________________
કલશ-૧૫૧
૫૦૫ રીતે થવાનું હતું. તેઓ મુનિ છે, આનંદના રસિયા છે. જરા વિકલ્પ ઊઠે છે ને ! તેથી એમ કહે છે- “હું મારા અનંતકાળના દુઃખને સંભારું છું તો આયુધના ઘા લાગે છે. તેનો અર્થ એ છે કેમને જે વિકલ્પ ઊઠે છે તેનું મને દુઃખ લાગે છે. હું અનંતકાળમાં ક્યાં રહ્યો? મુનિ કહે છે હોં ! જેને એક ભવ પછી મોક્ષે જવાનું છે. સ્વર્ગમાં જઈ અને પછીના ભવે મોક્ષે જવાના છે. બપોરે અધિકાર ચાલે છે તેમાં આવશે... (કોમોરવપોદો:) તેમાં લેશે કે- જેને ત્રણ ભવમાં મોક્ષે જ જવું છે. આ ભવે ભલે ન જાય ! સંસ્કૃતમાં ટીકા છે– પંચમઆરાના સાધુ છીએ તેથી અહીંયાથી સ્વર્ગમાં અને ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ જવાના. એને ત્રણ ભવ હોય છતાં પણ તે મોક્ષપંથમાં છે. ત્રીજે ભવે તો તેમને સંસારનો અંત આવીને કેવળજ્ઞાન લેશે! સાદિ અનંતકાળનું કેવળજ્ઞાન પ્રગટ થશે.
કોઈ રાજા હોય અને મહા મિથ્યાત્વને સેવતો હોય, માંસને દારૂ ન લેતો હોય.... એ જેમ છૂટીને નિગોદમાં જાય. અનંતકાળ નિગોદમાં રહી અને ત્યાંથી નીકળી એકેન્દ્રીય એવી સ્થિતિમાં જાય! અહીં તો આત્માનો અનુભવી જીવ... આત્માના અનુભવમાં રહે છે. ભલે! થોડો રાગ બાકી છે... પણ તેનું તેમાં કર્તુત્વ નથી, તેનો તેને પ્રેમ નથી. હાથમાં નાગ ઝાલ્યો હોય તેને નાગનો પ્રેમ છે? પરમ દિવસે ૪૦-૪૨ વર્ષની ઉંમરનો દરબાર ગુજરી ગયોને ! તે સર્પને પકડતો હતો, તે ઘણાં નાગને પકડીને નાખી આવ્યો હતો. દારૂ પીધેલો અને નાગણીને મોઢાં આગળથી પકડી, નાગણીએ ભરડો લીધો તેથી મોઢેથી પકડયો હતો ત્યાં પોચું પડી ગયું. નાગણીએ ડંસ માર્યો. તે વાંઢો હતો... એકલો ગરીબ માણસ. રાત્રે સૂતો તે સૂતો... ઝેર ચડી ગયું... સવારે મરી ગયો.
તેમ જેણે રાગ મારો, પુણ્ય મારા એવા મિથ્યાત્વના ઝેર ચડી ગયા છે તે અંધારે અજ્ઞાનમાં સૂઈ ગયો છે. તેણે આત્માના સ્વભાવની જીવતી જ્યોતને મારી નાખી છે. મહાપ્રભુ ચૈતન્ય આનંદનો નાથ! તેનાથી વિરુધ્ધ રાગના પ્રેમમાં પડી અને આત્માનો નકાર કર્યો છે. પૂર્ણાનંદનો નાથ આત્મા ! અમાપ શક્તિનો ધણી તેનો અસ્વીકાર કર્યો છે. જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ ! અમાપ શક્તિના સાગરનું જેને અંતરમાં જ્ઞાન અને આનંદની પર્યાયમાં વેદન આવ્યું તે હવે અલ્પકાળમાં કેવળજ્ઞાન લેવાના.
સાધકને રાગ છે પણ હવે તે તેનો કર્તા નથી, તેથી તેનું ફળ ભવ આદિ તે પણ તેને આવતું નથી. એક, બે ભવ હોય તો તે જ્ઞાનનું શેય છે. એવા જીવને અલ્પકાળમાં કેવળજ્ઞાન થવાનું. અનંત અનંત કાળ હવે તે આનંદની દશામાં રહેશે. પેલો અનંત અનંત કાળ નિગોદમાંદુઃખમાં એ દશાએ રહેશે.
અહીંયા કહે છે- હે સમ્યગ્દષ્ટિ! “તું પંચેન્દ્રિય વિષયને ભોગવે છે તો અહો જીવ! એવું જાણીને ભોગોને ભોગવવું ભલું નથી.” (કુર્મુ:) ભોગવવાને લાયક નથી તેને તું ભોગવે છો? તું મિથ્યાષ્ટિ છો ? આહાહા ! સમ્યગ્દષ્ટિનું નામ લઈને તારે વિષય ભોગવવા