SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ કલશ-૧૩૭ ૨૯૫ એટલે વિપરીત શ્રધ્ધા વિના એટલે કે અનંત સંસારનું કારણ વિપરીત માન્યતા એ વિના પર પદાર્થમાં પ્રીતિ સંભવે નહીં. રાગ અર્થાત્ દયા-દાન-તપ-ઉપવાસ-આદિનો જે વિકલ્પ ઊઠયો તે રાગ છે. એ રાગની જેને રુચિ છે. રાગ જેને પોસાય છે. તે મિથ્યાષ્ટિપણા વિના હોય શકે નહીં. શ્રોતા :- રાગ તો જ્ઞાની જીવને પણ હોય છે. ઉત્તર- રાગ છે પણ તેની પ્રીતિ નથી. રાગને જ્ઞાની-ધર્મી-પરશેય તરીકે જાણે છે. આવી વાત કયાં છે! એ અનંતકાળમાં ભલે ઉપવાસ કરતો હોય-મહિનાના, બબ્બે મહિનાના જાવ્યજીવનું બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય એ બધોય ભાવ શુભરાગ છે. અને એ રાગમાં જેને પ્રેમ છે. તેને આત્માના સ્વભાવ તરફ વૈષ છે. તેથી તે મિથ્યાષ્ટિ છે. આ ૧૩૬ માં બધું આવી ગયું છે. “શુધ્ધ ચૈત્ન માત્ર મારું સ્વરૂપ છે. દ્રવ્યકર્મ -ભાવકર્મ- નોકર્મનો વિસ્તાર પરાયો છે.-પુદ્ગલ દ્રવ્યનો છે. આહાહા ! એ શુભ ને અશુભ ભાવ જેના ફળ તરીકે આ સ્ત્રી, કુટુંબ, પરિવાર, લક્ષ્મી, આબરુ આદિ એ બધો જડનો-પુદ્ગલનો વિસ્તાર છે. એ જડપુગલની સામગ્રી છે. શ્રોતા :- દિકરાને જડ માનવો? ઉત્તર- ખરેખર આ જીવપણું એમાં નથી તેથી ખરેખર એ અપેક્ષાએ તો એ બધા જડ જ છે. દિકરો મારો છે એવો જે ભાવ તે મહા મિથ્યાત્વભાવ છે, તે અનંત સંસારનું કારણ છે. છોકરાનો આત્મા આત્માનો, શરીર શરીરનું છે. ત્રિલોકનાથ તીર્થંકરદેવ વીતરાગ પરમેશ્વર એમ ફરમાવે છે કે-અનંત સંસારનું કારણ એવો જે મિથ્યાત્વભાવ એ વિના પર પદાર્થમાં પ્રીતિ સંભવે નહીં. આતો સાદી ભાષા છે. શ્રોતા :- ભાવ તો બહુ ઊંડા છે. ઉત્તર:- ભાવ ઊંડા છે પણ ભાષા સાદી છે. એક શબ્દનો આ અર્થ કર્યો અને હવે બીજો વિસ્તાર કરશે. પુસ્તક સામે પડ્યું છે કે નહીં ? ( શ્રોતા:-અહીંયા છપાણા છે.) છપાણા હોય અહીંયા કે બીજે ગમે ત્યાં ચીજ કોની છે? સંતોએ કહેલી અને રાજમલ્લ ધર્મી જૈન ધર્મના પ્રેમી' તેમણે આ અર્થ કરેલો છે. જે પાઠમાં (શ્લોકમાં) છે તેનો અર્થ કરેલો છે. જુઓ પાઠમાં શું છે? “રાજગોડથી વસ્તુ માનવુન્તાં સમિતિપતાં તે યતોડ્યાપિ પાપા” એ મૂળ પાઠમાં છે. તે રાશિન: અદ્યાપિ પાપ: પંચ મહાવ્રત પાળે, સમિતિ-ગુપ્તિ વ્યવહાર પાળે, સમિતિ-ગુપ્તિનું અલંબન ત્યે તો પણ તે પાપી છે. શેઠ! ત્યાં બીડીમાં આવુ વાંચવા નહીં મળે !! આતો દાખલો એમનો ! બાકી બધાની વાત છે... એકની કયાં છે? એ તો મોઢા આગળ બેઠા છે તેથી એમનો દાખલો આપ્યો બાકી આખી દુનિયા પડી છે. પ્રભુ! તું કોણ છો? તું તો ચૈતન્ય સ્વરૂપ વીતરાગ મૂર્તિ આત્મા છે ને ! આત્મા પોતાના
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy