________________
૫૧૯
કલશ-૧૫૨
છે. આહાહા ! બહુ ફેર.....આમાં ! આ વાત સાંભળવા મળે નહીં તે ક્યારે સમજે? બહારમાં ધમાધમમાં જિંદગી પૂરી થઈ જાય.
“તેથી જેમ કોઈને અશુભકર્મના ઉદયે રોગ, શોક, દારિદ્ર આદિ હોય છે, તેને જીવ છોડવાને ઘણુંય કરે છે, પરંતુ અશુભ કર્મના ઉદયે છૂટતાં નથી, તેથી ભોગવવા જ પડે; તેમ સમ્યગ્દષ્ટિ જીવને પૂર્વે અજ્ઞાન પરિણામથી બાંધ્યું છે જે સાતારૂપ -અસાતારૂપ કર્મ,” સાતા બાંધ્યુ હોય તો અનુકૂળ સામગ્રીના ઢગલા મળ્યા અને અસાતાથી ન૨૬ની પ્રતિકૂળતા મળી. “તેના ઉદયે અનેક પ્રકારની વિષય સામગ્રી હોય છે, તેને સમ્યગ્દષ્ટિ જીવ દુ:ખરૂપ અનુભવે છે” અસાતાના ઉદયને તો દુઃખરૂપ અનુભવે પરંતુ સાતાના ઉદયને પણ દુઃખરૂપ અનુભવે. બહુ ફેરવવું પડશે તેણે !!
ત્રણ કરોડ ચા૨ કરોડના મોટા મકાન હોય, મૈસુ૨માં રાજાનો મહેલ ત્રણકરોડનો તો તે દિવસે થયેલો, અત્યારે ખાલીખમ પડયો છે. સ૨કા૨ી માણસો ...પચાસ -સાઈઠ દેખરેખ રાખે.....! એ તો ત્રણ કરોડનું પણ અબજનું મકાન હોય તો પણ સમ્યગ્દષ્ટિ તેને અનિષ્ટ તરીકે માને છે. અનુકૂળ સંયોગને તે ઠીક માનતો નથી. દૃષ્ટિમાં બહુ ફેર... ! અહીંયા તો જ્યાં પાંચ ..પચાસ લાખની મળી ધૂળ ......ત્યાં તો આહાહા ! આપણે સુખી છીએ......ઈશ્વરની કૃપા છે....તેમ કહે!
66
અહીંયા તો કહે છે “પૂર્વે અજ્ઞાન પરિણામથી બાંધ્યું જે સાતારૂપ -અસાતારૂપ કર્મ, તેના ઉદયે અનેક પ્રકા૨ની વિષય સામગ્રી હોય છે, તેને સમ્યગ્દષ્ટિ જીવ દુ:ખરૂપ અનુભવે છે.” આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ; ધર્મી જીવને ઇષ્ટ સામગ્રી પણ દુઃખરૂપ લાગે છે. આવી માન્યતાનો આંતરો લ્યો ! આમોદવાળાનું મકાન સીતેર લાખનું છે. ૮૭ મી જન્મ જયંતિએ તેના મકાનમાં હતા. દરિયો નજીક, દરિયા ઉપ૨ નજ૨ ગઈતો સેંકડો બગલા ઉડતા હતા...તે માછલા ગોતવા જતા. મેં પૂછ્યું કે–આ બગલા ક્યાં સુધી જતા હશે ? દરિયામાં વીસ-વીસ માઈલ સુધી દૂર માછલા ગોતવા જાય છે. ત્યાં કોઈ ઝાડ પાન નથી.....વીસ માઈલથી પાછા આવે. જુઓ, આ રાગની મીઠાશ.... માછલા પકડે ને ખાય. માછલા ઉ૫૨ આવે તેને પકડવા જાય તો ડૂબકી મારીને પાણીમાં ચાલ્યા જાય. માછલા ખાય અને તેમાં આનંદ માણે છે. એમ મજૂરી મોટી વેપારની કરે! વેપાર માટે દૂર-દૂર પાપ કરવા જાય અને તેમાં મજા માણે તેથી સંસાર સમુદ્રમાં મધદયે જાય છે.
અહીંયા કહે છે– ઉદય અનેક પ્રકારનો હોય છે તેને દુઃખરૂપ અનુભવે છે. “છોડવાને ઘણુંય કરે છે,” અસાતાનો ઉદય આવે અને દરિદ્રપણું ન છૂટે; તેમ ધર્મી ઘણું છોડવા માગે પણ ચારિત્રનો વીતરાગ ભાવ થયો નથી તેથી તેટલો તેને હજુ રાગ ભાવ છે....તે છોડવા માગે પણ છૂટતો નથી. “પરંતુ જ્યા સુધીમાં ક્ષપક શ્રેણી ચડે ત્યાં સુધી છૂટવું અશક્ય છે.” જોયું! મુનિને પણ રાગ આવે છે. (વીતરાગ) ધારાએ ક્ષપક શ્રેણી લીધી. પૂર્વે બાંધેલા