________________
૪૪૬
કલશામૃત ભાગ-૪ દીધું. મુનિ કેવા હોય? આ તો કપડાં ફેરવવાને થઈ ગયા સાધુ!? બાપુ! અહીંતો જિનેન્દ્ર વીતરાગ પરમેશ્વરે જે કહ્યું તે સંતોની જાત જુદી છે. જેને વસ્ત્ર નહીં, પાત્ર નહીં, વસ્ત્રનો ટુકડો નહીં. તેથી વસ્ત્રની વાત ન લીધી, પણ મુનિને ભોજન હોય તેથી ભોજનની વાત લીધી, છતાં એ તેના ભાવમાં મમતા નથી. વૃત્તિ આવે છે તેને જ્ઞાતા તરીકે જાણે છે. ભોજનને પણ જાણે છે. પાણી પીવે છે તેને પરદ્રવ્ય જાણે છે.
“કેવો છે પરદ્રવ્ય પરિગ્રહ? “સ્વપરયો: વિવેદેતુન” (સ્વ) શુદ્ધ ચિદ્રુપમાત્ર વસ્તુ અને (૫રયો:) દ્રવ્યકર્મ -ભાવકર્મ-નોકર્મ, તેમના (વિવે) એકત્વરૂપ સંસ્કારનું (હેતુન) કારણ છે.” શબ્દ બહુ ઉંચો આવ્યો. (સ્વ૫રયો: વિવેદેતુન) શુદ્ધ ચિદ્રુપ વસ્તુ અથૉત્ જ્ઞાનરૂપ ભગવાન પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ એવો ભગવાન આત્મા ! તેમાં અનંતી શક્તિઓ બીજી સાથે છે. જ્ઞાન-પ્રધાન કથન કરીને ચિકૂપ આત્મા કહેવામાં આવ્યો છે. એક આત્મામાં તો અનંત શક્તિ નામ સંખ્યાએ અનંત ગુણો છે, છતાં સર્વજ્ઞને મુખ્ય ન કરતાં ચિતૂપ અર્થાત્ જ્ઞાનરૂપ એ પ્રધાનપણે જ્ઞાનરૂપ કહેવામાં આવ્યો છે. એ શુદ્ધ ચિતૂપ માત્ર વસ્તુ તે (સ્વ) અને (૫રયો:) દ્રવ્ય કર્માદિ આઠ કર્મ જે અંદર જડરૂપ છે જ્ઞાનાવરણી દર્શનાવરણી તે. સર્વજ્ઞ પરમેશ્વરના મારગમાં આ બધી વાત સ્પષ્ટ અને પ્રત્યક્ષ છે.
આહાહા! એ જ્ઞાનાવરણી કર્મ પરવસ્તુ છે. “ભાવકર્મ' - જે શુભ અશુભ વિકલ્પ ઊઠે છે એવો રાગ એ ભાવકર્મ પણ ભગવાન આત્માથી ભિન્ન છે. તે પર પરિગ્રહ છે. તેથી પર છે. સ્વ તો શુદ્ધ ચિતૂપ આત્મા છે. એ પર- ભાવકર્મ અર્થાત્ પુણ્ય ને પાપની લાગણી નામ વિકાર વાસના છે. એ પર છે. સ્વ તો શુદ્ધ ચિતૂપ ભગવાન આત્મા ! એ આનંદનો પર્યાયમાં અનુભવ થવો તે. વસ્તુ તો ત્રિકાળ વસ્તુ છે પણ વર્તમાન દશામાં તેનો અનુભવ થવો, તે અનુભવમાં ભાવકર્મ છે નહીં “નોકર્મ...આ જડ શરીર, વાણી તે આત્મામાં છે નહીં, એ પર ચીજ છે. અરે! શું કરે ! ક્યાં જાય ! તેને આ વાત સાંભળવા મળે નહીં. શ્રીમદ્જી કહે છે –
“અનંતકાળથી આથડયો, વિના ભાન ભગવાન,
સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યા નહીં અભિમાન.” અરેરે ! સાચા સંત કોને કહેવાય તેની ખબરું ન મળે !! શ્રોતા- યાદ રાખવું કેમ?
ઉત્તર- પોતાનું નામ ભૂલી જાય છે. ઊંઘમાં હોય અને નામ કોઈ લ્ય તો પણ હા પાડે છે ને! એ નામ તો મફતનું ખોટું છે. એ નામ આ શરીરનું છે, એ નામથી કોઈ બોલાવે તો ઊંઘમાં એ હું..એમ હોકારો આપે છે. કેમ કે ત્યાં રસ છે ત્યાં રસ ચડી ગયો છે. અહીંયા રસ નથી. એ નામે ખોટું છે. શરીરને માટીને ઓળખાવવા બીજા કરતાં જુદું નામ આપ્યું. સ્વપ્નમાં એ નામ આવે ત્યાં હું કરે છે. એલા હું આવ્યું ક્યાંથી? અમૃતલાલ એવો આત્મા અંદર અમૃતનો સાગર ભર્યો છે...તે હું.