________________
૧૮૬
કલશામૃત ભાગ-૪ કાંઈ ન થાય.
શ્રોતા- જેવા શ્રાવક એવા જ મુનિ ! - ઉત્તર:- શ્રાવક તો આઠ મૂલગુણ પાળતા હોય. હજુ સમકિત હોય તો શ્રાવક કહેવાય. આ કાંઈ મુનિ ન કહેવાય પણ તેમને ક્યાં ભાન છે એ? વાત તો સાચી છે..... આખો માર્ગ જુદો છે બાપા! એ મારગડા જુદા તારા!
પ્રભુ! અહીંયા કહે છે કે – રાગ – ૮ષના પરિણામ અંદર તારી પર્યાયમાં હો... પણ તેનાથી જુદો પડીને.. તારા નિજ સ્વરૂપમાં લીન થા. પ્રભુ! તારામાં કંઈ માલ છે કે નહીં કે પુણ્ય – પાપ એ જ માલ છે? એ તો વિકાર છે. તું તત્ત્વ છે કે નહીં! તું આત્મા છો કે નહીં? આત્મા છે તો એનો કોઈ સ્વભાવરૂપી માલ છે કે નહીં? એના સ્વભાવરૂપી માલમાં તો અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંત શક્તિઓના સંગ્રહરૂપ પ્રભુ છે. એક એક શક્તિપણ અનંત શક્તિરૂપ (સામર્થ્યરૂપ) છે સત્ત્વ, એવો તારો માલ છે કે નહીં? આ માલની વાત ચાલે છે. પ્રભુ! તારો માલ અંદર ગોદામમાં આટલો પડ્યો છે, જેને ! એ ગુણનો ગોદામ! એ અનંત શક્તિનો સંગ્રહાલય.... સંગ્રહાલય આલય એટલે સ્થાન. અનંત સ્વભાવનો સાગર છે પ્રભુ! ત્રણ બોલ વાપર્યા છે. અનંત અનંત આનંદ આદિ ગુણોનો ગોદામ પ્રભુ છે.
મુંબઇમાં માલ લેવા જતાં ને ત્યારે ગોદામ જોયા છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે – કેસરનો ડબ્બો લેવા ગયા હતા. લગભગ સંવત ૧૯૬૮ ની વાત હશે! કેસરનું મોટું ગોદામ તેમાં કેસરના ડબ્બા હવે કેસર મોંઘું થયું છે. તે મોટો ગૃહસ્થ.... તેની મોટી વખાર... ઊંચી અને આખી ખાલી, તેમાં આખામાં કેસરના ડબ્બા ભરેલા. તેમ આ ભગવાનના ગોદામમાં તો એકલા આનંદના ડબ્બા ભર્યા છે. એક એક ગુણમાં અનંતી શક્તિ એવા ગોદામ છે ભગવાન ! એવી ચીજ પ્રભુના અંદરમાં ક્યાંય માલ છે કે નહીં? એવા સ્વરૂપની મહિમા કરી... નિજ મહિમામાં એકાગ્ર થા... એ મોક્ષનો માર્ગ છે. વચ્ચે બાહ્ય ક્રિયાકાંડ, વ્રત – નિયમ - તપ - ઉપવાસ એ બધો રાગ છે અને તે બંધનું કારણ છે. આવો માર્ગ છે બાપુ! સંસારના દુઃખનો અંત લાવવાનો આ ઉપાય છે. શુદ્ધતત્ત્વની પૂર્ણની પ્રાપ્તિ થવાનો આ જ ઉપાય છે.
(શુદ્ધતત્ત્વોપનશ્મ: મવતિ) સકળ કર્મોથી રહિત અનંત ચતુષ્ટયે વિરાજમાન એવી જે આત્મ વસ્તુ તેની પ્રાપ્તિ થાય છે;” અંદર બિરાજમાન ત્રિકાળી અને તેને પર્યાયમાં નિહાળતાં આત્મ વસ્તુની પ્રાપ્તિ થાય છે. ભગવાન આત્મા છે. તેમાં અનંત ચતુષ્ઠય મુખ્યપણે છે. અનંત ચતુષ્ઠય એટલે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંતબળ એવું મૂળ ચતુષ્ઠય તે સ્વભાવ છે. એ સિવાયની અનંતી શક્તિઓ બીજી પણ છે. અનંત જ્ઞાન છે તો એ જ્ઞાન સ્વભાવને મર્યાદા શી? આવા આત્મા તરફની એકાગ્રતાથી પર્યાયમાં અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. અરે! આવી વાતું છે.
વૈષ્ણવમાં આવે છે કે – “હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરના કામ જોને, પરથમ