________________
કલશ-૧૫૨
૫૨૭ હતી કે – સમ્યગ્દષ્ટિને દુઃખ લાગે જ નહીં. તેને દુઃખનું વદન હોય જ નહીં. અહીંયા કહે છે – એમ નથી. અહીંયા તો જે કહ્યું છે તે સમ્યગ્દષ્ટિની મુખ્યતા લઈને કહ્યું છે, અને મિથ્યાત્વની મુખ્યતા લઈને બંધન કહ્યું છે. એમાંથી કોઈ એકાન્તમાં લઈ જાય કે- સમ્યગ્દષ્ટિને વિષય વાસનાનો રાગ આવે તે સુખરૂપ છે તો તે મિથ્યાષ્ટિ છે. આહાહા ! એ રાગ આવે છે તે દુઃખરૂપ છે. સમ્યગ્દષ્ટિ તે દુઃખને વેદે છે. સમ્યગ્દષ્ટિને પણ જેટલા અંશે આનંદ આવ્યો એટલું તેને આનંદનું વેદન છે, અને જેટલા અંશે રાગ છે તેટલું તેને પણ દુઃખનું વેદન છે. બન્ને ધારા એક સાથે છે. મોટા માંધાતાઓ આમાં ખોવાય જાય એવું છે!! તેમને કેટલો અભ્યાસ !! વારંવાર અહીંયા આવતા. હમણા તેમના જમાઈને બનેવી ને એ આવી ગયા. બાપુ! એકાન્ત ન તણાય; એમ નથી.
સમ્યગ્દષ્ટિને જ્યાં ભોગ અને ભોગની સામગ્રીથી પણ નિર્જરા છે. તેનો અર્થ શું? અરે ! પંચમહાવ્રતનો વિકલ્પ આવે એ પણ બંધનું કારણ છે. મુનિને પણ તેટલું દુઃખ છે. એમ તાણી જાય કે- સમ્યગ્દષ્ટિ છે માટે જરાએ દુઃખ નથી એકલો આનંદ જ છે તો એમ નથી. સર્વજ્ઞ પરમાત્માને એકલો આનંદ, મિથ્યાષ્ટિને એકલું દુઃખ, સમ્યગ્દષ્ટિને થોડો આનંદ અને થોડું દુઃખ એવું મિશ્ર છે. આવું છે....! અહીંયા કાંઈ કોઈનો પક્ષ નથી કે આને રાજી રાખવાની વાત કરવી. સીધી વાત છે-જૂઠી દૃષ્ટિ છે. જે દૃષ્ટિની અપેક્ષા હતી તેને અહીંયા પણ ખેંચી લીધી.
તે સમ્યગ્દષ્ટિ થયો એટલે ભોગ સામગ્રીને ભોગવે છે. પાછો પાઠ એવો આવે કેજ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ છે. પણ એ કઈ અપેક્ષાએ? સમ્યગ્દર્શનની અપેક્ષાએ તેને મિથ્યાત્વનું બંધન નથી. તેને એટલી અશુદ્ધતા ટળતી જાય છે. પણ જે ભોગ છે તે તો રાગ છે. એ કાંઈ નિર્જરા છે? અરે! મુનિનેય રાગ હોય છે. પંચમહાવ્રતના પરિણામ દેવ-ગુરુશાસ્ત્રની ભક્તિનો રાગ દુઃખ છે. તેથી તાણીને તેને એકાન્તમાં કાઢી નાખે એમ ન ચાલે !
(૧) મિથ્યાત્વના રાગની એકતાબુદ્ધિવાળા મિથ્યાદેષ્ટિને એકલું દુઃખ. (૨) સર્વજ્ઞ વીતરાગ પરમાત્માને એકલો આનંદ.
(૩) સાધક સમ્યગ્દષ્ટિ થયો; ચોથે, પાંચમે, છઠે ......! તેને આત્માનો આશ્રય લઈને જેટલો આનંદ આવ્યો એટલું સુખ અને જેટલો રાગનો વિકલ્પ ઊઠે છે પર તરફના વલણવાળો એ તો દુઃખ છે. આવી વાત છે ભાઈ ! આવા અર્થમાંથી એકાન્ત ખેંચી જાય.....કે જુઓ! જ્ઞાનીને તો ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે...બાપુ! ત્યાં કઈ અપેક્ષા લઈને કહ્યું છે!! તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી નથી તેથી તેટલી અશુદ્ધતા ત્યાં નથી, તેથી કર્મ ખરી જાય છે તેમ કહેવામાં આવ્યું છે. તેને હજુ બીજા કષાયો છે તેનો રાગ છે, આસવ છે, બંધ છે અને દુઃખ છે. આવી વાત છે! અહીંયા કોઈનો પક્ષ નથી કે તે અહીંયાનો માનનારો નીકળ્યો એટલે...........(સાચું ન કહેવું!) અહીં તો તેની ચોખ્ખી વાત કરી કે તેની દૃષ્ટિ ખોટી છે. (આવી માન્યતાવાળા)