________________
૫૨૮
કલશામૃત ભાગ-૪ બધા છ આઠ વર્ષથી અહીં આવતા બંધ થઈ ગયેલા, પણ હમણાં વળી બે વ્યક્તિ આવી ગયેલ. હજુ તેમના પક્ષવાળા કહે છે કે- સમ્યગ્દષ્ટિને દુઃખ હોય જ નહીં. શું દુઃખ ન હોય?
સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું દુઃખ ન હોય! અરે....! પણ બીજા ત્રણ કષાય છે. ચોથે ગુણસ્થાને તેને દુઃખ છે. પાંચમે તેને બે કષાયનું દુઃખ છે. છઠે એક કષાય સંજ્વલનનો છે તેથી તેને પણ દુઃખ છે. એમ ને એમ (કલ્પનાથી) ચલાવે તે ન ચાલે ! આ તો વીતરાગ માર્ગ છે. અમે સમ્યગ્દષ્ટિ છીએ! હવે અમારે ભોગમાં નિર્જરા છે તો કહે છે- તું મરી જઈશ ! સમજાણું કાંઈ?
આહાહા ! સર્વજ્ઞ ભગવાન તો એમ કહે છે – તું અમારી સામે નજર કરીશ તો તને રાગ થશે; કેમકે અમે પ૨ દ્રવ્ય છીએ. તું તારી સામું જો અને તેમાં ઠર તો તને સુખ થશે. વીતરાગના માર્ગમાં રજકણે – રજકણનો, રાગે. રાગનો (અર્થાત્ પર્યાય પર્યાયનો હિસાબ છે.અહીંયા જે કહ્યું છે. એ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો જેને નાશ થઈ ગયો છે અને જેને રાગમાં કર્તા બુદ્ધિ ઉડી ગઈ છે, રાગમાં સુખબુદ્ધિ ટળી ગઈ છે તેથી એ અપેક્ષાએ કહ્યું. તેને રાગનો ભાવ ભોગ તરફનો આવવા છતાં દૃષ્ટિનાં જોરની અપેક્ષાએ નિર્જરા કહેવામાં આવે છે. પણ એ વાત ભૂલી જાય કે - રાગ છે તે દુઃખ છે તેને આ વાત બેઠી નથી. જયાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી પૂર્ણ સુખ નથી. ન્યાય સમજાય છે?
આ તો ત્રણલોકના નાથ સીમંધર ભગવાનની વાણી છે. સમવસરણમાં પ્રભુ આ કહી રહ્યા છે... એ આ વાણી છે. એક પણ ન્યાય ફરે તો (આખી) વસ્તુ ફરી જાય. અહીંયા કહ્યું ને કે – ક્રિયા કરે છે તેનું ફળ સમકિતીને નથી. તે નિરભિલાષી થઈ કરે છે એટલે કે તેને રાગ ને કરવાની ભાવના નથી. રાગ સુખરૂપ છે તેવી બુધ્ધિ નથી. તેથી તે નિરભિલાષ કરે છે... એમ કહ્યું. સમ્યગ્દષ્ટિને પણ જેટલો રાગ થાય છે તેટલું દુઃખ છે અને તેટલું બંધનનું કારણ છે. જયાં સુધી યથાખ્યાત ચારિત્ર – પૂર્ણદશા ન થાય ત્યાં સુધી આસવ-બંધ છે. આવી અનેકાન્ત વાણી તેને કઈ અપેક્ષાએ કહેવું છે તે ન સમજે અને એકાન્ત તાણી જાય તો આ માર્ગમાં એ ન ચાલે !!
શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે -મુનિને જે શુભજોગ છે એટલે રાગવાળા પંચમહાવ્રતાદિ છે તે આસવી છે. પ્રવચનસારમાં (મુનિને માટે કહ્યું) કે તે આસવવાળા છે. અહીંયા તેની ના પાડે છે. તે કઈ અપેક્ષાએ? અહીંયા દેષ્ટિ અને દૃષ્ટિના વેદનની જોરની અપેક્ષાએ કહ્યું. તેને રાગમાંથી સુખબુધ્ધિ ઉડી ગઈ છે માટે નિર્જરા કહેવામાં આવે છે. અહીંયા તો એમ કહ્યું કે – જેને ત્રણ કષાયનો અભાવ છે, આનંદની લહેર ઊઠે છે, જેને અંદરમાં આનંદની ભરતી આવે છે તેને પણ જે પંચમહાવ્રતનો વિકલ્પ આવે છે તે આસવ છે. તેને પ્રવચનસારમાં આસવી કહ્યાં છે. અને જ્યારે તે સાતમે ગુણસ્થાને રહે છે ત્યારે તે નિરા×વી છે. જ્યારે અહીંયા પાઠમાં તો ના જ પાડી કે સમકિતીને આસવ, બંધ છે જ નહીં. મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો