________________
૩૮૬
કલશામૃત ભાગ-૪ રહી ગયું હશે ! ઉપરથી જ્યાં પથ્થર નાખ્યો ત્યાં તો અંદરથી પાણીની શેડ-ધારા ઊડી. પાણી એટલું નીકળ્યું કે પાણી ખૂટે નહીં. અત્યારે એ કૂવા ઉપર અઢારકોશ ચાલે છે. પાતાળ કૂવામાંથી જે પાણી નીકળ્યું હોય તે ખૂટે?
તેમ આ ભગવાનના તળીયા પાતાળ કૂવા છે. એમાં જેની નજરું ગઈ, ભેદજ્ઞાન થતાં અંદરમાં છિદ્ર પડયું. રાગ અને ભગવાન વચ્ચે ભેદજ્ઞાન થઈ ગયું. એને અંદરના તળીયેથી ભેદજ્ઞાનના ફુવારા ફુટયા એમ કહે છે.
“અવશ્ય પ્રગટ થાય છે.” જરૂર તને પ્રાપ્ત થશે. દ્રવ્યનો તે આદર કર્યો તો વ્યક્તિઓ તને જરૂર પ્રગટ થશે. આ અધિકાર નિર્જરાનો છે ને! આટલા અપવાસ કર્યા, આટલું આ કર્યું માટે નિર્જરા થશે એમ છે નહીં.
ભાવાર્થ આમ છે કે “કોઈ આશંકા કરશે કે જ્ઞાન તો જ્ઞાનમાત્ર છે, આવા જે મતિજ્ઞાન આદિ પાંચ ભેદ તે શા કારણે છે?” જ્ઞાનસ્વરૂપ છે તેમાં વળી ભેદ શું? આ મતિ ને આ શ્રુત ને ૧૪૦ શ્લોકમાં એ વાત આવી ગઈ છે. “જેવા શેયનો જ્ઞાયક થાય છે. એવું જ નામ પામે છે. વસ્તુ સ્વરૂપ વિચાર કરતાં જ્ઞાન માત્ર છે. તેનું કોઈ નામ ધરવું જૂઠું છે.” આ શેયને જાણે માટે મતિજ્ઞાન, આટલા શેયને જાણે માટે શ્રુતજ્ઞાન, મર્યાદામાં રહીને જાણે માટે અવધિ, મનને જાણે માટે મન:પર્યય, ત્રણ કાળને જાણે માટે કેવળ....એવા જ્ઞાનની પર્યાયના નામ આપવા તે જૂઠા છે. એ તો જ્ઞાનની પર્યાય છે બસ. અને તે જાણે છે પોતે પોતાને. આકરી વાતું છે ભાઈ ! વસ્તુનો અભ્યાસ નહીંને એથી આકરું પડે-અણઅભ્યાસે વસ્તુ આકરી (કઠણ); અભ્યાસે તો વસ્તુ પોતે છે.
કહે છે કે એ જ્ઞાનમાત્ર જે ભેદ કહ્યાં તે શા કારણે છે? “સમાધાન આ પ્રમાણે છે કેજ્ઞાનના પર્યાય છે, વિરુધ્ધ તો કાંઈ નથી. વસ્તુનું એવું જ સહજ છે.” જ્ઞાનના પર્યાય છે તે ભલે ભેદ છે પણ છે તો જ્ઞાનની પર્યાયને ! અહીંયા પર્યાય સિધ્ધ કરવી છે. ત્રણ વાત કહીને ! સૌ પહેલા તરંગાવલિ કહી અર્થાત્ તરંગો ઊઠે છે. પછી કહ્યું તે પર્યાયો અનેક છે. પછી કહ્યું કે સંવેદન વ્યક્તિઓ છે તે દ્રવ્યનો ભાગ છે. જેવા શેય છે તેવા જ્ઞાનના નામ પડ્યા તે ભલે જૂઠા છે પણ તે છે જ્ઞાનની પર્યાય એટલું જ્ઞાન સ્વભાવ સત્ત્વ જે પૂર્ણ છે તેના અવલમ્બે પ્રગટેલી પર્યાયો એટલે જે વ્યક્ત જ્ઞાન પર્યાય છે એ જ્ઞાનની જ દશા છે, એ જ્ઞાનનો જ ભાગ છે. જ્ઞાન તો જ્ઞાનમાત્ર છે.
જ્ઞાનના પર્યાય છે, વિરુધ્ધ તો કાંઈ નથી. વસ્તુનું એવું જ સહજ છે, પર્યાયમાત્ર વિચારતાં મતિ આદિ પાંચ ભેદ વિદ્યમાન છે, વસ્તુમાત્ર અનુભવતાં જ્ઞાનમાત્ર છે, શું સહજ છે? પર્યાયથી જોતાં જ્ઞાનની પર્યાય છે.... એ વસ્તુનું સહજ છે. વસ્તુથી જોતાં દ્રવ્ય એકરૂપ છે તે પણ વસ્તુનું સહજ છે. અરેરે..આત્મા, ભગવાન પરમાત્મ સ્વરૂપે જ બિરાજે છે. નાટક સમયસારમાં આવે છે – “જિન સોહી હૈ આત્મા,” “ઘટ ઘટ અંતર જિન