________________
કલશ-૧૩૯
૩૩૭
તો એ જે વર્ણ, ૨સ, ગંધ, સ્પર્શ, એ ૫૨ ચીજથી તો ભિન્ન છે, પરંતુ દયા-દાન, રાગાદિના વિકલ્પથી પણ ભિન્ન છે. પર્યાયમાં જે મતિ, શ્રુત આદિના ભેદો પડે છે તેનાથી રહિત છે. ૨૦૫ ગાથા (સમયસાર ) તેના ૫૨નો આ શ્લોક છે. મતિ, શ્રુતજ્ઞાન એ પાંચ પર્યાયો તેનો ભેદ અંદરમાં નહીં. તે પાંચ એક સ્વરૂપે ( જ્ઞાન સ્વરૂપે ) છે. ભલે શ્રુતજ્ઞાનીને કેવળજ્ઞાન નથી છતાં તેના લક્ષમાં પરોક્ષમાં ખ્યાલમાં હોય કે કેવળજ્ઞાન આવું હોય છે. એ ત૨ફના વલણથી અનુભવ થતો નથી. માર્ગ ઘણો સૂક્ષ્મ ! જન્મ મરણથી રહિત થવાનો-ભવના અંતનો ઉપાય આ છે.
આહાહા ! ભગવાન અનંત ચૈતન્ય રત્નાકર પ્રભુ છે. તેનો અનુભવ, તેનો અર્થ એ કે– તેની પર્યાયમાં ( આનંદનું ) વેદન થયું. એનું જે વેદન છે એ જ મોક્ષનું કારણ છે. વ્રત-તપ, ભક્તિ ને પૂજા એ બધા વિકલ્પો બંધનું કારણ છે.
“સમસ્ત ભેદ વિકલ્પથી રહિત નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે” એ તો અભેદ એકરૂપ સામાન્ય (તત્ત્વ છે. ) વિશેષોના ભેદથી પણ રહિત છે. આહાહા ! રાગથી રહિત છે; વર્ણ, ગંધ આદિ બહા૨ની ચીજો એનાથી રહિત છે. પરંતુ એમાં જે વિશેષો ભેદ પડે છે તેનાથી પણ રહિત છે. એકલા સામાન્ય ઉ૫૨ દૃષ્ટિ કરતાં ‘આ સામાન્ય છે' એમ તેને (લક્ષમાં ) ના હો ! કા૨ણ કે આ સામાન્ય છે અને તેની દૃષ્ટિ કરું છું....એ પણ એક ભેદ થઈ ગયો. દૃષ્ટિ જયાં અંદ૨માં વળે છે તેનો અર્થ જ એ થયો કે તેનું ધ્યેય એક સામાન્ય જ રહે છે. આ સામાન્ય છે અને તેનું લક્ષ આશ્રય કરું છું એમ નહીં. ઝીણી વાત છે. પર્યાય અને ભેદ ઉ૫૨થી લક્ષ છૂટીને તેનું લક્ષ અંદરમાં અભેદ સામાન્ય ઉ૫૨ જાય છે. એટલે એ (પર્યાયે ) સામાન્યને ધ્યેય બનાવ્યું છે તેમ કહેવામાં આવે છે આવો માર્ગ છે.
“વળી કેવું છે ?” વિપવાન્ અપવં” ચતુર્ગતિ સંસા૨ સંબંધી નાના પ્રકા૨ના દુઃખોના (અપવં) અભાવસ્વરૂપ છે.” સ્વર્ગમાં પણ આપદા અને વિપદા છે. મનુષ્યપણામાં શેઠાઈ હોય, કરોડો અબજોપતિ એ બધા આપદા વિપદાને વેદનારા છે. સંપદાનું પદ તો પ્રભુ અંદર છે. (અંત૨ સિવાયના) એ બધા આપદાના સ્થાન છે. આ બધી ઝવેરાત લાખો રૂપિયાની પેદાશ એ બધું આપદા ને વિપદા છે. એ પ્રભુ આત્માની સંપદા નહીં. આવો માર્ગ છે!?
શ્રોતા :- બહા૨ની ચીજ એ નુકશાન કરતી હશે ?
ઉત્ત૨:- નુકશાન કરે છે એમ કોણે કહ્યું ? ૫૨નું લક્ષ કરે છે ત્યારે જે રાગ થાય છે તે આપદા અને વિપદા છે.
એ ચારગતિ તે અનેક પ્રકારના દુ:ખોનું પદ છે. ભગવાન તે તો દુઃખોનું અપદ છે. પ્રભુ ચૈતન્ય આનંદ સ્વરૂપ જે છે તે ચાર ગતિના દુઃખોનું અસ્થાન છે, તેમાં દુઃખ છે નહીં, કેમકે“ભાવાર્થ આમ છે કે-આત્મા સુખ સ્વરૂપ છે, સાતા અસાતાકર્મના ઉદયના સંયોગે થાય છે જે સુખ-દુઃખ તે જીવનું સ્વરૂપ નથી, કર્મની ઉપાધિ છે.” જુઓ ! સાતા-અસાતા