SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ કલશ-૧૪૧ ૩૭૯ “તેમના દ્વારા પોતાના બળથી અનાદિ કાળથી પરિણમી રહ્યો છે.” ભાષા આ રીતે છે. અહીંયા અશુદ્ધપણે પરિણમે છે એ વાત ગૌણ કરી છે. અહીં તો અનાદિથી તેનો સ્વભાવ જ એવો છે કે તે શુધ્ધ છે. (શુધ્ધના લક્ષે) તેનું પરિણમન શુધ્ધ થાય છે એ પોતાના બળથી થાય છે. એ પોતાના પુરુષાર્થથી – વીર્યથી અનંતગુણની નિર્મળ પર્યાયનો રચનારો છે. નિર્મળ પર્યાય એ વીર્યગુણનું કાર્ય છે. ૪૭ શક્તિમાં વીર્યગુણ છે. તેની વ્યાખ્યામાં આવે છે કે – સ્વરૂપની નિર્મળ રચના કરવી. રાગની રચના અને પરની રચના એ વાત અહીં નથી. પરની રચના તો તે કરી શક્તો નથી. દયા-દાન, કામ-ક્રોધની રચના, આત્મબળ નામ શક્તિ કરી શકતી નથી. જેટલા પુણ્ય અને પાપભાવની રચના થાય તે સ્વવીર્ય નહીં, એતો નપુંસકતા છે. સ્વવીર્ય તો સ્વરૂપની નિર્મળ રચના કરે એવો જ તેનો ગુણ છે. એકરૂપ રહીને અનેકરૂપ થવું તેવો તેનો સ્વભાવ છે. કેવો છે? “મિન્નર:” જેટલા પર્યાયો છે તેમનાથી ભિન્ન સત્તા નથી. એક જ સત્ત્વ છે.” પર્યાય-પર્યાય એમ મતિ, શ્રત અવધિ, મન:પર્યય આદિના ભેદ પાડો તો તે ભેદ છે. તે ભેદની પુષ્ટિ નથી કરતા, એ ભેદ અભેદને અભિનંદે છે. સમયસાર ૨૦૪ ગાથાની ટીકામાં છે, તેનો જ આ શ્લોક છે. આહાહા! સાધકને જે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય પ્રગટ થયાં તે તો એક પરને જાણવાની સંપદા છે. કૈવલ્ય એ સંપદાને પ્રગટ કરતો પોતાના બળથી અનેકરૂપ થાય છે. તે અનેકરૂપ હોવા છતાં એકરૂપમાં ફેરફાર વધઘટ થતી નથી. પર્યાયમાં શુધ્ધિની વૃધ્ધિ અનેક થવા છતાં તે વસ્તુ એ તો ત્રિકાળી એકરૂપ જ રહે છે...તે એક વાત. હવે બીજી વાત એ કે તેને પર્યાયમાં જે પરિપૂર્ણતા પ્રગટ થાય...તેનું જેટલું સામર્થ્ય પહેલે સમયે છે....તેટલું જ સામર્થ્ય બીજે સમયે, ત્રીજે સમયે, ચોથે સમયે એ બધાનો સરવાળો કરીને એ પર્યાયનું સામર્થ્ય પૂર્ણ થાય છે એમ નથી. દ્રવ્ય જેમ એકરૂપ સામર્થ્યવાનું છે તેમ પૂર્ણ પર્યાય પણ પૂર્ણ સામર્થ્યવાળી છે. વીતરાગ ભાવ જેમ એકરૂપે છે તેમ કેવળજ્ઞાન પર્યાય વીતરાગરૂપે છે ને!? એ વીતરાગ ભાવનો પહેલે સમયે જે પર્યાય થયો, બીજે સમયે તેવો તેમ સાદિ અનંતકાળની પર્યાયો એ બધાનો સરવાળો થઈને અવિભાગ પ્રતિચ્છેદ અનંતગુણા થયા એમ નથી. આ તે કાંઈ વાત છે. !! વસ્તુમાંથી અનંત કેવળજ્ઞાન પ્રગટે તો પણ વસ્તુ એકસરખી રહે છે. પર્યાયોમાં, અનેક પર્યાય થાય છતાં પર્યાયો (વધઘટ વિનાની) એક જ સરખી થાય છે. ઘણી પર્યાયોનો સમુદાય થાય તો પર્યાયના (સામર્થ્યની) તાકાત વધે છે એમ નથી. અહીં પાઠમાં “તરંગાવલિ' એવો શબ્દ વાપર્યો છે. “વ: પિ મને વમવન” સત્તા સ્વરૂપે એક છે, તથાપિ અંશ - ભેદ કરતાં અનેક છે. પર્યાય કહો કે – અંશ કહો એક જ વાત છે. વળી કેવો છે? “અદ્વૈતનિધિ:” અનંતકાળ સુધી ચારે ગતિઓમાં ભમતા જેવું સુખ
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy