________________
૫૦૪
કલશામૃત ભાગ-૪ અનંત સંસારના અનંતાનુબંધીનો જે બંધ થતો હતો એ બંધ સમ્યગ્દષ્ટિને નથી. ખરો બંધ જ એ, મિથ્યાત્વ જ સંસારનું કારણ છે. મિથ્યાત્વ એ જ સંસા૨, મિથ્યાત્વ એજ આસ્રવ, મિથ્યાત્વ એ જ બંધ છે.
મિથ્યાત્વ અને સમ્યગ્દર્શન વચ્ચે વહેંચણી શું છે એ કઠણ પડે છે. બહા૨માં કોઈ શ૨ણ નથી. શ૨ણ ભગવાન આત્મા છે ત્યાં અંદર જતો નથી. અહીં કહે છે કે- જે જીવ અંદરમાં ગયો તેને હવે રાગને કરવાનું રહેતું નથી... તેથી તેને એ જાતનું બંધન નથી. આસકિત છે તેનું બંધન છે તેને અહીંયા ગૌણ કરીને, સમ્યગ્દર્શનમાં અનંતાનુબંધીના અભાવની મુખ્યતા કરીને.. તેને બંધ નથી એમ કહેવામાં આવ્યું છે.
"
“તથાપિ વિ—િત્ સવ્યતે” તો પણ કાંઈક વિશેષ છે તે કહે છે- “ હન્ત યવિ મે પરં ન ખાતુ મુંક્ષે મો: વુર્મુત્ત્ત: વ જ્ઞપ્તિ” આકરાં વચને કહે છે :” અરે ! અમે ખેદથી કહીએ છીએ. આકરાં વચન ખેદથી કહીએ છીએ. તને ભોગવવામાં, તને પ્રેમ છે તેથી ભોગવે છો અને તું કહે છે કે – અમે ભોગવતા નથી, અમને બંધન નથી ! તો એમ નથી. અમે સમ્યગ્દષ્ટિ છીએ માટે પંચેન્દ્રિયના ભોગને અમે ભોગવીએ છીએ તો પણ અમને બંધ નથી એમ તમે જ કહ્યું છે ! બાપુ ! તને ભોગમાં પ્રેમ છે ને ! ભોગ ભોગવવાનો તને પ્રેમ છે તો તું મિથ્યાષ્ટિ છો. જેને આત્માના આનંદનો ભોગવટો થયો તેને પ૨નો બિલકુલ પ્રેમ-ભોગવટો હોય શકે નહીં. તેને જે આસકિતનો ભાવ આવે પણ તે કાળો નાગ જેમ આવી જાય તેમ દેખે છે. વિષયવાસનાના રાગમાં દુઃખ લાગે છે. પોતાની શાંતિ આગળ દયા-દાનનો રાગ તેને દુ:ખ અને અશાંતિ લાગે છે. આવી વાતું છે!!
અજ્ઞાનીને રાગમાં, પુણ્ય ને પાપના ભાવમાં... મજા છે– ઠીક છે– હરખ છે. તેમાં વીર્યની ઉલ્લસિતતામાં તે હરખાય જાય છે... તે મિથ્યાર્દષ્ટિ છે. તે અનંત સંસારના બિજડાંને સેવે છે... એ પોતે કહે છે. “જો એવું જાણીને ભોગ સામગ્રી ભોગવે છે કે મને કર્મનો બંધ નથી એમ જાણીને ( ભુક્ષ ) પંચેન્દ્રિય વિષય ભોગવે છે તો અહો જીવ !” અરે... આત્મા ! આ તું શું કરે છે? સમ્યગ્દષ્ટિ નામ ધરાવી અને ભોગની સામગ્રીને પ્રેમથી ભોગવે છે? શું આ તને શોભે છે ? વાત ઝીણી છે જેને અંદર રાગમાં રસ છે તેને કહે છે કે અમે સમ્યગ્દષ્ટિ છીએ અને અમે રાગના ૨સને રસથી ભોગવીએ છીએ, તો કહે છે- (તુર્ભુŌ:) તે ઝેરને પીનારો છે. તું વિષ્ટાનો ખાનાર છો. ( વુર્મુ: ) જે ભોગવવાને લાયક નથી તેને તું ભોગવે છે.
અરે ! અનંત કાળથી તે છે... તેણે કાળની મર્યાદા વિચારી છે કે દી' ? આની પહેલાં કયાં કયાં કયાં... એમ પહેલા હતો આમ... આમ... હતો... હતો... હતો... હતો તો અનંતકાળમાં કયાં હતો ? આદિ નથી તેવા અનંતકાળમાં કયાં હતો ? રાગમાં અને દુઃખમાં હતો પ્રભુ ! વાદિરાજ મુનિ કહે છે તેમને શરીરે કોઢ હતો, પછી પુણ્યનો યોગ અને બહા૨માં એ રીતે થવાનો કાળ હતો, તો ભક્તિથી મટી ગયો કહેવાય ! મૂળ તો પુણ્યનો ઉદય અને એ