SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮) કલશામૃત ભાગ-૪ કયાંય પામ્યો નહીં. એવા સુખનું નિધાન છે” ચારેય ગતિઓમાં ભમવા છતાં કયાંય શાંતિ ન હતી. કેમકે – ચાર ગતિમાં કયાંય સુખ નથી. સ્વર્ગમાં કે શેઠાઈમાં ક્યાંય સુખ નથી. એવું સુખ કયાંય પામ્યો નહીં એવા સુખનું નિધાન છે. અદભૂત નિધિ” ની વ્યાખ્યા કરી-અનંત કાળથી ચાર ગતિમાં રખડતાં તે અબજોપતિ મનુષ્ય થયો, મોટો ઇન્દ્ર થયો, નવમી રૈવેયકનો અર્મઇન્દ્ર થયો..... પણ ત્યાં કયાંય સુખ નથી. એવો – અદ્ભૂત નિધિ, સુખની આશ્ચર્યકારી ખાણ તે આત્મા છે એમ કહે છે. આહાહા ! પોતાના જ્ઞાન પર્યાયમાં પર વસ્તુની અનેકતા જણાતાં...તેની કયાંય વિશેષતા લાગી જાય તો તેનો અર્થ એ થયો કે – તેમાં સુખ છે. પોતાની જે વિશેષતા છે અખંડ અતીન્દ્રિયમયી તે તેને ભાસી નહીં. તેનું વીર્ય પોતાના સિવાય કયાંય પણ –શરીર, મન, વચન, વાણી, લક્ષ્મી-પૈસા, આબરૂ, મકાન આદિ તેમાં કાંઈક આશ્ચર્યકારી છે – ઠીક છે એવું વીર્ય તેમાં ઉલ્લસિત થતાં તેને પરમાં સુખની બુધ્ધિ થઈ. કહે છે – એમાં તેને કયાંય સુખ ન હતું. આવી સ્થિતિ અનંતવાર ભજી. પરમાં વિસ્મયતા, અભૂતતા ભાસી કે – શરીર સુંદર હોય તો ઠીક, પૈસા ઠીક હોય, મકાન ઠીક હોય, પત્ની ઠીક હોય ...વગેરે અંદરમાં પોતાના સિવાય પરની વિશેષતા લાગી. શ્રી સમયસાર ગાથા – ૩૧ માં કહ્યું છે કે –“TIીવાઘિય મુઃિ માતં” આ આત્મા પરથી અધિક નામ જુદો છે. તેમ અધિક'- જુદો ભાસવો જોઈએ તેને ઠેકાણે બીજી જગતની ચીજમાં, પછી તે પૈસા હો, શરીરની સુંદર આકૃતિ આદિમાં વિશેષતા ભાસે છે તેને આત્માથી જુદાપણામાં અધિકપણું ભાસ્યું છે. અહીં કહે છે – એ સુખનું નિધાન છે. બહારમાં કયાંય સુખ નથી. સુખ નથી એટલે? વીર્યનું ઉલ્લસિતપણું આવે એવી ચીજ કયાંય નથી. વીર્યનું ઉલ્લસિતપણું આવે તેવું અદ્ભુત સુખ આત્મામાં છે. સમજાણું કાંઈ? “વળી કેવો છે?” “યસ્થ : સંવેન વ્યવ: સ્વયં ૩ઋત્તિ જે દ્રવ્યને (સુHT:) પ્રત્યક્ષપણે વિધમાન સંવેદન અર્થાત્ જ્ઞાન, તેની વ્યક્તિઓ અર્થાત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક પર્યાયરૂપ અંશભેદ,” આગળ એ વાત કહી કે – પર્યાયો અનેક છે. હવે અહીંયા ભાગ જરા બીજો પાડવો છે. (રૂમી:) એમ છે ને!? આનંદની પર્યાય, અનંતગુણની પર્યાય ઇત્યાદિ અનેક પર્યાયો અંશ ભેદ છે. પરમ અધ્યાત્મ તરંગિણી – શુભચંદ્ર આચાર્યની ટીકામાં એમ કહ્યું છે કે – સમુદ્ર આખો એક છે. હવે એ સમુદ્રને ઉત્તરનો સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, દક્ષિણનો સમુદ્ર, એવા ભાગ પાડીને કહે તો પણ એ સમુદ્રનો અંશ – ભાગ છે. તેમ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ છે, તેમાં આ આનંદની પર્યાય, જ્ઞાનની પર્યાય, સુખની પર્યાય એવા ભાગ પાડીને કહેવું એ અંશભેદ છે......એ વસ્તુનો એક ભાગ છે. સમ્યકદર્શન-જ્ઞાન - આનંદની જે નિર્મળ પર્યાય પ્રગટી તે
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy