________________
૫૨૫
એકલો પ્રભુ આત્મા શુદ્ધ ચૈતન્યમાં, રાગનો, દયાદાનનો, વિકલ્પનો પણ સંયોગ નથી. કેમ કે એ સંયોગી ભાવ છે, એ સંયોગી ભાવ સ્વભાવમાં નથી. દયા-દાન-વ્રત-ભક્તિ એ તો પુણ્ય તત્ત્વ છે. આ વેપાર આદિ ધંધાના, પત્ની-બાળકોને સાચવવાના.....તેનું ધ્યાન રાખવાનો જે ભાવ છે તે પાપતત્ત્વ છે. નવ તત્ત્વમાં એ પુણ્ય ને પાપ તત્ત્વથી શાયક–જીવ તત્ત્વ તો ભિન્ન છે. નવતત્ત્વ છે ને ?
કલશ-૧૫૨
( ૧ ) શરીરાદિ અજીવ તત્ત્વ.
( ૨ ) હિંસા–જૂઠ વિષય-ભોગ-વાસના તે પાપ તત્ત્વ.
(૩) દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવ તે પુણ્યતત્ત્વ.
(૪) એ અજીવ અને પુણ્ય –પાપથી ભિન્ન તત્ત્વ તે જ્ઞાયક તત્ત્વ.
એવા તત્ત્વને અનુભવતો સમ્યગ્દષ્ટિ રાગની ક્રિયાને કરતો નથી. રાગ થાય છે, પણ ....તેની કર્તાબુદ્ઘિ ઉડી ગઈ છે. કોઈ પણ પ્રકારના પુણ્ય-પાપના પરિણામમાં સુખબુદ્ધિ ઉડી ગઈ છે. કેટલો ફે૨ફા૨ ક૨વો પડશે !?
જ્યારે મિથ્યાર્દષ્ટિની બુદ્ધિ પુણ્ય ને પાપના પરિણામમાં સુખબુદ્ધિ માનીને ત્યાં ચોટી છે. એવી દૃષ્ટિને લઈને તેને એવી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. એટલે કે પર્યાયમાં મિથ્યાત્વભાવ છે, એ....પુણ્ય-પાપના ભાવમાં સુખબુદ્ધિ છે તેથી મિથ્યાત્વની ઉત્પત્તિ થઈને મિથ્યાત્વના ફળ ભોગવશે. ધર્મીને પુણ્ય-પાપના ભાવમાં કર્તાબુદ્ધિ અને મીઠાશબુદ્ધિ ઉડી ગઈ છે.
નૌઆખલીની વાત કરી હતી ને મુસલમાન અને હિન્દુ વચ્ચે તોફાન ફાટી નીકળ્યું હતું ત્યારે ગાંધીજી ત્યાં ગયેલા. મુસલમાનો હિન્દુઓને તેના બહેન ભાઈને, માતા પુત્રને નગ્ન કરી અને ભેગાં કરે. ચાલીસ વર્ષની માતા હોય, વીસ વર્ષનો દીકરો હોય તેને વિષય લેવા ભેગા કરે. ત્યારે તેને અંદરમાં એમ થાય કે અરેરે ! જમીન માર્ગ આપે તો અંદરમાં સમાઈ જઈએ.
મારી માતા સામું જોવાય નહીં અને આ શું કરે છે? તેમ સમ્યગ્દષ્ટિને રાગને સંયોગના ફળમાં.......ભોગ લેવો તે માતા સાથે ભોગ લેવા જેવો તેને લાગે છે. આકરી વાત છે ભાઈ
વીતરાગ સર્વજ્ઞ ૫૨મેશ્વરના માર્ગનો તેણે કોઈ દિવસ એક સેકન્ડ પણ સ્વીકાર કર્યો નથી. એમ ને એમ બફમમાં ને બમમાં જિંદગીયું ગાળે છે. આમ ને આમ અવતાર ચાલ્યા જાય છે. ગયા બુધવારે પોપટભાઈ અહીંયા બેઠા હતા. તેમની પાસે બે કરોડ રૂપિયા કે એથી વધારે. છોકરા છ અને પેદાશ બહુ મોટી. શનિવા૨ની રાત્રે અગિયાર વાગે સૂતા હતા. ત્યાં તો કલોલના માણસો ફાળો લેવા આવ્યા. પૈસાવાળાને ત્યાં આવે ને !! હોસ્પીટલ માટે તેમણે પચ્ચીસ હજાર આપ્યા ..અને સૂઈ ગયા. એક કલાક પછી બાર વાગ્યે..બે મિનિટ પછી ૫૨ભવમાં જવાનું હતું ! તેને છે ખબરું ? તેમના ઘેરેથી અંબાબેન સૂતા હતા તેમને જગાડયા. મને જરા દુ:ખે છે, પછી કહે કે– મને ગભરામણ થાય છે. તેમની પત્ની એ બેલ વગાડી છોકરાં ઉ૫૨ સૂતા હોય ને!? એ આવે ત્યાં તો અસાધ્ય થઈ ગયા. છોકરાની સાથે વાત ક૨વાનો