SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ કલશામૃત ભાગ-૪ (શાર્દૂલવિક્રીડિત ) अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव । यस्याभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन् वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः०।। ९-१४१।। ખંડાન્વય સહિત અર્થ:- “સ: ૫: ચૈતન્યરત્નાર:” (સ: પૃષ: ) જેનું સ્વરૂપ કહ્યું છે તથા કહેશે એવો ( ચૈતન્યરત્નાર: ) જીવદ્રવ્યરૂપી મહાસમુદ્ર, [ ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય સમુદ્રની ઉપમા દઈને કહેવામાં આવ્યું છે, ત્યાં એટલું કહેતાં દ્રવ્યાર્થિકનયથી એક છે, પર્યાયાર્થિકનયથી અનેક છે; જેમ સમુદ્ર એક છે, તરંગાવલિથી અનેક છે; ] “ઇલિામિ:” સમુદ્રના પક્ષે તરંગાવલિ, જીવના પક્ષે એક જ્ઞાનગુણના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, ઇત્યાદિ અનેક ભેદ, તેમના દ્વારા “વાતિ” પોતાના બળથી અનાદિ કાળથી પરિણમી રહ્યો છે. કેવો છે ? “અમિનરલ્સ:” જેટલા પર્યાયો છે તેમનાથી ભિન્ન સત્તા નથી, એક જ સત્ત્વ છે. વળી કેવો છે ? “ભગવાન” જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય ઇત્યાદિ અનેક ગુણોએ બિ૨ાજમાન છે. વળી કેવો છે ? “y: અપિ અને॰ીમવન્” (પૃ: અપિ ) સત્તાસ્વરૂપે એક છે તથાપિ (અનેીમવન્) અંશભેદ કરતાં અનેક છે. વળી કેવો છે? “ અદ્ભુતનિધિ:” ( અદ્ભુત) અનંત કાળ સુધી ચારે ગતિઓમાં ભમતાં જેવું સુખ કયાંય પામ્યો નહિ એવા સુખનું (નિધિ: ) નિધાન છે. વળી કેવો છે ? “ યસ્ય ફમા: સંવેવનવ્યય: .. સ્વયં ઇચ્છન્તિ”( યસ્ય ) જે દ્રવ્યને ( જ્ઞ: ) પ્રત્યક્ષપણે વિધમાન (સંવેદ્દન) સંવેદન અર્થાત્ જ્ઞાન, તેની ( વ્યય:) વ્યક્તિઓ અર્થાત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક પર્યાયરૂપ અંશભેદ, ( સ્વયં) દ્રવ્યનું સહજ એવું જ છે તે કા૨ણથી (ઉત્ત્પત્તિ) અવશ્ય પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે-કોઈ આશંકા ક૨શે કે જ્ઞાન તો જ્ઞાનમાત્ર છે, આવા જે મતિજ્ઞાન આદિ પાંચ ભેદ તે શા કારણે છે ? સમાધાન આ પ્રમાણે છે કે-જ્ઞાનના પર્યાય છે, વિરુદ્ધ તો કાંઈ નથી, વસ્તુનું એવું જ સહજ છે; પર્યાયમાત્ર વિચારતાં મતિ આદિ પાંચ ભેદ વિધમાન છે, વસ્તુમાત્ર અનુભવતાં જ્ઞાનમાત્ર છે; વિકલ્પો જેટલા છે તેટલા બધા જૂઠા છે, કેમ કે વિકલ્પ કોઈ વસ્તુ નથી, વસ્તુ તો જ્ઞાનમાત્ર છે. કેવી છે સંવેદનવ્યક્તિઓ ? ( અચ્છાા: )નિર્મળથી પણ નિર્મળ છે. ભાવાર્થ આમ છે કે-કોઈ એમ માનશે કે જેટલા જ્ઞાનના પર્યાય છે તે સમસ્ત અશુદ્ધરૂપ છે, પરંતુ એમ તો નથી, કા૨ણ કે જેમ જ્ઞાન શુદ્ધ છે તેમ જ્ઞાનના પર્યાય વસ્તુનું સ્વરૂપ છે તેથી શુદ્ધસ્વરૂપ છે. પરંતુ એક વિશેષ-પર્યાયમાત્રને અવધારતાં વિકલ્પ ઊપજે છે, અનુભવ નિર્વિકલ્પ છે, તેથી વસ્તુમાત્ર અનુભવતાં સમસ્ત પર્યાયો પણ જ્ઞાનમાત્ર છે, તેથી
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy