________________
૫૧૬
કલશામૃત ભાગ-૪
પરિણામ ”– રાગપણે; જેનો સ્વીકા૨ છૂટી ગયો છે. આ મારા છે તેવી તેમાં એકત્વબુદ્ધિ થઈને; (મિથ્યાત્વના ) રાગનો રસ છૂટી ગયો છે. અરે! આવા માર્ગે પહોંચવા કેટલી તૈયારી જોઈએ ? ! જુઓને ! આ હાલ્યા ગયા !
“સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે એવો છે (y) સુખરૂપ (શીન:) સ્વભાવ સ્ જેનો, એવો છે.” ‘એકનો’ અર્થ કર્યો-સુખરૂપ સ્વભાવ એટલે શું? એ રાગને પોતાપણે માનવું તે બેકલાપણું થયું..... ત્યાં એકલાપણું રહ્યું નહીં. આત્મા એકલો એકરૂપ છે તેમાં તેના પ્રત્યે એકનો અનુભવ રહ્યો છે......તેથી તે સુખરૂપ છે. કહે છે ને–એક ડે એક અને બગડે બે છે. એકમાં રાગને ભેળવો તો બગડે બે એટલે દુઃખ થાય એમ !
આહાહા ! જેને રાગના કણમાં જરાક પણ મીઠાશ લાગે છે, સ્વાદ આવે છે, તેમાં ઠીક પડે છે –તે આત્માના સ્વભાવનો સર્વથા પરિત્યાગી છે. આત્મબુદ્ધિથી રાગનું રંજિતપણું એટલે કે તે મારા છે એવો જેને પ્રેમ ઊડી ગયો છે– તેને રાગનો સર્વથા પરિત્યાગ છે. આમ વાત છે. આ બધા તકરારું કરે છે ને ! ? વ્યવહાર ક્રિયા...વ્યવહા૨ ક્રિયા; પણ ..........વ્યવહાર ક્રિયાનો જેને પ્રેમ છે તે મિથ્યાર્દષ્ટિ છે – એમ કહે છે. એ વ્રત તપ-ભક્તિના ભાવનો રાગ, એ રાગમાં જેને એકત્વબુદ્ધિ છે– તેનાથી મને લાભ થશે તેવી આત્મબુદ્ધિ છે તે રાગના રંગે ચડી ગયેલો મિથ્યાર્દષ્ટિ છે. જ્યારે ધર્મી જીવ છે તેને રાગનો રંગ ઊડી ગયો છે- એમ કહે છે.
શ્લોક ૧૪૮ માં દૃષ્ટાંત આપ્યો છે જે કાપડને લોધર આદિનો રંગ લાગ્યો નથી તેવા કપડામાં મજીઠનો રંગ કરવામાં આવે છે તો પણ રંગ લાગતો નથી. એમ જેને રાગનો રંગ રસ નથી તેને મિથ્યાત્વનો રંગ હોય નહીં. કાંઈક કરવાનું તો કહો! જાત્રા કરે, પૈસા ખર્ચે, વ્રત પાળે, એવું તો કાંઈક કહો !! વ્રત તો આ છે બાપુ ! સ્વરૂપને અનુભવી અને રાગનો જ્યાં અસ્વીકાર છે, અને પછી સ્વરૂપમાં વિંટાય જાય ...પછી ઠરે....તેનું નામ નિશ્ચયથી વ્રત છે.
લોકો એમ કહે છે કે– સોનગઢવાળાએ નવો ધર્મ કાઢયો. આ પુસ્તકમાં કોનું લખાણ છે? આ તો પહેલેથી ચાલ્યું આવે છે. એ વ્યવહાર નામ દયા- દાન-વ્રત-ભક્તિના તપના પરિણામ તેનો જેને ૨સ છે; તેમાં આત્મબુદ્ધિ છે. એમ આવ્યું ને ? જ્ઞાનીને “આત્મબુદ્ધિ જાણીને રંજિત પરિણામનો પરિત્યાગ છે.” જ્યારે અજ્ઞાનીને, આત્મબુદ્ધિ એ મારા છે એમ જાણીને તેને સ્વભાવનો પરિત્યાગ છે..તેનો અસ્વીકાર છે. આ વાત લોજિકથી તો છે ! તેને અંદર ઊત૨વું જોઈએ.
ભાઈ! જેને રાગનો સ્વીકાર છે, વ્યવહાર વ્રતાદિ પરિણામનો સ્વીકાર છે.તેને સ્વભાવનો સ્વીકાર નથી. તેથી તે મિથ્યાદૅષ્ટિ કર્મબંધને બાંધે છે. જ્ઞાનીને રાગનો ૨સ છૂટી ગયો હોવા છતાં તેને અશુભભાવ પણ આવે !પણ તેની મીઠાશનો ૨સ છૂટી ગયો છે. જેને જ્ઞાન સ્વરૂપી ભગવાનનો સ્વીકાર છે તેને અશુભભાવથી પણ બંધ નથી–એમ કહે છે. તેને મિથ્યાત્વનું બંધન નથી; અસ્થિરતાનું છે તેને અત્યારે ગૌણ કરી નાખ્યું છે. વિષય ભોગમાં,