________________
૫૨)
કલશામૃત ભાગ-૪ અસાતાના કારણે ગરીબપણું આવે; એ છૂટતું નથી. તેમ અહીં પર્યાયની દરિદ્રતાને કારણે અંદર રાગ આવે પણ એ રાગમાં સુખબુદ્ધિ માનતો નથી. તેની શક્તિ-ધારા અંદર ચાલે છે.....આત્મા....આત્મા...... ત્યારે રાગ છૂટે છે. છઠ્ઠ-સાતમે રાગ આવે છે! રાગ આવે છે પણ તેમાં તે આનંદ માનતો નથી. પ્રમાદ છૂટતો નથી તેથી રાગ છે એમ કહે છે.
ક્ષપક શ્રેણી ચડે ત્યાં સુધી છૂટવું અશક્ય છે.” જોયું? છઠ્ઠા ગુણસ્થાન સુધી પણ રાગ હોય છે એમ સિદ્ધ કરવું છે. જ્યાં સુધી સ્વરૂપમાં સ્થિરતા ન થાય ત્યાં સુધી તેની ધારાવાહી વીતરાગપણાની સ્થિરતા ન થાય. અસ્થિરતા છે ત્યાં સુધીનો તેને રાગનો ભાવ આવે છે. અસાતાના ઉદયે દરિદ્રપણું આવે તે છોડવું ન જાય તેમ રાગ આવે છે. તે પણ છોડયો ન જાય. દષ્ટિમાંથી છૂટી જાય છે પણ અસ્થિરતાથી રાગ છૂટતો નથી. દૃષ્ટિ અપેક્ષાથી જોતાં તે તેનો કર્તાય નથી અને ભોક્તાય નથી. જોયું? છઠ્ઠા સાતમામાંથી સાતમામાં અને સાતમામાંથી શ્રેણિ સુધી લઈ ગયા. સાતમામાંથી વળી પાછો આવે છઠે ત્યારે રાગ આવે. શ્લોકમાં મુનિ કહ્યો છે ને ! અને ટીકામાં સમ્યગ્દષ્ટિ કહ્યો છે.
“ય નિ કર્મ કર્તાર સ્વજોન ઉનાત યોજયેત” “ક્ષપક શ્રેણી ચડે ત્યાં સુધી છૂટવું અશક્ય છે, તેથી પરવશ થયો ભોગવે છે,” ભોગવે છે એટલે? રાગના વિશે અસ્થિરતા થઈ જાય છે. છતાં તેનો સ્વામી થતો નથી. તેમજ તેમાં સુખબુદ્ધિ છે નહીં. આકરું કામ પડે! “હૃદયમાં અત્યંત વિરક્ત છે, તેથી અરંજિત છે.” રાગનો રંગ હવે તેને નથી. ભગવાન આનંદના રંગે રંગાણો તેને રાગના રંગ છૂટી ગયા છે. રાગને છોડવા માગે પણ હજુ ઉપર ગયા વિના રાગ છૂટી શકે નહીં. શ્રેણી ચડે નહીં ત્યાં સુધી અશક્ય કહ્યું. (મુનિ) તેનો અર્થ કર્યો સમ્યગ્દષ્ટિ. અહીંયા મુનિની ધારા ચાલે છે તે લીધું છે. પ્રવચન નં. ૧૬૦
તા. ૨૭/૧૧/'૭૭ આ નિર્જરા અધિકાર છે. જે આત્મા પોતાનો જ્ઞાન ને આનંદ સ્વભાવ તેને ભૂલીને કોઇ પણ શુભ અશુભ રાગમાં એકત્વબુદ્ધિ કરે તે મિથ્યાદૃષ્ટિ છે. તેને તે બાંધેલા કર્મના ફળ ભોગવવા પડે છે. નિર્જરા અધિકાર છે ને! જરા ઝીણી વાત છે.
અંદર ચૈતન્ય જયોત અતીન્દ્રિય આનંદનો રસકંદ એવો આત્માને રાગના વિકલ્પથી ભિન્ન પડી અને અંતર આનંદનો અનુભવ થયો હોય તેને અહીંયા સમ્યગ્દષ્ટિ કહે છે. આટલી બધી શરતું? આ તો ધર્મની પહેલી સીઢી મોક્ષ મહેલનું પહેલું પગથિયું છે. છઢાળામાં આવે છે મોટા મહેલની પહેલી સીઢી તે સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન એટલે? આ આત્મા પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન એવી અનંત શક્તિ ગુણવાળું તત્ત્વ છે. અનંત... અનંત... અનંત.. અનંત.. અમાપ ગુણનો પિંડ પ્રભુ છે. એવા દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડતાં તેને આનંદનો સ્વાદ આવે છે. રાગમાં દયા-દાન-વ્રત- ભક્તિનો રાગ હો ! પણ તે