________________
૫૨૨
કલશામૃત ભાગ-૪ અડાડે એટલે લાકડાં ઉપર રંગ ચડી જાય. તેમ જેને આત્માના આનંદના સ્વરૂપનું જેને ભાન નથી તેને પુણ્ય ને પાપના રંગ ચડી ગયા છે. તે જેટલી પણ કોઈ ક્રિયા કરે છે –દયા-દાન ભક્તિની એ બધું તેને મિથ્યાત્વમાં જાય છે. અને મિથ્યાત્વને લઈને તે બધું બંધનમાં જાય છે. અહીંયા એ કહે છે.
જેમ રાજાની સેવા કરતાં દ્રવ્યની પ્રાપ્તિ, ભૂમિની પ્રાપ્તિ, જેમ ખેતી કરતાં અન્નની પ્રાપ્તિ થાય છે તેમ પોતાના ફળ સાથે અવશ્ય જોડે છે.” સેવા કરનાર કર્તાબુધ્ધિવાળો હોવાથી તેના ફળને એટલે કે દુઃખને જરૂર ભોગવશે. “કર્તા પુરુષનો ક્રિયાના ફળ સાથે સંયોગ થાય છે.” જે રાજાની સેવા કરે તેને બહારમાં ફળ મળે ; એ ફળને ભોગવશે અને દુઃખી થશે. જમીન મળી એટલે સુખી થશે એમ નહીં. એમ કહે છે. પર તરફના વલણનો ભાવ એ દુઃખ છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ છે, તેના તરફના વલણનો ભાવ એ સમ્યગ્દર્શન, જ્ઞાન ને સુખરૂપ છે. અહીંયા કહે છે – રાજાની સેવા કરનારને જે ચીજ મળે તે દુઃખને ભોગવશે.
“ભાવાર્થ આમ છે કે - જે ક્રિયાને કરતો નથી તેને ક્રિયાના ફળની પ્રાપ્તિ થતી નથી” જે રાગાદિની ક્રિયા કરતો જ નથી. જે રાગાદિની ક્રિયા કરતો જ નથી, જેની કર્તા બુદ્ધિ જ ઊડી ગઈ છે તેને ક્રિયાના ફળની પ્રાપ્તિ નથી. જ્ઞાતા ચૈતન્ય ભગવાન જ્ઞાન સ્વભાવનો સાગર પોતે ઊછળે છે. અતીન્દ્રિય આનંદનો સાગર અંદર ડોલાયમાન છે. આહાહા ! અતીન્દ્રિય આનંદથી ભરપૂર ભરેલો ભગવાન આત્મા સાગર છે. તે કઈ રાગની ક્રિયાનો કર્તા થાય છે? હું જે કાંઈ કરું છું તેનું ફળ તેને ભોગવવું પડશે! પરંતુ જેને આત્મા આનંદનો નાથ પ્રતીતિમાં, અનુભવમાં આવ્યો; તેને રાગની ક્રિયા થવા છતાં તે તેને કરતો નથી. નબળાઈને લઈને રાગ આવે છે પણ તેના કર્તાપણાની તેને રુચિ નથીતેથી તે કરતો નથી, તેથી તેને બંધ નથી. અહીં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું બંધન લેવું છે. બાકી સમ્યગ્દષ્ટિને જે આસક્તિનો ભાવ આવે છે તેટલું બંધન છે...એ વાતને અહીંયા ગૌણ કરીને કહ્યું છે. તેણે મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો નાશ કર્યો છે.
ભગવાન આત્માના આનંદ સ્વરૂપની અંતરમાં અનુભવ અને પ્રતીતિ કરી છે અને અંશે તેનું સ્વરૂપ આચરણ એટલે કે સ્વરૂપમાં કર્યો છે તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ થયો છે. તેથી તે મિથ્યાત્વ અને અનંતાનુબંધીનાં પાપને કરતો નથી. રાગાદિ આવે, પણ...તેને પોતાના માનીને કરતો નથી. તેથી તેને મિથ્યાત્વનું કર્મબંધન નથી. અરે....આવી વાતું છે!! ચોરાસી લાખમાં જન્મ, મરણ ને દુઃખ છે, કરોડપતિ, અબજોપતિ રાજા, શેઠીયાઓ અને દેવ એ બિચારા દુઃખી છે. એ બધા દુઃખના ડુંગરે માથા ફોડે છે...અને આનંદનો સાગર આત્મા તેને ભૂલી જાય છે.
ભગવાન આત્મા! અનાકુળ આનંદરસનો કંદ પ્રભુ છે. એ જિન સ્વરૂપ છે. નાટક