________________
૫૧૮
કલશામૃત ભાગ-૪ ગુરુની ભક્તિ પૂજા કરો તે સાધન છે...અને તેનાથી ધર્મ થશે. બધા એક જાતના છે. ત્રણલોકના નાથ તીર્થકર એમ કહે છે અમારી સામું જોઈને તું ભક્તિ કર તો તને રાગ થશે ! કેમ કે અમે પરદ્રવ્ય છીએ. “પર વ્યાવો ટુરૂં” ભગવાન એમ કહે છે- તારા હિસાબે અમે પરદ્રવ્ય છીએ. પરદ્રવ્ય ઉપર લક્ષ જશે તો તારી દુર્ગતિ છે. મોક્ષપાહુડ ગાથા - ૧૬ માં છે......તે વીતરાગ કહે છે. કેમ કે પરદ્રવ્ય ઉપર લક્ષ રાગ વિના જાય નહીં. એટલે પરમાત્માની ભક્તિ એ પણ રાગ છે. અને રાગથી મને લાભ થશે એટલે તેની આત્મબુદ્ધિ રાગ છે એ મિથ્યાષ્ટિ જીવ લેવો.
વળી કેવો છે? “જ્ઞાને સન તપાસ્તર*સ્વનઃ” જ્ઞાનમય હોતાં દૂર કર્યો છે રાગભાવ જેમાંથી,” શ્લોક – ૧૫૧ માં “જ્ઞાન સન્” આ ધર્મીની વાત કરે છે. (જ્ઞાનમય) એટલે આત્મમય શુદ્ધ ચૈતન્ય વસ્તુની દૃષ્ટિ થઈને વેદન થયું એ જ્ઞાનમય થયો આત્મમય થયો. “જ્ઞાનમય હોતાં દૂર કર્યો છે રાગ- ભાવ જેમાંથી, એવો છે. તેથી કર્મભનિત છે જે ચારગતિના પર્યાય ચારગતિમાં સ્વર્ગ લીધો; શેઠાઈ લીધી, અબજોપતિ આવ્યા. “પંચેન્દ્રિયના ભોગ તે બધા આકુળતા લક્ષણ દુઃખરૂપ છે- એવો જ, સમ્યગ્દષ્ટિ જીવ અનુભવ કરે છે.” આ ચારગતિને સામગ્રી ને એ બધું દુઃખરૂપ છે. “પંચેન્દ્રિયના ભોગ' શીરો, ભજીયા ને પતરવેલિયા ઉડાવતો હોય...તો કહે છે એ ભોગનો ભાવ દુઃખ છે. બધા આકુળતારૂપદુઃખરૂપ છે.
“એવો જ સમ્યગ્દષ્ટિ જીવ અનુભવ કરે છે;” સમ્યગ્દષ્ટિ આવું માને છે. એ બધું દુઃખરૂપ છે એમ જ સમ્યગ્દષ્ટિ અનુભવ કરે છે. પંચેન્દ્રિયના ભોગ, ચારગતિ એ બધા આકુળતા લક્ષણ છે અને જ્ઞાની તેને દુઃખરૂપ જાણે છે. મનુષ્યગતિ મળી એટલે સારું એમ નહીં. ગતિની પર્યાય દુઃખરૂપ છે. તેમાં દુ:ખનો અનુભવ છે લ્યો !! મનુષ્યગતિમાં કેવળજ્ઞાન થાય છે ને! ચારિત્ર પણ મનુષ્ય ગતિમાં હોય છે; બીજી ગતિમાં નહીં. મનુષ્ય ગતિમાં હોય પણ તે ગતિને લઈને હોતું નથી. ગતિની પર્યાય તો દુઃખરૂપ છે. આવી વાત છે!
એ કારણથી જેટલો કાંઈ સાતા-અસાતારૂપ કર્મનો ઉદય” સાતાના ઉદયને લઈને ઇન્દ્રના ઇન્દ્રાસનો આદિ સામગ્રીનો ઢગલો હો! અસાતાના ઉદયને લઈને સાતમી નરકનો સંયોગ હો! પરંતુ સમ્યગ્દષ્ટિ તેને પોતાનું માનતો નથી. “કર્મનો ઉદય તેનાથી, જે કાંઈ ઇષ્ટ વિષયરૂપ અથવા અનિષ્ટ વિષયરૂપ સામગ્રી તે,” ઇષ્ટ વિષયમાં સ્વર્ગની અને અનિષ્ટ વિષયરૂપ સામગ્રી નરકની તે સર્વે સમ્યગ્દષ્ટિને અનિષ્ટરૂપ છે. સ્વર્ગની કે નરકની બન્ને સામગ્રી અનિષ્ટરૂપ છે. અહીં અબજોપતિ હોય તે અનિષ્ટરૂપ છે – એમ કહે છે. અરે........આ કેમ મનાય? કહ્યું ને પાઠમાં ઇષ્ટ ને અનિષ્ટ બન્ને સામગ્રી અનિષ્ટરૂપ છે. ધર્મીને તો સર્વ અનિષ્ટરૂપ જ છે. કોણ? ઇષ્ટ વિષય, અનિષ્ટ વિષય બન્ને અનિષ્ટરૂપ છે. સુંદર શરીર, સુંદર સામગ્રી, કરોડો રૂપિયા, ઘરવખરીના ફર્નીચર... તે બધાં દુઃખના નિમિત્ત છે – દુઃખના કારણ