________________
કલશ-૧૫૨
૫૨૧ રાગ બંધનું કારણ છે. એ રાગથી જુદો પડી, તેનાથી ભેદજ્ઞાન કરી અને જે આત્મા આનંદને જ્ઞાન સ્વરૂપ છે તેની જેને દૃષ્ટિમાં પ્રાપ્તિ થઈ છે તેને આત્મા અતીન્દ્રિય આનંદમયી અનાકુળ શાંત રસકંદ છે. આવા આત્માની દૃષ્ટિ થતાં તેને અનાકુળ આનંદનો આસ્વાદ આવે છે. એ વિના જેટલી ક્રિયાકાંડ કરે છે દયા-વ્રત-ભક્તિ-પૂજા એ બધો આકુળતાનો ભાવ છે –કેમકે તે રાગ છે. આવી વાતું છે!!
અરે...તેને અનંતકાળમાં રઝળતાં ચોરાસી લાખ યોનિમાં એક એકમાં અનંત અવતાર કરી; પોતાના સ્વભાવમાં નથી એવી ચીજોને પોતાની માની સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય રાગનો ભાગ હોય તેને ચૈતન્ય નિર્મળાનંદ વીતરાગ મૂર્તિ પ્રભુ આત્મા છે તેની સાથે એકત્વબુધ્ધિ કરે છે. તે ચોરાસી લાખ યોનિમાં રખડે છે. પણ....જેને એ રાગના વિકલ્પથી અંતર્મુખ ભગવાન આત્મા જે અનાકુળ આનંદનો રસકંદ પ્રભુ તેની જેને અનુભવ દશા થઈ– એ શુધ્ધ ચૈતન્યના અનુભવની દશામાં સમ્યગ્દર્શન થયું છે. તેણે પૂર્વે અજ્ઞાનભાવે બાંધેલા કર્મોનો ઉદય આવે છે. તેને જે ભોગ સામગ્રી મળી હોય તે બધું પૂર્વના પુણ્યને લઈને છે. તેની આસકિતને લઈને તેમાં તેનું જરા લક્ષ પણ જાય છે. છતાં રાગથી ભિન્ન પડેલો પ્રભુ ચૈતન્ય ભગવાન તેનો અનુભવ ને દ્રષ્ટિ હોવાથી તે ભોગની સામગ્રી તરફના રાગના વલણમાં હોવા છતાં તેને નિર્જરા થઈ જાય છે. શરતું ઘણી છે બાપા! વિતરાગના માર્ગની પ્રથમ શરૂઆત થવી જ મહાદુર્લભ છે. તે હવે દૃષ્ટાંતથી કહે છે.
ય વિન * વર્તારં સ્વજોન વાત યોનયેત” નિર્જરાનો ઝીણો વિષય છે. નિર્જરા એટલે? આત્માના શુધ્ધ સ્વરૂપની દૃષ્ટિ થતાં તેને પૂર્વેના કર્મો ખરી જાય છે તે નિર્જરાનો એક પ્રકાર. હવે બીજો પ્રકાર-સ્વરૂપની દૃષ્ટિના જોરથી અશુદ્ધતા ટળી જાય છે – તે બીજા પ્રકારની નિર્જરા છે. હવે ત્રીજી વાત -ચૈતન્ય સ્વરૂપની દૃષ્ટિના, અનુભવના જોરથી શુધ્ધિની વૃધ્ધિ થાય છે તે ત્રીજા પ્રકારની નિર્જરા છે. એવી તો તેની વાત છે! પહેલા તો ભાષા સમજવી કઠણ પડે.. તેવો આ માર્ગ છે. પ્રભુનો!
જ્યાં આત્માને દયા- દાનના વિકલ્પ એવા રાગ સાથે પ્રેમ છે. તેનાથી મને લાભ છે. એ ચીજ મારી છે. એવી માન્યતા જ્યાં સુધી છે ત્યાં સુધી તે મિથ્યાષ્ટિ છે. અને તેને પૂર્વ કર્મના ઉદયની જે સામગ્રી આવે છે તેને રાગથી ભોગવે છે તેથી તેના ફળમાં તેને બંધન થશે. અહીંયા તો સમ્યગ્દષ્ટિનો વિષય ચાલે છે. હવે દાખલો આપે છે જુઓ !!
(યત નિ વર્મ સ્તર સ્વરુનેન વનતિ યોનત) કારણ કે આમ છે, (નિ) આમ જ છે, સંદેહ નથી કે રાજાની સેવા આદિથી માંડીને જેટલી કર્મભૂમિસંબંધી ક્રિયા (વર્તાર) ક્રિયામાં તન્મય રંજિત થઈને કરે છે જે કોઈ પુરુષ તેને,” તે ક્રિયામાં જેને રંગ ચડી ગયો છે. આ છોકરાવ પાસે લાકડાની આંકણી (ફુટપટી) હોય છે, તેને રંગ ચડાવે છે. આ તો બધું નાની ઉમરમાં જોયેલું. લાકડાં હોય છે તેમાં ફરતે રંગની બોર્ડર ચડાવે છે. એને