________________
કલશ-૧૫૩
૫૩૧
શાની ભોગ ક્રિયા તેને કોઈ કરી શકતું નથીં. પણ...તેના તરફના વલણની જરા વૃત્તિ છે તેને ભોગની ક્રિયા કહેવામાં આવે છે. અભિલાષા કર્યા વિના જ “પંચેન્દ્રિય વિષય ભોગ ક્રિયા તે પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આમ છે કે -જેમ કોઈને રોગ, શોક, દારિદ્ર, વાંછા વિના જ હોય છે.” રોગની ઈચ્છા હોય છે ? દરિદ્રપણાની કોઈને ઈચ્છા હોય છે ? છતાં પૂર્વના કર્મના કા૨ણે આવ્યા વિના રહે નહીં. અહીંયા આ તો હજુ દ્રષ્ટાંત કહે છે... şi!!
અહીંયા સમ્યગ્દષ્ટિની મહિમા વર્ણવી છે. તેને જે અશુભનો રાગ આવે તેનું અંત૨માં દુઃખ છે. કાળાનાગની જેમ ત્રાસ લાગે છે. જેમ કાળો નાગ દેખે અને ત્રાસ થાય તેમ સમ્યગ્દષ્ટિ જીવને વિષય વાસના આવે તેનો ત્રાસ લાગે છે. અજ્ઞાનીને તો તે રાગની મીઠાશના મીણા ચડી ગયા છે. “તેમ સમ્યગ્દષ્ટિ જીવને જે કોઈ ક્રિયા હોય છે તે વાંછા વિના જ હોય છે. તે અનિચ્છક છે. સમ્યગ્દષ્ટિ પુરુષને ભોગની ક્રિયા બળાત્કારે હોય છે.” એક બાજુ કહે કે – કોઈ કર્મ આત્માને બળાત્કાર કરાવે નહીં. જ્યારે અહીંયા કહે છે– બલાત્કારે ભોગ ક્રિયા છે. તેનો અર્થ એ કે તેને અંદર રુચિ નથી પ્રેમ નથી, તેને રસ ઉડી ગયો છે.
પહેલા દેવલોકનો ઇન્દ્ર સૌધર્મ સમકિતી શકેન્દ્ર છે. તેમાં બત્રીસ લાખ વૈમાન છે. એક એક વૈમાનમાં અસંખ્ય દેવ છે. કોઈ જ વૈમાન નાનું છે, બાકી તો ઘણા મોટા વૈમાન છે. કરોડો ઇન્દ્રાણીના અપ્સરાના ભોગ છે. ત્યાં ઇન્દ્રના ઇન્દ્રાસનો છે. એ બત્રીસ લાખ વૈમાનનો સાહેબો સૌધર્મ કહે છે –આ કોઈ ચીજ મારી છે તેમ અમે માનતા નથી . કેમકે તેમાં તેની મીઠાશ ઉડી ગઈ છે. એ ઝેર જેવા દેખાય છે. તેમાં તે દુઃખને વેદે છે. અરેરે ! આ ઝેર એવી વાસના ! મારા આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. અહીંયા તો ફક્ત સમ્યગ્દષ્ટિના દર્શન અને સ્વરૂપ સ્થિરતાના જોરની અપેક્ષાએ વાત છે. તેને રાગને ક૨વાની બુદ્ધિ નથી માટે અભિલાષા નથી..એમ કહ્યું. આવું વાંચે પણ અંદરથી સમજે નહીં !?
“અનિચ્છક છે સમ્યગ્દષ્ટિ પુરુષ, તેને બલાત્કારે હોય છે ભોગ ક્રિયા,” ભોગ ક્રિયા બલાત્કારે હોય છે તેનો શું અર્થ? ભોગની ક્રિયામાં રાગ થાય છે તેમાં પોતાનો નબળો પુરુષાર્થ છે. એ નબળા પુરુષાર્થને અહીંયા ન ગણતાં ; દૃષ્ટિના જો૨માં તેની આસક્તિનો રસ નથી. તેથી તેને ભોગક્રિયા પરાણે થાય છે એમ કહેવામાં આવે છે. આવી અપેક્ષાઓ ન સમજે અને ગમે તેવા અર્થ કરે તે ન ચાલે !! આમાં ખેંચતાણ કરે એ ન ચાલે બાપુ ! જે અપેક્ષાએ કહ્યું હોય તે અપેક્ષાએ સમજવું જોઈએ. બીજી અપેક્ષા લક્ષમાં રાખવી જોઈએ.
અહીંયા કહે છે –ભોગક્રિયા બલાત્કારે થાય છે. એક બાજુ એમ કહે કે – કર્મનો ઉદય પણ આત્માને બલાત્કારે વિકાર કરાવતો નથી. તેને નબળાઈ છે, રાગનો પ્રેમ નથી – રસ નથી . તેને સ્વરૂપની રુચિ છે. જ્યારે રાગની રુચિ નથી તેથી ત્યાં બળાત્કારે તેમાં જોડાય જાય છે. બલાત્કારે એટલે ! ત્યાં પોતાના પુરુષાર્થની ઊંધાઈ છે. પરંતુ તે ઊંધાઈનો તે ધણી કે સ્વામી નથી. રાગમાં પ્રેમ નથી – ૨સ નથી એટલે બલાત્કારે જોડાઈ છે એમ કહેવામાં આવે છે.