SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ અહીંયા કહે છે કે – આત્મામાં અનંતજ્ઞાનરૂપી લક્ષ્મી પડી છે. આત્મામાં અનંત અતીન્દ્રિય આનંદરૂપી લક્ષ્મી પડી છે. આત્મામાં ઈશ્વરતારૂપ પ્રભુતા પડી છે. ‘પરામા’ પરમ ઉત્કૃષ્ટ, ‘મા’ નામ પોતાના જ્ઞાન ને આનંદની લક્ષ્મી... હતી તે પર્યાયમાં પ્રગટ થઈ ગઈ. ઉત્કૃષ્ટ લક્ષ્મી પ્રગટ થઈ ગઈ. સમજમાં આવ્યું ? ( જયચંદજી ) પંડિત ( સમયસારમાં ) બધી જગ્યાએ આ અર્થ ક૨ે છે. જ્યારે (૫૨મ અધ્યાત્મ તરંગિણીમાં ) શુભચંદ્રઆચાર્ય સંસ્કૃત ટીકામાં આવો અર્થ કરે છે. ‘પરમં - પરĪ - ઉત્કૃષ્ટ - મા - સર્વવસ્તુ પરિચ્છેવિા જ્ઞાનશવિત્તપા લક્ષ્મી विद्यते यस्त तत्” કલશ-૧૩૨ આહાહા ! આત્મા, આત્મામાં પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરીને, મિથ્યાત્વ અને અનંતાનુબંધી ને આસ્રવને રોકીને, કેમકે સમકિતી – જ્ઞાનીને પણ હજુ ( અસ્થિરતાના ) શુભાશુભ પરિણામ આવે છે. એ શુભાશુભ પરિણામને રોકીને તે સ્વરૂપમાં લીન થયો. તો ચારિત્ર રમણતા થઈ તો અહીં કહે છે કે – “પરમામ્ પાત્” ઉત્કૃષ્ટ જ્ઞાન ને આનંદ લક્ષ્મી પ્રગટ થઈ. આ તમારી ધૂળની લક્ષ્મી નહીં. આ શેઠિયા રહ્યા કરોડપતિ ( અર્થાત્ ) ધૂળપતિ. નિર્જરા અધિકા૨માં કહ્યું છે કે – ધૂળના પતિ માને તે જડ છે. જેમ ભેંસ હોય તેનો ઘણી તો પાડો હોય છે. એમ પોતાને જડ—લક્ષ્મીનો ઘણી માને તે જડ છે. અહીંયા તો આવી ( વાત ) છે ભાઈ ! અહીંયા કોઈને માખણ લગાવવું એવું છે નહીં. નિર્જરા અધિકા૨માં કહ્યું છે કે – જેમ પત્નીનો પતિ છે, નરનો ઇન્દ્ર રાજા નરેન્દ્ર છે, ભેંસનો ધણી પાડો છે તેમ આ પૈસાનો – લક્ષ્મીનો ધણી જડ છે. જડ લક્ષ્મીને જે મારી માને છે તે જડ છે. દુનિયા પાગલ છે, પાગલ તો પાગલ જેવી કિંમત કરે. - આહાહા ! અહીંયા જેને આત્મલક્ષ્મી પ્રગટ તેની વાત છે. ‘પરામા’-‘પરમમ્’ એમ કહ્યું ને ! ( પરામા ) એટલે શુભાશુભભાવ છે તે પૂર્ણપૂણે રોકાઈ ગયા. અને પૂર્ણ શુદ્ધતા અંત૨ લક્ષ્મી પ્રગટી. અનંતજ્ઞાન, અનંત આનંદ, અનંત સુખ આદિ પ્રગટ થયા તે ૫૨મ લક્ષ્મી નામ મહાઉત્કૃષ્ટ લક્ષ્મી પર્યાયમાં પ્રગટ થઈ ગઈ. (સ્વરૂપમાં ) હતી તે દશામાં પ્રગટ થઈ ગઈ. આત્મામાં અનંત... અનંત સ્વચ્છતા પડી છે. અનંત સ્વચ્છતા પ્રભુમાં પડી છે. ભાઈ ! તને ખબર નથી. ત્રિકાળી સ્વચ્છતા અનંત... અનંત તારામાં પડી છે પ્રભુ! એ સ્વચ્છતા, અનંત આનંદ, અનંતજ્ઞાનનો આશ્રય લઈ, જેણે પોતાની પર્યાયમાં અનંત લક્ષ્મી પ્રગટ કરી તેણે આસ્રવને રોકી દીધો કહે છે કે ‘પા’ ઉત્કૃષ્ટ મહાલક્ષ્મી તને પ્રગટ થઈ. અમે તો જોયું છે ને ! આખી જિંદગી નિવૃત્તિ ૮૮ વર્ષ થયા... . પહેલેથી ઘ૨માં, દુકાન ઉ૫૨ હોઈએ તેમાંથી નિવૃત્તિ લઈ લેતા ૬૯ વર્ષથી નિવૃત્તિ છે. એક શેઠ હતો તે ગામનું બહુ કામ કરતો હતો. એને મરણ ટાણે એવી પીડા.... મ૨ણ વખતે શેઠિયાઓ તેને જોવા જાય, આબરૂદાર શેઠિયા જોવા જાય... કેમ છે ભાઈ ! ત્યારે તે કહે - અરેરે ! મેં મારું કાંઈ કર્યું નહીં, મેં ગામની પંચાતમાં રોકાઈ મારી જિંદગી ગુમાવી દીધી. મરતી વખતે આંસુની ધારા વહી જતી હતી.
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy