SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ કલશ-૧૪૨ ४०७ ગ્રાહ્ય” થઈ શકે તેવો નથી. લોકોને આ આકરું લાગે છે. એ વાત સોનગઢની છે એમ કહે છે. આહાહા ! તારા સ્વરૂપની વાત છે......પ્રભુ! વચનામૃતમાં બેને એક બોલમાં કહ્યું છે ને કે – “દ્રવ્ય તેને કહીએ જેના કાર્ય માટે અનેરા દ્રવ્યની રાહ જોવી ન પડે.” બહુ સાદી ભાષા અને તેમાં બાર અંગનો મર્મ. દ્રવ્ય તેને કહીએ - ચૈતન્ય ભગવાન તેને કહીએ કે જેના નિર્મળ કાર્ય માટે અનેરા દ્રવ્યની રાહ જોવી ન પડે. જેમ પુત્રમાં પિતાનો અણસાર આવે તેમ મોક્ષમાર્ગી જીવમાં વીતરાગનો અણસાર આવે છે. એકસો એકસઠ પેઈજ ઉપર છે. જેમ પિતાનો અણસાર પુત્રમાં દેખાય છે તેમ જિનવરનો અણસાર મુનિરાજમાં દેખાય છે. પરમાત્મા વીતરાગી બિંબપણે દેખાય છે. જેવું બિંબ-શાંત રસપણે છે તેવી શાંતરસની ઝલક દેખાય છે. જેમ પિતાનો અણસાર પુત્રમાં દેખાય છે તેમ જિનવરનો અણસાર મુનિરાજમાં દેખાય છે. મુનિરાજ છઠે – સાતમે ગુણસ્થાને રહે તેટલો કાળ તેની શુધ્ધિની દશામાં આગળ વધ્યા વિના રહે છે તેમ નથી. ત્યાં ઊભા રહેતા જ નથી, આગળ વધતા જ જાય છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી આગળ વધતા જ જાય છે. આ મુનિની દશા છે! એકવાર જો મધ્યસ્થ બની વાંચશે તેના અંદરમાં એટલે કાળજામાં ઘા વાગી જાય એવું છે. આ પક્ષની વાત નથી, આ તો વસ્તુના સ્વરૂપની વાત છે. આ તો સાદી ભાષા છે. ચાર ચોપડીના ભણેલા સમજી શકે તેવી વાત છે. વચનામૃત પેઈજ નં. ૮૪ ઉપર દોઢ લીટી છે. “દ્રવ્ય તેને કહેવાય કે ભગવાન આત્મ દ્રવ્ય તેને કહેવાય કે – જેના કાર્ય માટે, જેના આનંદનો અનુભવ માટે, કેવળજ્ઞાનના કાર્ય માટે બીજા સાધનોની રાહ જોવી ન પડે. વસ્તુ ચૈતન્ય ભગવાન તેને કહેવાય કે – જેના નિર્મળ કાર્ય માટે અનેરા દ્રવ્યની જરૂર ન પડે. જેને કારણાન્તર અર્થાત્ વ્યવહાર રત્નત્રયની રાહ જોવી ન પડે. એ હોય તો આ થાય તેવું છે નહીં. જેમ કનકને કાટ ન હોય, અગ્નિમાં ઉધ્ધઈ ન હોય તેમ ત્રણલોકના નાથ પરમાત્મા! તેના દ્રવ્ય સ્વભાવમાં આવરણ ન હોય ! તેના દ્રવ્ય સ્વભાવમાં ઉણપ ન હોય ! તેનાં દ્રવ્ય સ્વભાવમાં અશુદ્ધતા ન હોય! સમજાય છે કાંઈ? કેવો છે મિથ્યાદેષ્ટિ જીવરાશિ? “વર્નમ: નિરયન્ત" વિશુધ્ધ શુભોપયોગરૂપ પરિણામ” “જીવરાશિ' શબ્દ છે! એટલે? મિથ્યાદેષ્ટિ જીવના ઢગલા પડયા છે. જુઓ, કર્મ એટલે કાર્ય કાર્ય એટલે વિશુધ્ધ શુભોપયોગરૂપ..એકલો શુભ-ઉપયોગ નહીં. પરંતુ વિશુધ્ધ શુભોપયોગ. “જૈનોકત સૂત્રોનું અધ્યયન” એવા પરિણામ લાખ, કરોડ કરે, અનંત કરેને !! “જીવાદિ દ્રવ્યોના સ્વરૂપનું વારંવાર સ્મરણ, પંચ પરમેષ્ઠીની ભક્તિ ઇત્યાદિ,” બહુ અધ્યયન કરે, અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની ભક્તિ “ઇત્યાદિ છે જે અનેક
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy