SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ કલશ-૧૧૬ ૪૩ જાણવાવાળો રહે છે. જ્યારે અજ્ઞાની રાગનો કર્તા થાય છે, રાગનો ભોક્તા થાય છે... તેથી તે ઝેરના પ્યાલા પીવે છે. સમકિતીને જ્ઞાન ચેતના હોવાથી તે આનંદના પ્યાલા પીવે છે, એમ કહે છે. કેટલાક તો એમ કહે છે કે આ તો બધી નિશ્ચયની વાતું છે. નિશ્ચય એટલે સત્ય. વ્યવહા૨ની વાતો આરોપીત હો પરંતુ તેનું જાણવું આત્માનો સ્વભાવ છે. આવા વ્યવહા૨ને લોકો માને છે ને... કે વ્રત કર્યા ને તપ કર્યા ! અહીંયા કહે છે આવું પરિણમન સમ્યગ્દષ્ટિને નથી. કેવું (પરિણમન ) નથી ! આ જ્ઞેય ઇષ્ટ છે અને આ અનિષ્ટ છે. અનિષ્ટ માનીને (તેના પ્રત્યે ) દ્વેષ અને ઇષ્ટ માનીને રાગ (ક૨વો) એવી અશુધ્ધ પરિણતિ ધર્મીને હોતી નથી. જ્ઞાનીને અસ્થિરતાનો રાગ છે તેનો પણ તે જાણવા-દેખવાવાળો ૨હે છે... એમ સિદ્ધ કરવું છે. સાધકને આસકિતનો ભાવ થાય છે પરંતુ તેમાં તેની ઇષ્ટ અનિષ્ટપણાની માન્યતાનો ભાવ નથી. પરંતુ તે આસક્તિના ભાવનો પણ જાણવાવાળો છે એમ અહીંયા સિદ્ધ કરે છે. આસક્તિના ભાવનો કર્તા અને ભોક્તા છે નહીં. આવો માર્ગ છે. કોને ક્યાં (પડી છે!) મુંબઈમાં સાંભળવા મળે એવું છે ? આખો દિવસ પાપની પિંજણમાં ( રોકાઈ ગયો ). ધૂળમાંય પૈસા મળતા નથી... એ તો પુણ્ય હોય તો પૈસા મળે... એના ડહાપણથી ક્યાં પૈસા મળે છે? મોટા હુશિયાર હોય અને સટ્ટામાં ખોટ જાય, ભિખારા થઈ જાય લ્યો ! શ્રોતા:- આ દાખલો બધાને લાગુ પડવો જોઈએ ને ? ઉત્ત૨:- બધે લાગુ પડે છે. પાપનો ઉદય આવે તો બધું ફગી જાય... તેને ખબરેય ન પડે કે – આ ક્યાં ગયું ! શેઠાઈ જાય, પૈસા જાય, આબરુ જાય બધું જ એક સાથે જાય... એવા દાખલા તો ઘણાં જોયા છે. અમારા ઉમરાળામાં નગરશેઠ હતા. તે સ્થાનકવાસીઓના શેઠ, ગામના શેઠ હતા. માણસ ખાનદાન પણ પુણ્ય ઓછા હતા. બશેર તેલ લેવા જવું હોય તો તેની પાસે એક રૂપિયો ન હોય. ઘાંચી પાસે તેલ લેવા જાય... બશેર તેલ આપો, ઘાંચી સમજે આ માણસ પાસે પૈસા નથી, એટલે તે કહે – મોટાભાઈ આવશે એટલે આપશું હો! આવી સ્થિતિ હતી. અત્યારે મુંબઈમાં તેના છોકરાવને સારી સ્થિતિ છે. પહેલાં મોટા નગ૨શેઠ હતા, વચ્ચે આવી ( સાધારણ ) સ્થિતિ થઈ ગઈ વળી અત્યારે સારી સ્થિતિ થઈ ગઈ... આમ ફે૨ફા૨ થાય. તમારી મોટરનો ડ્રાઈવર કહેતો હતો કે – ચડતી પડતી, તડકા ને છાંયા આવે. છાંયા હોય તડકો થઈ જાય, તડકો હોય તો છાંયો થઈ જાય. આમ ચલતી ફિરતી છાંયા છે બાપુ ! અમે જયપુર જ્યાં ઊતરેલા ત્યાંથી નીચે ઊતરી અને વ્યાખ્યાન કરવા જવાનું હતું. ત્યાં એક માણસ નીકળ્યો તે ૭૫–૮૦ વર્ષનો હતો. કપડાં જીર્ણ થઈ ગયેલાં, માથે ટાલ અને હાથમાં કટોરો. એ... મા-બાપ પૈસા આપોને ! મારી નજર તેના ઉ૫૨ ગઈ... પછી મેં કહ્યું-ભાઈ ! આ માણસ ગરીબ નથી, ગમે તેમ થયું હો ! પરંતુ એના મોં ઉપ૨થી અને તેના માથે ટાલ છે!!ત્યાં એક બીજો માણસ તેને ઓળખતો હતો, તે કહે સાહેબ ! આ ઝવેરીનો દિકરો છે. જયપુરના
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy