________________
૪૩ર
કલશામૃત ભાગ-૪ સ્વરૂપ.... જિન સ્વરૂપ.. વીતરાગ સ્વરૂપ જ તારું સ્વરૂપ છે. જો વીતરાગ સ્વરૂપી ન હોય તો.. કેવળીને જે વીતરાગતા પ્રગટે છે તે આવશે કયાંથી ? કયાંય બહારથી આવશે એવી ચીજ છે! વીતરાગ સ્વભાવનો પ્રભુ કંદ છે. આત્મા વીતરાગ સ્વભાવની મૂર્તિ છે. દરરોજ એ વાત કહીએ છીએ.
“घट घट अंतर जिन वसे, घट घट अंतर जैन,
मत मदिरा के पानसौं... मतवाला समुझै न।" પોતાના મતનો અભિપ્રાયવાળો વિકલ્પ મારો એવા મતવાલા (આત્માને અનુભવતા નથી.) પોતાના મતના બાંધેલા અભિપ્રાયથી તે ભગવાનને સમજતા નથી. ભગવાન એટલે (નિજ ) આ, એ પર ભગવાન નહીં. આહાહા ! “જિન!” ઘટ ઘટ અંતર જિન વસે એટલે ભગવાન પરમાત્મા વસે છે. “ઘટ ઘટ અંતર જૈન”, એ જિનને જેણે પકડયો- અનુભવ્યો અને રાગથી ભિન્ન પડ્યો તે જૈન છે. જૈન કોઈ સંપ્રદાય નથી. જિન સ્વરૂપને અનુભવે તે જૈન. આહાહા ! વીતરાગ...વિતરાગ વીતરાગ સ્વરૂપથી ભરેલો ભગવાન છે. તને આકરું લાગશે ભાઈ ! વસ્તુ તો આવી છે. વીતરાગ સ્વરૂપથી, અકષાય સ્વરૂપથી, શાંત રસથી ભરેલો ભગવાન ! તેને શાંત રસના વેદનમાં લેવો એ ઘટ ઘટ અંતર જૈન છે. “ઘટ ઘટમાં જૈન”, તે આ રીતે કહેવાય છે. બહારથી અમે જૈન છીએ, સ્થાનકવાસી છીએ, દહેરાવાસી છીએ. એ જૈન નહીં. આવી વાતું છે!
ભગવાન! તારી ચીજ અંદર પૂર્ણાનંદથી ભરેલી છે ને! નાથ ! તેની સામું જોને! આ નિમિત્ત ને રાગ ને પર્યાયના ભેદ સામું જોવાનું છોડી દે ને! અંદર અભેદ સાગર બિરાજે છે ત્યાં જોને!! અરે ! આ કેમ બેસે? બે બીડી પીવે ત્યારે તો તેને પાયખાને દિશા ઉતરે, આવા તો અપલક્ષણ અને તેને કહેવું કે તું ભગવાન છો ! ? સવારે દોઢ પાશેર ચાનો પ્યાલો પીવે.... ત્યાં તો પાવર ચડી જાય. શું થયું છે બાપુ.. તને આ ! આવા તારા અપલક્ષણના પાર નહીં એને કહેવું કે- તું ભગવાન છો ! આવું છે બાપુ!
અહીંયા તો કહે છે કે આ જૈનશાસન છે. જેણે આત્માને અબધ્ધ, અસ્પષ્ટ અનુભવ્યો તે જૈનશાસન છે. રાગને કર્મના સંબંધ વિનાની ચીજ અબધ્ધ-અસ્પષ્ટ છે. તેને કોઈ રાગ કે કર્મના પરમાણુંનો સ્પર્શય થયો નથી. તે સામાન્ય એકરૂપ ત્રિકાળ છે. એવી ચીજને દૃષ્ટિમાં લઈને. જ્ઞાનમાં શેય બનાવીને અનુભવો. આટલું તો કર ! ત્યારે તેને ધર્મી-સમ્યગ્દષ્ટિ કહેવાય. આ તો હજુ ચોથું ગુણસ્થાન હોં ! પાંચમું જે શ્રાવકનું છે તે ઉંચી દશા છે. આ વાડાના શ્રાવક એ બધા સમજવા જેવા છે. એ બધા સાવજ જ છે. જે રાગને પોતાનો માને તે સાવજ છે. રાગને પુણ્ય-પાપના ભાવમાં મીઠાશ માનીને, જે ભગવાન આનંદના નાથને લૂંટે છે તે સાવજ જ છે. જેમ કેસરી સિંહ તરાપ મારે અને હરણિયાની ડોક મરડી નાખે, તેમ ભગવાન આત્માને એટલે પોતાને ભૂલીને, શુભ-અશુભ રાગને પોતાના માનીને તે પોતાને જ મરડી