળવી રાખી છે. સંવર પોતાની ડયુટીમાં ઊભો છે. જેટલા પ્રમાણમાં શુદ્ધતા પ્રગટ કરી તેટલા પ્રમાણમાં આસ્રવ રોકાય ગયો છે. હવે તે પ્રકારનો આસ્રવ આવતો નથી. સમજાણું કાંઈ?
આ તો અધ્યાત્મની વાતું બાપુ! આ કોઈ કથા-વાર્તા નથી. ત્રણલોકના નાથ ભગવાન સ્વરૂપની આ વાતો છે. ભગવાને કહી છે, સંતોએ બતાવી છે અને સંતોએ પોતાના ભગવત્ સ્વરૂપને પ્રગટ કર્યું છે. અહીં તો ચારિત્ર સહિતની વાત છે ને!
ચારિત્ર એટલે? સ્વરૂપની દૃષ્ટિ અને અનુભવ થયો છે, એ ઉપરાંત સ્વરૂપમાં રમવુંચરવું. જમવું એટલે અંદરમાં જામી ગયો તે સ્થિરતા. એને અહીંયા સંવર કહે છે. એ સંવરે પોતાની પદવીને પોતાના પક્ષને પોતાની સ્થિતિને જાળવી રાખી છે. નવાં આવરણ ન