________________
I
કલશામૃત ભાગ-૪
દુઃખરૂપ રાગાદિ ભાવોથી છૂટવાનો સતત ઉદ્યમશીલ ૨હે છે.
દૃષ્ટિની અપેક્ષાએ તો જ્ઞાની સદા નિરાસ્રવી છે જ. પરંતુ તેને અવિરતિ, કષાય અને યોગાસવમાં પણ એકદેશ અશુદ્ધતાનો નાશ થયો છે. એ રીતે જોતાં અન્ય આસ્રવોથી પણ અંશે નિર્વત્યો છે. સમ્યગ્દર્શન થતાં નિકંપ એવી નિષ્ક્રિયત્ત્વ શક્તિનું અકંપનપણાનું પરિણમન અંશે વ્યક્ત થયું છે. ચોથા ગુણસ્થાનવાળાને પણ દ્રવ્ય યોગાસવમાં અંશે આસ્રવનો ક્ષય થયો છે.. તેથી તેને પ્રતિજીવી ગુણની નિર્મળ દશા અંશે ખીલી ઊઠી છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ– “સર્વ ગુણાંશ તે સમકિત” એ રીતે કહ્યું છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં– સર્વગુણોનું એકદેશ નિર્મળ પરિણમન શરૂ થાય છે- એમ કહેલ છે.
કરણાનુયોગ ત૨ફથી જોતાં પણ આ વાત સિદ્ધ થાય છે. તો જ્ઞાની કેવી રીતે નિરાસ્રવી છે ? જ્ઞાની, ચારિત્રમોહના ઉદયમાં જોડાય છે. તો તેને તેટલો બંધ પણ થાય છે. એ અલ્પબંધની સ્થિતિમાં પણ તેના કર્મબંધનો પ્રકાર ફરી ગયો છે. દ્રવ્ય પ્રત્યયો જે અવિરતિ, કષાય અને યોગમાં પણ અંશે કર્મ બંધ થતો રોકાય ગયો છે. તેમાં પણ સ્થિતિ અને અનુભાગ ૨સ પાતળો પડયો છે. આ વાત આગમ યુક્ત છે. કેમકે નવીન કર્મબંધના કા૨ણભૂત એવા રાગાદિના અભાવથી દ્રવ્યબંધરૂપ કાર્યનો અભાવ સ્વતઃ સિદ્ધ થાય છે. સારાશં એ છે કે– “જ્ઞાની સદા નિરાસ્રવી છે.”
ઉપરોક્ત વાતનું સમર્થન આપતાં કળશ ટીકાકાર શ્રી શુભચંદ્ર આચાર્યદેવ-૫૨મ અધ્યાત્મ તરંગિણીમાં કહે છે કે- ભાવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ સાધકને સર્વ ભાવાસવોના અભાવનો નિર્દેશ કર્યો છે. કેમકે અનંત સંસારના સમુત્પાદક એવા મિથ્યાત્વનો નાશ થવાથી શેષ કર્મજનિત આસવોનો અભાવ તો અતિ સન્નિકટ છે. આ રીતે જ્ઞાનીને સર્વ ભાવાસવોનો અભાવ કહ્યો છે તે તેનો ફલિતાર્થ છે; જે યુક્તિયુક્ત અને આગમોક્ત છે.
સંવ૨ અધિકાર
ભેદ વિજ્ઞાન એટલે રાગથી ભિન્નતા અને સ્વભાવથી અભિન્નતા એવી ભાવનાનું નામ છે સંવ૨. જ્યા૨ે સંવર તત્ત્વનો ઉદય થાય છે ત્યારે જ તેની પરિણતિમાં શુદ્ધાત્માની ઉપલબ્ધિનું મંગલાચરણ થાય છે.
''
૫૨મ અધ્યાત્મ તરંગિણીમાં સંવર અધિકારની ટીકા કરતાં પહેલાં.. ટીકાકાર શુભચંદ્ર આચાર્ય “ઓમ નમઃ” ની મંગલ સ્થાપના કરે છે. કેમકે અપ્રતિબુદ્ધ જીવે ! પૂર્વે કદી પણ સંવ૨ પ્રગટ કર્યો નથી. જે જીવ શુદ્ધાત્માની મહિમામાં અનુરક્ત થાય છે તેને ચિદ્રુપતા ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ તે બન્ને પ્રગટપણે જુદા ભાસે છે.
સંવર અધિકા૨માં ભેદવિજ્ઞાનની પ્રેરણા આપતાં સંતો કહે છે કે- ભેદજ્ઞાનનો સતત ઉધમ કરતા રહેવું તે પ્રત્યેક મુમુક્ષુનું ૫૨મ લક્ષ્ય હોવું જોઈએ. કેમકે આત્મોપલબ્ધિનું