SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ કલશામૃત ભાગ-૪ નિર્જરા છે? શુભભાવથી શું થયું? એકોત્તરની સાલમાં સ્વપ્ન આવ્યું હતું કે - આખા આકાશમાં શાસ્ત્રો (લખેલાં) પાટિયા – પાટિયા – આવડા મોટા લાંબા પહોળા.. શાસ્ત્રો લખેલાં પાટિયાં આખા આકાશમાં આમથી જુઓ તો આમ સુધી અને આમથી જુઓ તો આમ સુધી એવું સ્વપ્ન આવ્યું હતું કે આખા આકાશમાં શાસ્ત્રો શાસ્ત્રો છૂટા... છૂટા છે આખું પહોળું અને આટલું ઊંચું એવા એવા પાટિયા આખા આકાશમાં અને કુદરતી બન્યું એવું. એક વખત આખા આકાશમાં ચંદ્ર જોયેલો. છઠ્ઠનો ચંદ્ર હોય ને! જેમ બીજનો હોય તેમ આ છઠ્ઠનો ચંદ્ર હોય એવા લાખો કરોડો ઠેઠ અહીંથી આમ અને અહીંથી આમ. હું બહાર ઊભો હતો ખુલ્લો અને આખા આકાશમાં ચંદ્ર ચંદ્ર, લાખો.. કરોડો ચંદ્ર. છઠ્ઠના જેવા ચંદ્ર આખા આકાશમાં. આહાહા! આ વાણી વીતરાગની મુનિની છે. છઠે ગુણસ્થાને ત્રણ કષાયનો અભાવ છે. વીતરાગ – વીતરાગ વીતરાગ દશા પ્રગટ થઈ છે. ત્યાં ચોથું, પાંચમું, છઠું છે ત્યારે જેટલો પંચમહાવ્રતનો વિકલ્પ આવે છે એટલો આસ્રવ ને દુઃખ છે, એટલું બંધન છે. સમયસાર નાટકમાં મોક્ષદ્વારમાં ૪૦ માં પધમાં આવ્યું હતું ને કે – તા વાર નાપંથ ફત, ઉત સિવ મારા નોરા परमादी जगकौं धुकै, अपरमादि सिव ओर" ।। મુનિને જેટલો વિકલ્પ ઊઠયો... પંચ મહાવ્રત ભક્તિનો એ જગપંથ છે. બનારસીદાસ મોક્ષ અધિકારના ૪૦ માં બોલમાં કહે છે. રાગ તે જગપંથ નામ સંસારપંથ છે. “લત સિવ મારા નોર” અંદર જેટલો ભગવાન આનંદના નાથમાં લીન થયો છે એ શિવમાર્ગ છે. “પરમાવી ન " મુનિ જે સાચા સંત છે તેને પંચમહાવ્રતના પરિણામ આવે એ પ્રમાદી છે. એ “પરમાદી જગક ધુકૈ” એતો જડ ભાવમાં. જગ માર્ગમાં ઝૂકી ગયા છે. એમ કહે છે. જગમાં એટલે સંસારમાં (સાધકને) રાગ છે એટલો સંસાર છે. આવી વાતો છે બાપુ ! આ તો ત્રણલોકના નાથ વીતરાગ સર્વજ્ઞ જિનેન્દ્રની વાત છે. અનંત તીર્થંકરો થયા, મહાવિદેહમાં લાખો કેવળીઓ વિચરે છે, અત્યારે તીર્થકરો વીસ વિચરે છે, હવે પછી અનંત તીર્થંકરો થશે એ બધાનો એક અવાજ છે. શું કહ્યું જુઓ! શુદ્ધ સ્વરૂપનો અનુભવ કેટલા કાળ સુધી કરવા જેવો છે? અખંડિત ધારાપ્રવાહ આસ્વાદ કરવા જેવો છે. સમ્યગ્દર્શન થઈ ગયું માટે બધું ચારિત્ર) થઈ ગયું એમ નથી બાપુ! તેટલા કાળ સુધી અખંડિત ધારાપ્રવાહરૂપ કરવા યોગ્ય છે.” કેટલો કાળ? “યાવત TRIત વ્યુત્વા જ્ઞાનં જ્ઞાને પ્રતિકતે” કે જેટલા કાળમાં પરથી છૂટીને આત્મા (જ્ઞાન) શુદ્ધસ્વરૂપમાં એકરૂપ પરિણમે” ત્યાં સુધી અંદરમાં રહેવા જેવું છે, બહારમાં નીકળવા જેવું નથી. (યાવ) “જેટલા કાળ સુધી” જ્યારે પૂર્ણપણે રાગથી રહિત થઈને સ્વરૂપમાં કરી
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy