SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ કલશ-૧૩૨ ૨૧૭ પાપના-મિથ્યાત્વના ભાવ તેનાથી ભિન્ન ન કર્યો તેથી બંધનમાં પડયો હતો. બહુ સરસ શ્લોક છે. આખો સંસાર અને મોક્ષ બન્ને વાત કરી. શેઠ! આ તમો બે-ત્રણ લાખ રૂપિયા ખર્ચા કે દશ લાખ ખર્ચે એ દાનથી મુક્તિ થાય છે. તેની ના પાડે છે. તેમને “દાનવીર'ની ઉપમા આપી છે. પૈસા ઘણાં ખર્ચે છે, ધર્મશાળા બનાવી છે, પણ તે કાંઈ મોક્ષમાર્ગ નથી, તે તો રાગ છે- બંધ માર્ગ છે. ભેદવિજ્ઞાન દ્વારા પુણ્ય-પાપના રાગથી ભિન્ન પાડવાથી મોક્ષ થયો અને તે ભેદજ્ઞાનના અભાવથી બંધ પડ્યો છે. આ એક સિદ્ધાંત છે કે તેને ભેદવિજ્ઞાન નહીં થવાથી બંધ થવાથી સંસારમાં રખડી રહ્યો છે. પછી તે પુણ્યના પરિણામ હો કે પાપના પરિણામ હો! તેનાથી જે ભેદ પાડતો નથી માટે તે રખડે છે. બહુ સાદી ભાષા છે. “ભાવાર્થ આમ છે કે- ભેદજ્ઞાન સર્વથા ઉપાદેય છે.” પહેલાં આ લીધું. માટે રાગથી ભિન્ન પડવું અને અંદર ભેદજ્ઞાન કરવું એ જ ઉપાદેય છે. (મંદાક્રાન્તા). भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भाद्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण। बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत्।।८-१३२।। ખંડાવય સહિત અર્થ-“પતનું જ્ઞાનંવત"(ત) પ્રત્યક્ષ વિધમાન (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ શુદ્ધ ચૈતન્યપ્રકાશ (વિનં) આસવનો નિરોધ કરીને પ્રગટ થયો. કેવું છે જ્ઞાન? “જ્ઞાને નિયતન” અનંત કાળથી પરિણમતું હતું અશુધ્ધ રાગાદિ વિભાવરૂપ, તે કાળલબ્ધિ પામીને પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમ્યું છે. વળી કેવું છે? “શાશ્વતોદ્યોતન” અવિનશ્વર પ્રકાશ છે જેનો, એવું છે. વળી કેવું છે? “તોષ વિશ્વત” અતીન્દ્રિય સુખરૂપ પરિણમ્યું છે. વળી કેવું છે? “પરમમ” ઉત્કૃષ્ટ છે. વળી કેવું છે? “ગમતાનોમ” સર્વથા પ્રકારે, સર્વ કાળે, સર્વ રૈલોક્યમાં નિર્મળ છે-સાક્ષાત્ શુદ્ધ છે. વળી કેવું છે? “કસ્તાનમ” સદા પ્રકાશરૂપ છે. વળી કેવું છે? “v$"નિર્વિકલ્પ છે. શુદ્ધ જ્ઞાન આવું જે રીતે થયું છે તે કહે છે-“ર્મ સંવરેજ” જ્ઞાનાવરણાદિરૂપ આસવતાં હતાં જે કર્મપુલ તેના નિરોધથી. કર્મનો વિરોધ જે રીતે થયો છે તે કહે છે-“રા'ગ્રામપ્રનવરાત” (ર) રાગ-દ્વેષમોહરૂપ અશુધ્ધ વિભાવપરિણામોનો (ગ્રામ) સમૂહ-અસંખ્યાત લોકમાત્ર ભેદ, તેમનો (પ્રતય) મૂળથી સત્તાનાશ ( વર) કરવાથી. આવું પણ શા કારણથી? “શુદ્ધતત્ત્વોપનષ્ણાત”(શુદ્ધતત્ત્વ ) શુદ્ધ ચૈતન્યવસ્તુની (ઉપનગ્મા) સાક્ષાત્ પ્રાપ્તિથી.
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy