________________
૧૪૬
કલશામૃત ભાગ-૪ અર્થાત્ પ્રકાશસ્વરૂપ વસ્તુ પ્રગટ થાય છે. એ રાગના વિકલ્પો, અરે! ગુણ-ગુણીના વિકલ્પો; ગુણી પ્રભુ ચિન્મય આત્મા અને તેનો ગુણ ચેતના એવા ભેદનો વિકલ્પ પણ જેને છૂટી જાય છે. એ વિકલ્પથી રહિત ભગવાન ચિન્મય જ્યોતિ દૃષ્ટિમાં પ્રગટ થાય છે. જે દૃષ્ટિમાં ઓજલ હતી એ પ્રગટ થાય છે.
અહીંયા ( પ્રકાશ સ્વરૂપ વસ્તુ) પ્રગટ થાય છે. “કેવી છે જ્યોતિ” ભગવાન ચૈતન્ય જ્યોત. બેનના શબ્દોમાં તો એમ આવ્યું કે- કનકને કાટ ન હોય. કનક નામ સોનું તેને કાટ હોય? કાટને શું કહે છે? કનકને કાટ ન હોય, અગ્નિને ઉધઈ ન હોય, ઉધઈ એટલે ઝીણાં સફેદ... જીવડાં.. ઘણાં નાના કૂણાં જીવડાં થાય છે તેને તડકો લાગે તો મરી જાય. લાકડામાં ઉધઈ થાય છે પણ અગ્નિમાં ઉધઈ ન હોય, તેમ ભગવાન આત્માને આવરણ ન હોય, અશુધ્ધતા ન હોય, ઉણપ ન હોય. આ શબ્દો બહેનના પુસ્તકમાં આવે છે. તમને બપોરના પુસ્તક ભેટ દેશું. પુસ્તક ઘણું સરસ છે. ૩૧૦૦ પ્રત છપાવી છે, સાત રૂપિયા કિંમત છે, ત્રણસો તો અપાઈ ગયા. ત્રણ રૂપિયામાં મળે છે.
અહીંયા કહે છે- એ ચિન્મય જ્યોતિ પ્રભુ ધ્રુવ જેની શરૂઆત નહીં અર્થાત્ જેની આદિ નહીં અને જેનો અંત નહીં. ચીજ છે. તેના આદિ અંત કેવા? આહાહા ! એવી ચિન્મય જ્યોતિનું પોતાનું સ્વરૂપ પ્રગટ થાય છે.
કેવી છે જ્યોતિ સર્વ કાળે પ્રગટ છે.” આહાહા! વસ્તુ છે તો વસ્તુ સર્વ કાળે પ્રગટ જ છે. તે સર્વ કાળે છે જ. પરંતુ પલટવું થાય છે તે પર્યાયમાં-અવસ્થામાં થાય છે. વસ્તુ તો વસ્તુ છે. સમજાય છે કાંઈ ?
“સર્વ કાળે પ્રગટ છે!” વસ્તુ સર્વ કાળ પ્રગટ છે. વર્તમાન પર્યાય જે ચાલે છે તે વ્યક્ત નામ પ્રગટ છે. એ અપેક્ષાએ વસ્તુને અપ્રગટ કહી, પણ વસ્તુ તરીકે પ્રગટ છે. કેમકે તેનો વસ્તુ તરીકે અભાવ નથી ભાવ છે. સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ સ્વરૂપે સદાય પ્રગટ જ છે. એ શબ્દ પણ બેનના પુસ્તકમાં આવ્યો છે... ને ! જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? ભાષા સાદી કરી છે. તેમાં “જાગતો જીવ જાગતો એટલે જ્ઞાયક અને ઊભો એટલે ધ્રુવ છે ને! ઊભો એટલે છે ને! ચૈતન્ય જ્યોતિ જાગતી જ્યોત ઊભો છે ને! ધ્રુવ છે ને! ધ્રુવ ચીજ ક્યાં જાય? શું તે પર્યાયમાં આવે છે? શું એ રાગમાં આવે છે? એ તો છે જ. લ્યો, પેલા ભાઈ કહે છે- એક બે બોલ બોલવા.
વળી કેવી છે? કર્મકલંકથી રહિત છે” ચૈતન્ય જ્યોતિ પ્રગટ છે, ચેતન પ્રકાશની મૂર્તિ છે. ચૈતન્ય સ્વભાવની મૂર્તિ કેવી છે? કર્મ કલંકથી રહિત છે અર્થાત્ વસ્તુમાં આવરણ જ નથી. પર્યાયમાં કર્મનું નિમિત્ત છે. પર્યાય સ્વતંત્ર તેમાં કર્મનું નિમિત્ત છે, વસ્તુમાં કર્મનું નિમિત્ત છે નહીં. આવો માર્ગ!
આહા! (વસ્તુ ) માં કર્મ કલંક નથી. એ તો કહ્યું ને (આત્મા) માં આવરણ નથી.