________________
કલશામૃત ભાગ-૪ છે તે સર્વે પ્રત્યે સંસ્થા ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરે છે.
શ્રી કલશામૃત ભાગ-૪ ના પ્રકાશન અર્થે આવેલ દાનરાશિ:કલશામૃત ભાગ-૪ ના પ્રકાશન અર્થે આત્માર્થી ભારતીબેન રજનીકાન્તભાઈ કોઠારી તરફથી સ્વ. રજનીકાન્ત પનાલાલ કોઠારીના સ્મરણાર્થે રૂા. ૫૧,000/( રૂપિયા એકાવન હજાર) પ્રાપ્ત થયેલ છે. અન્ય દાતાઓ તરફથી પણ દાનરાશિ પ્રાપ્ત થઈ છે. આ સર્વે મુમુક્ષુઓ પ્રત્યે સંસ્થા અંત:કરણથી આભાર વ્યક્ત કરે છે.
મુદ્રક- કલશામૃત ભાગ-૪ નું સુંદર ટાઈપ સેટિંગ કરનાર શ્રી નિલેશભાઈ વારીઆ તેમજ દેવાંગભાઈ વારીઆનો સંસ્થા આભાર માને છે. આ પુસ્તકનું સુંદર પ્રિન્ટીંગ તેમજ બાઈન્ડીંગ કરવા બદલ શ્રી ચંદ્રકાન્તભાઈ મહેતાનો સંસ્થા આભાર માને છે. મલ્ટી કલર પેઈજ સુંદર કરવા બદલ ડોટ એડ” ના સંચાલકશ્રીનો પણ આભાર માને છે.
અંતમાં પરિપૂર્ણ પરમાત્માનું સ્વરૂપ સમજી. સંવરરૂપ ધર્મ પ્રગટ કરી અને આત્મિક આનંદને આસ્વાદી તૃત થાઓ તેવી મંગલ ભાવના પૂર્વક અસ્તુ. આ પુસ્તક http://www.AtmaDharma.com પર મૂકેલ છે.
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, ૫, પંચનાથ પ્લોટ, શ્રી કાનજીસ્વામી માર્ગ,
રાજકોટ-૩૬૦ ૦૦૧
ટેલી. નં. ૨૨૩૧૦૭૩ દ્વિસ્વભાવી વસ્તુ વસ્તુમાં એક સામાન્ય સ્વભાવ અને એક વિશેષ સ્વભાવ, એટલે કે એક દ્રવ્ય છે 1 સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ-એમ બે સ્વભાવ એક સાથે વર્તે છે. તેમાં
સામાન્ય દ્રવ્ય સ્વભાવ તે પર્યાયનું કારણ નથી, પણ વિશેષરૂપ એવો પર્યાય સ્વભાવ છે (તે પર્યાયનું કારણ છે. સામાન્ય દ્રવ્ય સ્વભાવ પોતે જો પર્યાયનું કારણ હોય તો, તે 1 સામાન્ય સ્વભાવ સદા એકરૂપ રહેનાર હોવાથી પર્યાયો પણ સદા એકરૂપ જ થવી જોઈએ પણ એમ નથી, પર્યાયો વિવિધ થાય છે તેનું કારણ પર્યાય સ્વભાવ છે; તે જ તે પર્યાયરૂપ થવાની યોગ્યતારૂપ પર્યાય સ્વભાવ છે; ને એકરૂપ રહેવાની યોગ્યતારૂપ દ્રવ્ય સ્વભાવ છે. આ રીતે દ્રવ્ય અને પર્યાય બને સ્વભાવો આત્મામાં એક સાથે છે, જે તેને અનેકાન્ત સ્વરૂપ જિનશાસન પ્રકાશે છે. આવો વસ્તુ સ્વભાવ જેની દૃષ્ટિમાં 1 આવ્યો તે જીવ ભવચક્રમાંથી બહાર નીકળી ગયો.
(આત્મધર્મ અંક નં-૩૬૩, પેઈજ નં-૩-૪-માંથી) ૧