SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ કલશ-૧૩૪ ૨૪૧ દુઃખમય છે, જીવનું સ્વરૂપ નથી, ઉપાધિ છે; આવું જાણે છે તે જીવને જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો નથી; સામગ્રી તો એવી છે કે મિથ્યાષ્ટિને ભોગવતાં માત્ર કર્મબંધ થાય છે; જે, જીવને કર્મબંધ થતો નથી તે જાણપણાનું સામર્થ્ય છે એમ જાણવું; અથવા સમ્યગ્દષ્ટિ જીવ નાના પ્રકારનાં કર્મનાં ઉદયફળ ભોગવે છે, પરંતુ અભ્યન્તર શુદ્ધસ્વરૂપને અનુભવે છે, તેથી કર્મનાં ઉદયફળમાં રતિ ઊપજતી નથી, ઉપાધિ જાણે છે, દુઃખ જાણે છે, તેથી અત્યન્ત લૂખો છે; આવા જીવને કર્મનો બંધ થતો નથી તે લૂખા પરિણામોનું સામર્થ્ય છે એમ જાણો. તેથી આવો અર્થ નક્કી કર્યો કે સમ્યગ્દષ્ટિ જીવને શરીર-ઇન્દ્રિય આદિ વિષયોનો ભોગ નિર્જરાને લેખે છે, નિર્જરા થાય છે; કેમ કે આગામી કર્મ તો બંધાતું નથી, પાછલું ઉદયફળ દઈને મૂળથી નિર્જરી જાય છે, તેથી સમ્યગ્દષ્ટિનો ભોગ નિર્જરા છે. ૨-૧૩૪. કળશ નં.-૧૩૪ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૩૩-૧૩૪ તા. ૨૮–૨૯/૧૦/૭૭ ભૂતકાળમાં જે અરિહંત થઈ ગયા, અત્યારે છે અને ભવિષ્યમાં થશે તે- “નમો નો ત્રિવાળવર્તી રિહંતાણમ” તેવો પાઠ છે. તેને ટૂંકો કરવા ત્રિકાળવર્તી” શબ્દ કાઢી નાખ્યો. એક “મો નો સવાદળન” તેમાં રાખ્યું છે. બાકી “લોએ સવ્વ” એ શબ્દ પાંચે પદમાં આવે છે. ણમો લોએ સવ્વ અરિહંતાણમ્, ણમો લોએ સવ્વ સિધ્ધાણં, ણમો લોએ સવ્વ આયરિયાણં ણમો લોએ સવ્ય ઉવજાયાણમ્ શ્મો લોએ સવ્વ સાહૂણ, આ પાઠમાં ત્રિકાળના પંચ પરમેષ્ઠી આવે. ત્રણે કાળમાં વિચરતા અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓ. તેને મારા નમસ્કાર છે. ધવલમાં આવો પાઠ છે. ભવિષ્યમાં થશે તેને અત્યારે હું નમસ્કાર કરું છું. પંચ પરમેષ્ઠી એટલે કે જિનેન્દ્રદેવ અરિહંત પરમાત્મા! જેને એક સમયમાં ત્રણકાળત્રણલોકનું જ્ઞાન છે તેવા અરિહંતો અનંતા થઈ ગયા, વર્તમાનમાં બિરાજે છે અને ભવિષ્યમાં અનંતા થશે. તે બધાને હું નમસ્કાર કરું છું. જે અરિહંતોએ આત્મજ્ઞાનની વાત કરી છે તેની વાત ચાલે છે. - ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ કેવળી પરમાત્મા મહા વિદેહમાં બિરાજે છે. જેને એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકનું જ્ઞાન છે તેવા સીમંધર પ્રભુ, વર્તમાનમાં સમવસરણમાં બિરાજે છે. આ વાણી ત્યાંથી આવી છે. કુંદકુંદાચાર્ય વિક્રમ સંવત ઓગણપચાસની સાલમાં ત્યાં વિદેહમાં ગયા હતા અને ત્યાં આઠ દિવસ રહ્યાં હતાં. ત્યાંથી આવી અને આ શાસ્ત્રો બનાવ્યાં છે. તેની આ ટીકા ચાલે છે. શાંતિથી ધીરજથી સમજવા જેવી આ વાત છે. અનંત કાળ થયો, તેમાં અનંતા ચોરાસીના
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy