SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ કલશ-૧૩૭ ૩/૯ તેની તો નજરું કરતો નથી તેને સ્વીકારતો નથી, એ સત્ય તરફનો સત્કાર ને સ્વીકાર નથી અને આ રાગની ક્રિયાનો સ્વીકાર અને તું માને છે કે ધર્મ કરીએ છીએ. તું એમ કુલા ભલે......પણ હવે અનંત સંસારમાંથી નીકળીશ નહીં. તમારા આ પૈસાનું શું કરવું? આ કરોડો રૂપિયાના મોટા પથારી હોય, બે-પાંચ-પચીસ કરોડની ધૂળ માટી છે, ત્યાં કયા હતાં સુખ! સુખ તો અહીંયા અંતરમાં છે. એ પૈસાથી સુખ આવતું હશે? તું મુંહ ફુલાવ તો ફુલાવ....એવા છે. “ અથવા કેવા છે? સમિતિ પૂરતાં શાનરૂત્તા મનપણું અથવા થોડું બોલવું.” સાધુ થઈને ઈર્ષા સમિતિ પાળે – જોઈને ચાલે, વિચારીને બોલે, એ બધી ક્રિયાઓ રાગની છે. તેને માટે બનાવેલો આહાર ન લ્ય! એવી એષણા સમિતિ પાળે...પણ એ બધો વિકલ્પ ને રાગ છે. આવું પાંચ સમિતિનું પાલન કરે છે. “મૈનપણું અથવા થોડું બોલવું, પોતાને હીણો કરીને બોલવું” કોઈ મૌન રાખે, ઓછું બોલે તો થઈ જાય ઓહોહો! મન રાખે અને ઓછું બોલે એમાં શું દાળિયા વળે કાંઈ? વાણિયા વેપારમાં કહે છે ને ! દાળિયા થયા એટલે કાંઈ કમાણી થઈ. તે એમાં શું દાળિયા થયા તારા...એ તો બધી રાગની ક્રિયા છે. માન તો તને કોણ ના પાડે છે! વીતરાગ તો તને કહે છે કે તું મિથ્યાષ્ટિ છો. તારો નાથ સચ્ચિદાનંદ પ્રભુ અંદર બિરાજે છે તેની તો તને ખબર નથી. એનો તને સ્વીકાર નથી, એનો તને અંદરમાં સત્કાર નથી. આ રાગની ક્રિયા છે શુભની....જે સ્વભાવથી વિરુદ્ધ છે તેનો તને આદર છેસત્કાર છે સ્વીકાર છે માને છે કે હું ધર્મી છું. પણ એકાન્ત કર્મબંધનને સંસાર વધારે છે. ભાઈ ! તમે સાંભળ્યું નથી જિંદગીમાં! આ શાસ્ત્ર કોનું છે? સોનગઢનું છે? આ શાસ્ત્ર તો હજારો વર્ષ પહેલાનું છે. અમૃતચંદ્ર આચાર્યના શ્લોકો છે. કુંદકુંદ આચાર્ય બે હજાર વર્ષ પહેલાં થયા....તેમની ગાથા છે. આ શ્લોકના અર્થ બસ્સો વર્ષ પહેલાં રાજમલ્લજીએ કર્યા છે. “મન થઈને અથવા થોડું બોલવું” બાર બાર મહિના સુધી મન રહે...તો શું થયું? એમાં શું? એ તો જડની ક્રિયા છે તો ભાષા ન થઈ પણ એમાં ધર્મ કયાં આવ્યો! જામનગરના પ્રોફેસર હતા તે મન રહેતા, પછી તેણે મોટો યજ્ઞ કર્યો હતો. તે જામનગરની બહાર હતા ગુજરી ગયા. એ બ્રાહ્મણ હતા. એના મહારાજ મન રહે અને પછી લોકો એકઠા થાય. યજ્ઞમાં લાખો રૂપિયા ખર્ચા હતા.-પણ એમાં શું દાળિયા વળે ! તેમાં ધર્મ કયાં આવ્યો? વર્ષીતપમાં અપવાસ કરે...તેમાં રાગની મંદતા કરી હોય તો મિથ્યાષ્ટિ સહિત પુણ્યનો ભાવ છે. તારો નાથ અંદર છે. તેની તો તને નજરું નથી. અનંત અતીન્દ્રિય આનંદનો કંદ અંદર બિરાજે છે. જેમાં અનંત આનંદ અનંતજ્ઞાન, અનંત દર્શન એવી અનંતશક્તિનો ગુણ ભંડાર મોટો છે. અનંતગુણનો ગોદામ અંદર પડ્યો છે. પ્રભુ! તને ખબર નથી. અનંત આનંદ અનંતજ્ઞાન આદિ અનંતગુણનો ગોદામ આત્મા છે. ભાઈ ! તારા ગોદામ તો બધા સમજવા
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy