SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ કલશામૃત ભાગ-૪ છે એમ નથી. તેનું અસ્તિત્વ જે છે, એટલામાં છે, તેટલામાં જ એ મોટું છે. તેમ આ ભગવાન આત્મા જેટલા અસ્તિત્વમાં, મોજુદગીમાં છે તેટલામાં તે પૂર્ણ વસ્તુ છે. એ ચૈતન્ય રત્નાકર છે. આહાહા! ચૈતન્ય રત્ન એટલે? જ્ઞાનરત્ન, દર્શનરત્ન, આનંદરત્ન, જે સુડતાલીસ શક્તિઓ કહી તે બધા રતન છે. એક-એક રતનમાં પણ બીજા અનંતા રતનનું રૂપ છે. એવો જે ભગવાન ચૈતન્ય રત્નાકર ! ભગવાન આત્મા તે સ્વવસ્તુ છે. તેને અહીં શુધ્ધ જીવદ્રવ્ય કહ્યું, રત્નાકરનો અર્થ મહાસમુદ્ર કર્યો. ભાવાર્થ આમ છે કે - જીવદ્રવ્ય સમુદ્રની ઉપમા દઈને કહેવામાં આવ્યું છે, ત્યાં એટલું કહેતાં દ્રવ્યાર્થિકનયથી એક છે,પર્યાયાર્થિકનયથી અનેક છે.” વસ્તુ તરીકે દેખતાં તો દ્રવ્ય એક જ સ્વરૂપે છે. પણ તેજ વસ્તુ પર્યાયાર્થિકનયથી અનેકરૂપ છે. તે પર્યાયોથી - અવસ્થાઓથી અનેકરૂપ છે. સમયસાર અગિયાર ગાથામાં પર્યાય નથી, પર્યાય જૂઠી છે, અભૂતાર્થ છે એમ જે કહ્યું હતું તે તો ત્યાં પર્યાયને ગૌણ કરીને કહ્યું હતું. અહીંયા કહે છે કે – પર્યાયો વિધમાન છતી છે. કઈ પર્યાયો? નિર્મળ પર્યાયો? ચૈતન્ય રત્નાકર છે તે એકરૂપ વસ્તુ છે. પર્યાયથી જુઓ તો અનેક પર્યાયોથી તે અનેકરૂપ છે. જેમ સમુદ્ર એક છે, તેને તરંગાવલિથી એટલે ઉછાળા મારતા તરંગોના પ્રવાહથી-શ્રેણીથી અનેક છે. “સરુતિelfમ:” સમુદ્રના પક્ષ તરંગાવલિ, જીવના પક્ષે એક જ્ઞાનગુણના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઇત્યાદિ અનેક ભેદ, તેમના દ્વારા (વાતિ) પોતાના બળથી અનાદિ કાળથી પરિણમી રહ્યો છે.” જ્ઞાનગુણના પાંચ ભેદ મતિજ્ઞાન આદિ જે પર્યાયો, અતીન્દ્રિય આનંદ આદિની જે પર્યાયો, વીર્યની રચના આદિ અનંતગુણની પર્યાય જે વર્તમાન થાય છે તે પોતાના બળથી થાય છે. કર્માદિનો અભાવ થયો માટે ત્યાં અનંતજ્ઞાન, અનંત આનંદની ધારા આવી એમ નથી. તે પોતાના સ્વયંના પુરુષાર્થથી થઈ છે. કેમ કે – વીર્ય નામનો જે ગુણ છે તેનું કાર્યઅનંત નિર્મળ પર્યાયની રચના કરવી તે તેનું કાર્ય છે. વિકારની રચના કરવી એ વસ્તુની વાત અત્યારે અહીંયા નથી. ભાષા તો જેમ છે તેમ છે. જેમ દ્રવ્ય શુધ્ધ છે... તેમ તેના પરિણામ શુધ્ધ લેવા છે. વસ્તુ આવી આકરી છે. વસ્તુ જેમાં જણાય છે....એ ચૈતન્ય સત્તાવાળી વસ્તુ છે. જેમાં જણાય છે.....એમાં પર જણાય છે એ નહીં. ચૈતન્ય સત્તા હોવાપણે છે તેમાં આ (રાગાદિ પર) જણાય છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. જે જાણનારો છે તેને અર્થાત્ તે સંબંધીના જ્ઞાનને જાણે છે. જાણનારો પોતાને જાણે છે. સમજાણું કાંઈ ? આવી ચૈતન્ય સત્તા સમુદ્ર એકરૂપ હોવા છતાં...તરંગાવલિથી અનેકરૂપ છે. તરંગની આવલીનો પ્રવાહ છે. તેમ ભગવાન આત્મા વસ્તુએ એક છે પણ અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન આદિની પર્યાયો – તરંગાવલિથી અનેક છે એટલું સિધ્ધ કરવું છે. પછી બીજી વાત સિધ્ધ કરશે.
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy