________________
૩૬૬
કલશામૃત ભાગ-૪ (જ્ઞાની ) દુઃખરૂપ છે એવું જે ઇન્દ્રિય વિષય જનિત સુખ તેને અંગીકા૨ ક૨વાને અસમર્થ છે.” આકુળતાનો સ્વાદ લેવાને ધર્મી અસમર્થ છે એમ કહે છે. નિર્વિકલ્પ ચૈતન્યના મહાસ્વાદને સ્વાદતો થકો. તે વિકલ્પના આકુળતાના સ્વાદને લેવાને અસમર્થ છે.
આ પૈસાનો સ્વાદ કેવો હશે ? એ ભાઈનો પુત્ર અમદાવાદમાં છે એ કહેતો હતો કે– બાપાએ કયાં પૈસાનો સ્વાદ ચાખ્યો છે ? બાપા પાસે ૩૦–૪૦ હજાર રૂપિયા હતા. એક વખત શેઠ પૈસાની ઉધરાણીએ બહાર ગયેલા. ડાકુઓને ખબર પડી એટલે જે રસ્તે શેઠ નીકળવાના હતા તે ૨સ્તે આડા ઊભા રહી ગયા. ઉઘરાણીએ ગયેલા પાસે બે-ચા૨હજાર તો સાથે હોયને ! શેઠ ઘોડે આવતા હતા, વાણિયા માણસ એટલે હોંશિયાર ! તેણે ભંગીયાની ભાષામાં કહ્યું-છેટા રેજો બાપુ.....છેટા રેજો ! પેલા ડાકુઓ સમજ્યા કે આ કોઈ ભંગિયો લાગે છે તેમ અહીં કહે છે. રાગથી છેટે રેજો ! એ પુણ્ય ને પાપના ભાવથી અમને અભડાવશો નહીં. અમે ચૈતન્ય ઘોડે ચડયા છીએ, તેને રાગથી અભડાવશો નહીં હોં ! તમે અમને અડશો નહીં હોં ! નરથી નારાયણ થવાનો આ ઉપાય છે. હવે છેલ્લે સરવાળો કરે છે.
ભાવાર્થ આમ છે કે- “વિષય કષાયને દુઃખરૂપ જાણે છે.” જ્ઞાની વિષય-કષાયને દુઃખરૂપ જાણે છે. તમારે દિલ્હીમાં વાંધા ઉઠયા છે ને ! દીપચંદજી શેઠિયાને આ વાંધો હતો તે કહે જ્ઞાનીને દુઃખ હોય જ નહી. સોગાનીજી કહે –જ્ઞાનીને, શુભભાવ ભટ્ટી લાગે છે............ એ સાંભળીને તેઓ ભડકી ગયા. પોતાને શલ્ય થઈ ગયું અને બીજાને શલ્ય ખોસી ગયા. અત્યારે પેલા લોકોને આ વાત બેસતી નથી. જ્ઞાનીને દુઃખ હોય તે વાત બેસતી જ નથી.
અરે બાપુ ! વિષય કષાયનો ભાવ જ્ઞાનીને હોય છે પણ તેને દુઃખરૂપ લાગે છે. કેમકે વીતરાગ નથી, ત્યાં સુધી દુઃખ છે.
(૧ ) મિથ્યાર્દષ્ટિને જરા પણ આનંદ નથી, તેને પૂર્ણ દુઃખ છે.
( ૨ ) કેવળીને જરા પણ દુઃખ નથી, તેને પૂર્ણ આનંદ છે.
(૩) સાધકને બે ભાવ છે. થોડો આનંદ છે અને થોડું દુઃખ છે.
પ્રવચનસાર ૪૭ નયમાં કહ્યું છે કે–જ્ઞાનીને જેટલો રાગ છે તેટલો તેનો કર્તા છે. કર્તા એટલે કરવા લાયક છે એમ નહીં...પણ પરિણમે માટે કર્તા. ભોગવે માટે ભોકતા. મુનિ પણ રાગને ભોગવે છે.
અહીંયા કહે છે–જ્ઞાની વિષય કષાયને દુઃખરૂપ જાણે છે તેને જાણે કે નથી તેને જાણે છે! જયાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી અશુભ અને પછી શુભ એવો રાગ આવે છે, પણ તે દુઃખરૂપ છે. મારા આનંદ સાથે તેની મેળવણી ક૨તાં એનું વેદન દુઃખરૂપ દેખાય છે. આનંદના વેદનની અપેક્ષાએ શુભભાવ દુઃખરૂપ છે. જેને આનંદનું વેદન નથી તેને દુઃખનો ખ્યાલેય કયાં છે ? તેને તો દુઃખેય બધું સુખ જ છે.
“વળી કેવો છે? સ્વાં વસ્તુ વૃત્તિ વિવત્ પોતાના દ્રવ્ય સંબંધી આત્માનું શુધ્ધ