________________
૫૨૬
કલશામૃત ભાગ-૪ વખત સમય પણ ન રહ્યો!! ચીજ નાશવાન, દશા નાશવાન, તેને કોણ રાખે કોણ છોડે!? એ પરચીજ, નાશવાન ચીજના તને શેના પ્રેમ લાગ્યા છે? એ તો ઠીક; પણ અંદર જે પુણ્ય ને પાપના વિકારી ભાવ જે દુઃખરૂપ, નાશવાન તેના તને પ્રેમ શેના લાગ્યા છે! તું ક્યાં વ્યભિચારમાં ચડી ગયો.
આહાહા ! તારો આનંદનો નાથ અંદર બિરાજે છે તેની સન્મુખમાં, તેની અંદરમાં જા ને ! તને આનંદ આવશે. જે સમ્યગ્દર્શન થતાં આનંદ આવ્યો એ કહે છે- ધર્મી કર્મની ક્રિયામાં જોડાતો નથી, રાગનો કર્તા થતો નથી તેને બધું કર્મ ખરી જાય છે. અને પંચમહાવ્રતને પાળતો સાધુ! એ રાગ મારો છે અને મને લાભ થશે તે મહા મિથ્યાત્વના કર્મને બાંધી અનંત સંસારને વધારે છે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક છે. જેને પામવા માટે અનંત પુરુષાર્થ જોઈએ. એ સાધારણ રીતે મળી જાય તેવી ચીજ નથી.
અહીંયા કહે છે- “જે કોઈ પુરુષ ક્રિયા કરે છે, નિરભિલાષ થઈને કરે છે, તેને તો ક્રિયાનું ફળ નથી.” નિરભિલાષી એટલે સમકિતી. રાગને પ્રેમથી, અભિલાષાથી કરે છે તેને તો સંસારનું ફળ મળે છે. પણ.....નિરભિલાષીને રાગ આવે છે; અભિલાષા વિના, નબળાઈને લઈને રાગ થઈ જાય છે; એ તો નિરભિલાષી થઈને કરે છે...તેથી તેને તે ક્રિયાનું ફળ નથી. તેને બંધન જ નથી. અહીંયા તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીના સિવાયનો જેટલો રાગ છે તેટલું તેને બંધન છે.
સમકિતીને પણ જેટલું સંયોગની સામગ્રી તરફ લક્ષ જાય છે એટલો રાગ છે, તેટલો બંધ પણ છે. પણ તેને અહીં ગૌણ કરી નાખ્યું છે. અહીંયા તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી જે અનંત સંસારનું કારણ તેને બંધન તરીકે ગણવામાં આવ્યું છે. આસક્તિનું જે બંધન છે તેને ગૌણ કરીને તેને બંધન નથી એમ કહ્યું છે. તેથી કોઈ એમ જ માની લે કે- સમ્યગ્દષ્ટિને હવે જરી પણ બંધન નથી તો તે એકાન્ત છે. ભલે તેને રાગની કર્તા બુદ્ધિ નથી, સુખબુદ્ધિ નથી.....પણ જેટલો રાગ આવે તેટલો આસવ ને તેટલો બંધ છે....અને તેટલું દુઃખ પણ છે. સમ્યગ્દષ્ટિને જેટલો રાગ આવે છે શુભ કે અશુભ એટલું દુઃખનું વેદન પણ છે. અહીંયા એ વાતને ગૌણ કરી નાખીને, સમ્યગ્દર્શનના જોરમાં, આનંદના સ્વાદના પ્રેમમાં તેની ગૌણતા છે. તેને પુણ્યના પરિણામનો પ્રેમ ઉડી ગયો છે, તેથી તેને તેમાં સુખબુદ્ધિ નથી, તેથી તેને મિથ્યાત્વ નથી. એટલે તેને મિથ્યાત્વ સંબંધીનું બંધન નથી. આવી વાત છે! પાછા વળી કોઈ એકાન્તમાં વળગી જાય છે. શેઠીયાજીનું કહ્યું હતું ને!?
સોગાનીજીનું દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ વાંચ્યું તેમાં એમ આવ્યું કે “સમકિતીને શુભભાવ પણ ભઠ્ઠી લાગે છે.” ન્યાલચંદભાઈ સોગાની ! તેમની દૃષ્ટિ બહુ નિર્મળ હતી. “શુભભાવ પણ ભઠ્ઠી લાગે છે તે વાત તેમને ન સચિ. એ ભાઈ પણ અહીંયા વારંવાર આવતા. તેમનું કહેવું એમ હતું કે “રાગ ભઠ્ઠી જેવો લાગે છે” એ તો તીવ્ર કષાયવાળાને લાગે ! (તેમની માન્યતા) એમ