SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ કલશ-૧૨૪ ૧૨૧ (મદાક્રાન્તા) रागादीनां झगिति विगमात्सर्वतोऽप्यास्रवाणां नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः। स्फारस्फारैः स्वरसविसरै: प्लावयत्सर्वभावा नालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत् ।।१२-१२४ ।। ખંડાન્વય સહિત અર્થ “તત જ્ઞાનનું ઉન્મન” (ત) જેવો કહ્યો છે તેવો શુદ્ધ (જ્ઞાનમ) શુદ્ધચૈતન્યપ્રકાશ (૩નનમ) પ્રગટ થયો. જેને જ્ઞાન અર્થાત્ શુદ્ધચૈતન્યપ્રકાશ પ્રગટ થયો તે જીવ કેવો છે? “મિ9િ વસ્તુ અન્તઃ સમ્પશ્યત:”(વિક્રમ 9િ વસ્તુ) નિર્વિકલ્પસત્તામાત્ર કોઈ વસ્તુ, તેને (કન્ત: સમ્પત:) ભાવશ્રુતજ્ઞાન વડે પ્રત્યક્ષપણે અવલંબે છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધસ્વરૂપના અનુભવના કાળે જીવ કાષ્ઠની માફક જડ છે એમ પણ નથી, સામાન્યપણે સવિકલ્પી જીવની માફક વિકલ્પી પણ નથી, ભાવશ્રુતજ્ઞાન વડે કોઈ નિર્વિકલ્પવસ્તુમાત્રને અવલંબે છે, અવશ્ય અવલંબે છે. “પર” આવા અવલંબનને વચનદ્વારથી કહેવાને સમર્થપણું નથી, તેથી કહી શકાય નહિ. કેવો છે શુદ્ધ જ્ઞાનપ્રકાશ?“નિત્યોદ્યોત” અવિનાશી છે પ્રકાશ જેનો. શા કારણથી? “ITલીનાં ક્ષતિ વિમાન” (રવીનાં) રાગ-દ્વેષ-મોહની જાતિના છે જેટલા અસંખ્યાત લોકમાત્ર અશુધ્ધપરિણામ તેમનો (તિ વામા ) તત્કાળ વિનાશ થવાથી. કેવા છે અશુધ્ધપરિણામ? “સર્વત: પિ મારવા (સર્વત: પિ) સર્વથા પ્રકારે (માસવાળાં) આસવ એવું નામ-સંજ્ઞા છે જેમની, એવા છે. ભાવાર્થ આમ છે કેજીવના અશુધ્ધ રાગાદિ પરિણામોને સાચું આસવપણું ઘટે છે. તેમનું નિમિત્ત પામીને કર્મરૂપ આવે છે જે પુદ્ગલની વર્ગણાઓ તે તો અશુધ્ધપરિણામના સહારાની છે, તેથી તેમની શી વાત? પરિણામો શુદ્ધ થતાં તે સહજ જ મટે છે. વળી કેવું છે શુદ્ધજ્ઞાન? “સર્વમાનિસ્તાવન"(સર્વમાવાન) જેટલી શેય વસ્તુ અતીત-અનાગત-વર્તમાનપર્યાય સહિત છે તેમને (Hવયન) પોતામાં પ્રતિબિંબિત કરતું થયું. કોના વડે? “સ્વરસવિસરે.” (સ્વર) ચિતૂપ ગુણ, તેની (વિસરે:) અનંત શક્તિ, તેના વડે. કેવી છે તે? “IRા :”( ૨) અનંત શક્તિ, તેનાથી પણ (wારે:) અનંતાનંતગણી છે. ભાવાર્થ આમ છે કે દ્રવ્યો અનંત છે, તેમનાથી પર્યાયભેદ અનંતગણ છે. તે સમસ્ત યોથી જ્ઞાનની અનંતગણી શક્તિ છે. એવો દ્રવ્યનો સ્વભાવ છે. વળી કેવું છે શુદ્ધ જ્ઞાન? “લીનોવેત્તાન વિનમ્” સકળ કર્મોનો ક્ષય થતાં જેવું નીપજ્યું તેવું જ અનંત કાળ પર્યંત રહેશે, કયારેય અન્યથા થશે નહિ. વળી કેવું છે શુદ્ધ જ્ઞાન? “તુ” ત્રણ લોકમાં જેના સુખરૂપ પરિણમનનું દૃષ્ટાંત નથી-આવો શુદ્ધ જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો. ૧૨-૧૨૪.
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy