________________
૫૦૬
કલશામૃત ભાગ-૪ છે? વિષય ભોગવતાં સમ્યગ્દષ્ટિને નિર્જરા કહી, બંધ નથી એમ કહ્યું ! માટે તું તેને ભોગવવાના પ્રેમથી ભોગવે છો? (કુર્મુp:) તું ઝેરને પીવે છે તે યાદ રાખજે ! ત્યાં કંઈ પોપાબાઈના રાજ નથી.
શ્લોક ૧૫૦ માં “(મુંક્ય) ભોગને ભોગવ,” એમ આવ્યું હતું ને! એટલે કે પરદ્રવ્યથી તને નુકશાન છે તે દૃષ્ટિ છોડી દે. પરદ્રવ્ય તને નુકશાન કરે? તું તારા સ્વભાવ ભાવથી વિરુધ્ધ ભાવ કરે છે. એ તને નુકશાન છે, તેથી તેને છોડી દે! એ વાત સિધ્ધ કરવા એમ કહ્યું કે“પરને ભોગવ.” એટલે? પર તરફના લક્ષવાળો રાગ હોય તો હો ! પરંતુ તેને તેના કર્તાપણાનો ભાવ નથી, ભોગવવાનો પ્રેમ નથી માટે તેનો ભોક્તા નથી.
અહીંયા કહે છે – તું સમ્યગ્દષ્ટિ નામ ધરાવી, પાંચ ઇન્દ્રિયના વિષય ભોગમાં પ્રેમમાં ફસાણો... અને માને છે કે તેને ભોગવું છું તો મને નિર્જરા થાય છે તો તું (તુર્મુત્ત્વ:) છો. સમ્યગ્દષ્ટિ જેને આત્માના આનંદનું ભાન આવ્યું છે. જે ધર્મની પહેલી સીઢીવાળો તેને સમ્યગ્દર્શનમાં, અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ! અનંતગુણોનો સાગર તેવો તેને દૃષ્ટિમાં અનુભવમાં આવ્યો.. સમ્યગ્દષ્ટિ એટલે સત્યદૃષ્ટિ, સમ્યક નામ સાચી દૃષ્ટિ જેવો એ પૂર્ણાનંદનો નાથ ભગવાન આનંદનો સાગર છે એવી અનુભવ પર્યાયમાં અપરિમિત શ્રધ્ધા અને જ્ઞાન અને આનંદની દશા પણ આવી. તેને અહીંયા સમ્યગ્દષ્ટિ. મોક્ષના મહેલની પહેલી સીઢી કહેવામાં આવે છે.
અહીંયા એમ કહ્યું કે- જેને આત્મા શુધ્ધ ચૈતન્ય અખંડ આનંદ છે તેવી પ્રતીતિ થઈ અને વેદનમાં આવ્યું, અનુભવમાં આવ્યું તે સમ્યગ્દષ્ટિને કહ્યું કે- પાંચ ઇન્દ્રિયના વિષય ભોગવી તને બંધ નથી એમ કહ્યું હતું. તે કઈ અપેક્ષાએ કહ્યું હતું. એ તો તને આસકિતનો જરા રાગ ભાવ આવે છે. તેના પ્રેમ વિના તેને તું ભોગવ! કેમ કે સમ્યગ્દષ્ટિને આનંદના ભોગવટા સિવાય તેને રાગના ભોગવટાનો પ્રેમ નથી માટે ભોગવ એમ કહ્યું હતું. આમ સમજીને કોઈ કહે- હવે અમે સમ્યગ્દષ્ટિ છીએ માટે ગમે તેટલા ભોગને સેવીએ! ભોગ ભોગવતાં પણ મને બંધ નથી ! તો મરી જઈશ. એ પુણ્યના પરિણામ, દયા-દાન-વ્રતના પરિણામ, રાગને રાગનો કર્તાને ભોકતા થાય તો મિથ્યાદેષ્ટિ છે. તેને ઠેકાણે એમ કહે કે પંચેન્દ્રિયના વિષયને ભોગવવાથી અમને નિર્જરા છે, બંધ નથી- તો કહે છે એમ નથી. આ અજર પ્યાલા છે.
જો એમ છે કે ઉપભોગ સામગ્રી ભોગવતાં જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી તો અહો સમ્યગ્દષ્ટિ જીવ!તારે (ામવાર:) સ્વેચ્છા-આચરણ શું છે?” ભોગને ભોગવવાની તને ઈચ્છા છે અને ભોગવે છો? આ તને શું થયું? (@ામવાર:) ભોગ ભોગવવાનો રાગ ભાવ છે? પુણ્ય ને પાપના ભાવનો તને ભાવ છે? ઈચ્છા છે? ઈચ્છા છે અને તું ભોગવતો હોતો તું મિથ્યાષ્ટિ છો.
આહાહા! ધર્મી જીવને તો...! આત્માના આનંદની મીઠાશ આગળ ભોગની વાસના તો