________________
૧૦૨
કલશામૃત ભાગ-૪ શા કારણે? દિ તત ત્યા+IIÇ વધુ: નાસ્તિ” કારણકે શુદ્ધસ્વરૂપનો અનુભવ નહીં છૂટવાથી” ત્રિકાળી ભગવાન પરમાનંદ પ્રભુ આત્મા તેનો અનુભવ અર્થાત્ તેના અનુસારે આનંદનો અનુભવ થવો તે ત્યાગ કરવા લાયક નથી. કેમ? “તત્ સત્યાત વશ્વ: નાસ્તિ” શુદ્ધ સ્વરૂપનો અનુભવ નહીં છૂટવાથી “અત્યાતિ” નહીં છોડવાથી. પરંતુ ગ્રહણ કરવાથી.
[વશ્વ: નાસ્તિ]“જ્ઞાનાવરણાદિકર્મનો બંધ થતો નથી.” આહાહા! ભગવાન પવિત્ર પરમાત્મ સ્વરૂપ તેનો અનુભવ એક ક્ષણ પણ ત્યાગવા યોગ્ય નથી. કેમ? “તત ત્યાં ત’ અનુભવને નહીં છોડવાથી કર્મનો બંધ થતો નથી. સમજમાં આવ્યું?
અરે! દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ કરવાનો ભાવ છૂટી ગયો. એક સમયની પર્યાય ઉપર બુદ્ધિ હતી તે ત્રિકાળી જ્ઞાયક તરફ ઝુકવાથી દષ્ટિમાં આત્માનો અનુભવ થયો (અત્યાગા ) તેને નહીં છોડવાથી બંધ થતો નથી. કેમકે આત્મા પરમાત્મા સ્વરૂપે, અબંધ સ્વરૂપે છે, એ અબંધ સ્વરૂપનો; અબંધ પરિણામમાં અનુભવ થવાથી બંધ થતો નથી. અબંધ સ્વરૂપનું અબંધ પરિણમન એટલે શુદ્ધનયનો અનુભવ. એ અબંધનો અબંધ પરિણામથી અનુભવ કરવાથી બંધ થતો નથી. આહાહા ! આવી ઝીણી વાત છે. ધર્મીનું આ કાર્ય છે. ધર્મી આ કાર્ય કરે છે.
ભગવાન આત્મા પવિત્રતાનો પિંડ પ્રભુ છે તેમાં અનંત શક્તિઓ છે... અને એક-એક શક્તિમાં અનંત શક્તિના સામર્થ્યનું રૂપ છે. એવી અનંત શક્તિ અને અનંત શક્તિનું રૂપ-તેનું એકરૂપ (તેવો આત્મા) તેને શુદ્ધનયનો વિષય કહેવો છે. એ ત્રિકાળી ભગવાન આત્માનો સ્વીકાર કરવાથી અને નિમિત્તનો, રાગનો, પર્યાયનો સ્વીકાર છોડવાથી તેને બંધ થતો નથી. આહાહા ! આવો માર્ગ ! માણસને કઠિન લાગે ! અબંધ સ્વરૂપ પ્રભુ, અબદ્ધ સ્વરૂપ છે તે જૈનશાસનને બતાવવું છે. આહાહા!ચૈતન્ય સ્વરૂપ ભગવાન મુક્ત સ્વરૂપ બિરાજે છે. ત્રિકાળી દ્રવ્ય તો સદા મુક્ત સ્વરૂપ છે, તે મુક્ત સ્વરૂપનો અનુભવ તે પર્યાય થઈ, એ અનુભવ કદી છોડવા લાયક નથી.
શા કારણે? “દિ તત્ સત્યા*IIત વલ્થ: નાસ્તિ” કારણકે શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેના [ અત્યાર] નહીં છૂટવાથી” કર્મનો બંધ થતો નથી. આહાહા ! બહુ ટૂકું. એકલું માખણ છે. હજુ તો લોકોમાં દયા–દાન-વ્રત-ભક્તિ-પૂજા કરીએ તો અંદર (આત્મામાં) જવાય. ભાઈ ! એ તો શુભરાગ છે– હેય છે, તેની દૃષ્ટિ તો છોડ, અને જે એક સમયની પર્યાય છે તેમાં અબદ્ધસ્કૃષ્ટ આત્મા આવતો નથી. ચૈતન્ય ધ્રુવ જ્ઞાયક સ્વભાવ એક સમયની જ્ઞાનની પ્રગટ અવસ્થામાં, એ વસ્તુ આવતી નથી. વસ્તુ (ત્રિકાળી) પર્યાયથી પાર-ભિન્ન છે. તેને દૃષ્ટિનો વિષય બનાવી, અંતર ધ્રુવના ( લક્ષ) આનંદનું વેદન કરવાનું કહે છે. મુક્ત સ્વરૂપનું મુક્તપણે વેદન કરવું. રાગ રહિત અરાગપણે વેદન કરવું. અરે! આવી વાત છે. લોકોને તો બહારમાં આ