________________
૨૫૯
કલશ-૧૩૪ ઉત્પન્ન થાય છે. પર પદાર્થ ઉપર લક્ષ જાય છે ત્યારે તેને દુઃખ ઉત્પન્ન થાય છે. આ બે સિદ્ધાંત છે– (૧) અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ તેની સામું જોવે તો તેને આનંદ થાય, (૨) એ પદાર્થ સિવાય બીજા પર પદાર્થ સામું જોવે તો તેને રાગ ને દુઃખ થાય. પરમાં સુખ નથી એવું એને ક્યાં ભાન છે?
વઢવાણવાળા ભાઈ બોલ્યા હતાં ને કે અમારા વેવાઈ સુખી છે તેમ વ્યાખ્યાનમાં બોલ્યા હતા. પછી પૂછયું કે- સુખની વ્યાખ્યા શું? આ કરોડ રૂપિયા છે એટલે સુખી છે? આવા બધા પાગલો ભેગા થઈને પૈસાવાળાને સુખી માને.
અહીંયા બધા કરોડપતિ આવે તે દ્રવ્યદૃષ્ટિ અને તે સમ્યગ્દષ્ટિ તે ધૂળમાંય સુખી નથી. એ મોટર ઉપર બેસે છે, એમ નથી. મોટર એની છાતી ઉપર બેઠી છે. એને કેમ પાળવા!? એની મમતામાં એ ગુપ્ત થઈ ગયો છે. પાંચ, પાંચ લાખની મોટી મોટરું આ શેઠ છે તેને સાંઈઠ મોટરું છે. તેમને તમાકુનો મોટો વેપાર છે. ધંધા માટે સાંઈઠ મોટર છે. એ બહારની ચીજો તો જગતમાં પથરાતી આવે છે. પણ તેમાં છે શું? તારે એની સાથે શું છે? અજ્ઞાની બહારની ચીજ દેખીને એ પથ્થર મારા પૈસા મારા માને છે.
શાહુજી હમણાં આવ્યા હતા. અહીંયા વ્યાખ્યાન સાંભળીને પછી ગયા. તે કહેતા હતા કેહું દર્શન કર્યા વગર ક્યાંય નહીં જાઉં. અહીંયા વ્યાખ્યાન સાંભળી ગયા અને બે દિવસ રહી ગયા. પ્રાંતિજથી ખાસ અહીં આવ્યા હતા. તત્ત્વનો પ્રેમ હતો છતાં દષ્ટિ વિપરીત હતી. અમારો કોઈ વિરોધ કરે તો વિરોધ કરવા ન હૈ. બાકી એ તો બધા ત્યાગીઓને પણ માને બધા ત્યાગીઓનો આદર કરવો. બાપુ! એ તો સંસાર છે. એમાંથી દષ્ટિ ફેરવવી એ બહુ આકરું કામ છે.
અહીંયા કહે છે કે- “આવી સામગ્રી કર્મનું સ્વરૂપ છે” આ પૈસા, બાયડી, છોકરાવ, કુટુંબ કબિલા, મોટા મકાન દશ-દશ લાખના એ તો જડનું સ્વરૂપ છે. તે જડનું ફળ છે.
શ્રોતા- એ મહેનતનું ફળ છે?
ઉત્તર- મહેનતનું ફળ ધૂળમાંય નથી. એણે જે ચિત્રામણ કર્યું હતું તે તેને બહારમાં દેખાણું. એ બધું જીવને દુઃખમય છે, એ જીવનું સ્વરૂપ નથી. સમ્યગ્દષ્ટિ જીવને આત્મજ્ઞાન હોવાથી એ બધી સામગ્રીને દુઃખમય જાણી અને “તે જીવનું સ્વરૂપ નથી તે ઉપાધિ છે; આવું જાણે છે” એ બધી ઉપાધિ છે તેમ જાણે છે.
મોટી દુકાન જામી હોય તેમાં તેનો મુખ્ય નોકર મેનેજર! શું કહેવાય? મુનિમ હોય. પાંચ-સાત દુકાન હોય બે-ચાર મુનિમ હોય તો એમ જાણે કે અમે તો શું નું શું કર્યું!?
શ્રોતા- એનાથી રોટી તો મળે ને?
ઉત્તર- એનાથી ધૂળેય રોટલો મળતો નથી. પુણ્ય હોય તો તેનાં ફળમાં મળે. પેલી કહેવતમાં નથી સાંભળ્યું કે- દાણે દાણે ખાનારનું નામ છે.
શ્રોતા:- એ તો સિદ્ધાંત છે.