SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૯ “શુદ્ધતારૂપે દ્રવ્ય પરિણમ્યું છે.” ભાષા કેવી છે!? આ કળશની ટીકા ક૨ના૨ કેવા છે? પં. બના૨સીદાસે આમાંથી નાટક સમયસાર બનાવ્યું છે. જેનો શુદ્ધ સ્વભાવ પવિત્રતાનો પિંડ, અનંતગુણોનો પવિત્રપિંડ નામ સાગર પ્રભુ છે તેની દૃષ્ટિ કરતાં, તેનો દૃષ્ટિમાં અનુભવ કરતાં– આ હું છું એવો અનુભવ કરતાં પર્યાયમાં શુદ્ધતાનો અનુભવ થાય છે....તેને આત્માનો સ્વ૨સ કહેવામાં આવે છે. પ્રવચન નં. ૧૫૬ કલશ-૧૪૯ ' તા. ૨૨/૧૧/’૭૭ નિર્જરા અધિકાર છે. અહીંયા સમ્યક્ત્તાનની પ્રધાનતાથી કથન છે, “જે કા૨ણથી (જ્ઞાનવાન્ ) શુધ્ધ સ્વરૂપ અનુભવશીલ છે.” આ “જ્ઞાનવાન્”ની વ્યાખ્યા કરી. ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી નિત્ય ધ્રુવ છે તેનું જ્ઞાન થતાં તેને જ્ઞાનવાન કહીએ. તેને શુધ્ધ સ્વરૂપના અનુભવ સ્વભાવવાળો કહીએ. સમ્યગ્દર્શન થતાં તેને જ્ઞાનવાન્ કહીએ એટલે કે શુધ્ધ સ્વરૂપના અનુભવવાળો કહીએ. તે હવે રાગનો કે સામગ્રીનો અનુભવ કરવાવાળો નથી. અજ્ઞાની પણ કોઈ સામગ્રીનો અનુભવ કરતો નથી પણ... ચૈતન્ય સ્વરૂપનો પોતાના જ્ઞાયકભાવના અભાનને લઈને... એટલે અજ્ઞાનથી ૫૨ને ભોગવું છું તેવી મિથ્યા માન્યતાથી તે બંધને કરે છે. ધર્મી જીવ ! એ શુધ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે. (સ્વરતંત: ) સ્વ...૨સ... એટલે જેને આનંદનો રસ પ્રગટ થયો છે. “વિભાવ પરિણમન મટયું છે,” તે નાસ્તિથી વાત કરી. (સ્વરસત:) શબ્દનો અર્થ “શુધ્ધતારૂપે દ્રવ્ય પરિણમ્યું છે.” દ્રવ્ય જે શુધ્ધ ચૈતન્ય વસ્તુ છે તેનું પરિણમન શુધ્ધપણે પર્યાયમાં થયું છે... તેને જ્ઞાનવાન અને ધર્મી કહીએ. “તેથી (સર્વRIT ) જેટલા રાગ-દ્વેષ-મોહપરિણામરૂપ અનાદિના સંસ્કા૨ તેનાથી રહિત છે સ્વભાવ જેનો, એવો છે,” આહાહા ! અહીંયા તો મિથ્યાત્વ સંબંધીની આ વાત છે. (સ્વરસત: ) એ વસ્તુનું દ્રવ્યનું પરિણમન છે. દ્રવ્ય જેવું શુધ્ધ છે તેવું જ તેનું પરિણમન છે. જેટલા પરિણામ મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ-મોહ રહિત છે એ શુધ્ધ પરિણમનને અહીંયા લેવું છે. મિથ્યા શ્રધ્ધા અર્થાત્ જે ચૈતન્યની દૃષ્ટિ છોડી અને રાગના રસની પ્રીતિમાં પડયો છે એ મિથ્યાર્દષ્ટિ છે. એને જે રાગ છે તેવો રાગ સમ્યગ્દષ્ટિને નથી. સ્વભાવના લક્ષે જેને રાગની એકત્તાબુધ્ધિ ટળી છે અને શુધ્ધ ચૈતન્ય દ્રવ્યનું નિર્મળ પરિણમન થયું છે. “ જેનો સ્વભાવ એવો છે, “તત: ૫૧: ર્મમધ્યપતિત: અપિ સર્મમિ ન નિષ્યતે” તે કારણથી સમ્યગ્દષ્ટિ જીવ કર્મના ઉદયજનિત અનેક પ્રકારની ભોગ સામગ્રીમાં પડયો છે,” કર્મના ઉદયથી મળેલી સામગ્રી- પૈસા, સ્ત્રી, કુટુંબ, મકાન, કપડાં, દાગીના એવી અનેક પ્રકા૨ની કર્મના ઉદય જનિત ભોગ સામગ્રી મધ્યમાં રહ્યો છે. ચારે બાજુ મળેલી સામગ્રીના ઘેરાવામાં પડયો છે. “અર્થાત્ પંચેન્દ્રિય ભોગ સામગ્રી ભોગવે છે,” એ વાત અપેક્ષાથી કરી. ભોગને (બાહ્યવસ્તુને ) તો ભોગવી શકતો નથી. પરંતુ પંચેન્દ્રિયના
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy