________________
૫૨૪
કલશામૃત ભાગ-૪ ભોગવી શક્તો નથી. પર સામગ્રી -સ્ત્રીનું શરીર, પૈસો, લક્ષ્મી, આબરુ, મકાન, દાળ-ભાત, મોસંબી એતો જડ પર પદાર્થ છે. તેને આત્મા કેવી રીતે ભોગવે? પાઠ એવો લીધો છે કે
ભોગવે', તેનો અર્થ એ કે તેના તરફ જરી આસક્તિનો રાગ થાય તેને એ ભોગવે છે. છતાં તેને મારાપણે ભોગવતો નથી. તેથી તેને “કર્મની નિર્જરા થાય છે આરે! આવી વાતો હવે !!
કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ ભોગ સામગ્રી-ક્રિયાનો કર્તા નથી.” છ ખંડનું રાજ્ય હો ! પણ તે મારી ક્રિયા નથી. તેના તરફ જતો જરી રાગ એ પણ મારી ક્રિયા નથી. એ તો સ્વરૂપથી ભિન્ન છે. ધર્મી હજુ શ્રાવકને મુનિ થવા પહેલા મારી ક્રિયા તો જ્ઞાન ને આનંદનું પરિણમન છે, એ મારી ક્રિયા છે તેમ માને છે. અરેરે! ચોરાસીના અવતારમાં એક –એક યોનિમાં અનંત અનંત અવતાર કર્યા. તેણે દુઃખના વેદન એટલા કર્યા કે તેના જોનારને આંખમાંથી આસુંની ધારા વહી. બાપુ! તું એવા દુઃખમાં રહ્યો છે, એ મિથ્યાત્વને લઈને રહ્યો છે. મિથ્યાત્વ તે જ સંસાર, મિથ્યાત્વ એ જ આસવ, મિથ્યાત્વ એ બંધ.
મિથ્યાત્વ એટલે કે દયા-દાન-વ્રતનો વિકલ્પ મારો છે એવો ભાવ તેને મિથ્યાત્વ કહે છે. અનંત આનંદનો -જ્ઞાનનો સાગર તે મારો એ ભૂલી જાય છે. એટલે કે સ્વ છે તેને ભૂલે છે અને પર છે તેને પોતાનું માને છે. સ્ત્રી, પુત્ર, મકાન, પૈસો એ તો પરવસ્તુ છે. એ ક્યાં તારી હતી અને તારામાં હતી ! ત્યાં તે વળગ્યો કે આ મારા છે. છોકરો મારો છે, તે કર્મી જાગ્યો છે! કોઈ છોકરો બે-પાંચ લાખની પેદાશ કરતો હોય તો તો માળે ... મારી નાખ્યા...ઓહોહો ! જે ચીજ તારામાં નથી તેવી ચીજને મારી માની; એ મિથ્યાત્વ જેવો મોટો સંસાર કે પાપ બીજો નથી. જ્યારે જ્ઞાની ! જે ચીજ પોતામાં છે, અને રાગાદિ-પરઆદિ પોતામાં નથી. જે પોતામાં નથી તેને પોતાના નથી તેમ માની અને જે પોતામાં છે અનંતજ્ઞાન આદિ તેને પોતાના માન્યા તેને અહીંયા ધર્મની પહેલી સીઢીવાળો સમ્યગ્દષ્ટિ કહીએ છીએ; તેને નિર્જરા છે.
તેથી ક્રિયાનું ફળ કર્મબંધ, તે તો સમ્યગ્દષ્ટિને નથી.” સામગ્રીનો સંયોગ હોય, તેના તરફ જરી લક્ષપણ જાય; પણ એને મિથ્યાત્વભાવ નથી. ભોગ ઉપર લક્ષ જાય છે તે મારી ચીજ નથી. મારી ચીજ તો અંદર આનંદ ને જ્ઞાન સ્વરૂપથી બિરાજમાન પ્રભુ છે. જેનો દ્રવ્ય સ્વભાવ, પદાર્થ સ્વભાવ પૂર્ણઆનંદ છે તે મારી ચીજ છે. એવી દૃષ્ટિના જોરને લઈને ક્રિયાનું ફળ કર્મબંધ તે સમ્યગ્દષ્ટિને નથી. આકરી વાત છે ભાઈ ! નિર્જરા અધિકાર છે ને!
દેષ્ટાંતથી દ્રઢ કરે છે- “યત 57: પ્રતિષ્ણુના વદિ વર્મા: નં પ્રાણોતિ કારણ કે પૂર્વોક્ત નાના પ્રકારની ક્રિયા કરતો થકો ફળની અભિલાષા કરીને ક્રિયાને કરે છે એવો કોઈ પુરુષ ક્રિયાના ફળને પામે છે.” એ રાગ કરતાં જે રાગનું ફળ મીઠાશ તેને એ વેદે છે. અને તેનું ફળ મને એ સારું આવશે એમ માને છે. એ મિથ્યાદેષ્ટિ જીવને ફળ તરીકે સામગ્રી મળશે અને તેને ભોગવવામાં જોડાય જશે. બહુ ઝીણી વાતો.