SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ કલશ-૧૨૩ ૧૧૭ ચૈતન્યબિંબ પ્રભુ છે. ભગવાન તેં તો કદી (તને) જોયો નથી. તે નજરું કરી નથી. “જ્ઞાનધનીયમ” જ્ઞાન, ઘન, ઓઘ તેમ ત્રણ શબ્દ છે. જ્ઞાન ચેતનાનો, ઘન નામ ગુણનો, ઓઘ નામ પુંજ. આ ખેડૂત લોકો ખેતરમાં મોટા ઓઘા નથી બનાવતા ! પાંચસો, હજાર મણ (બાજરી) ના ઓળા બનાવે છે. એમ આત્મા જ્ઞાનના ઘનનો મોટો ઓઘો છે. આત્મા આવડો મોટો તે તો અરૂપી છે કે પ્રભુ! અરૂપીને ક્ષેત્રની મોટપની જરૂર નથી. ભગવાન તો સ્વભાવની મોટપથી ભરેલો છે. કેવો છે? (જ્ઞાનઘનૌઘમ્)” જ્ઞાન અર્થાત્ ચૈતન્ય.. ચૈતન્ય... ચૈતન્ય. ચૈતન્ય... ચૈતન્ય સ્વભાવનો ઘનપિંડ છે. ઘન નામ પિંડ – સમૂઠ – પુંજ છે. અરેરે..! તેણે આત્મા સાંભળ્યો નથી. ધૂળ – પૈસા પાંચ – પચાસ કરોડ ભેગા થાય છે તો જાણે કે – અમે સુખી છીએ! મૂઢ છો ! પૈસામાં સુખ છે! સ્ત્રીના શરીરમાં હાડકાં – માંસ અને ચામડાના વિષયમાં રમતા મને મજા આવે છે. પણ એ માટી – ધૂળ છે, એ ધૂળને (આત્મા) ભોગવતો નથી. પરંતુ તેના તરફ જ્યારે લક્ષ જાય છે તો પોતાના આનંદને છોડીને, (પર વસ્તુ ) ઠીક છે એવા રાગનો અનુભવ કરે છે. અજ્ઞાની શરીરનો નહીં, આનંદનો નહીં પરંતુ રાગનો અનુભવ કરે છે. અહીંયા કહે છે – એકવાર સાંભળ તો ખરો પ્રભુ! તારી રિદ્ધિ – સિદ્ધિ અંદર કેટલી પડી છે. શ્રી બનારસીદાસ નાટક સમયસારમાં કહે છે કે सिद्धि रिद्धि वृद्धि घटमैं प्रगट सदा अंतरकी लच्छिसौं अजाची लच्छपती है। दास भगवन्तके उदास रहैं जगतसौं सुखिया सदैव ऐसे जीव समकिती है।। રિદ્ધિ સિદ્ધિ અંદરમાં છે પ્રભુ! તું વસ્તુ છે કે નહીં? અતિ છે કે નહીં? તત્ત્વ છે કે નહીં? અનાદિ અનંત છે કે નહીં? અનાદિ અનંત છે તો કોઈ કાયમ સ્વભાવ અનાદિ અનંત છે કે નહીં? આહાહા! “જ્ઞાનધનૌ' પ્રભુ! તમે તો ચેતનાગુણના પુંજ છો ને! દયા-દાન - વ્રત - ભક્તિના વિકલ્પ એ પ્રભુ તારી ચીજમાં છે જ નહીં. એનાથી ધર્મ માને... (છે), તેનાથી ધર્મ થશે? ધૂળેય ધર્મ નહીં થાય. સાંભળને ! એ ક્રિયા કરીને મરી જા.. પણ એ બધો કાયકલેશ છે. આકરી વાત છે. સંપ્રદાયમાં ચાલતી વાતથી જુદી વાત છે આ. “વળી કેવું છે? (અ) સમસ્ત વિકલ્પથી રહિત નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે.” કોઈપણ પ્રકારના રાગની વૃત્તિ ઊઠે તે બધાથી ચીજ રહિત છે. (વસ્તુ તો ) નિર્વિકલ્પ અભેદ ચિદાનંદ આનંદકંદ છે. ( મ) ની વ્યાખ્યા કરી. એક સ્વરૂપે છે. જેમાં શક્તિ અને શક્તિવાનના ભેદ પણ નથી. એ તો શક્તિવંત આખો પરમાત્મા છે. પરમ આત્મા એટલે પરમ સ્વરૂપ. અનાદિ અનંત પરમ સ્વરૂ૫. શાંત... આનંદ સ્વરૂપે તેવી એકરૂપ ચીજ અંદર છે. અરે ! આવા (આત્માના) ગાણા કદી સાંભળ્યાય નહીં હોય. એ ચીજ કેવી છે? તેમાં શું
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy