________________
કલશ-૧૫૨
૫૧૫ મકાન તેને કોઈ ભોગવી શકે? પરંતુ તેના તરફના વલણનો જરા રાગ છે તેથી તે સામગ્રીને ભોગવે છે તેમ કહ્યું. તે રાગને વેદે છે, જરા વેદન છે. સમ્યગ્દષ્ટિને પણ જેટલું પરતરફનું વલણ જાય છે તેટલું વેદન છે, છતાં એ વેદનની મીઠાશ નથી.
આહાહા ! જેણે આનંદનો નાથ જોયો જાણ્યો, અનુભવ્યો તેવા અતીન્દ્રિય આનંદકંદ આત્મા પાસે રાગની અને પરની બધી મીઠાશ ઊડી જાય છે. આઠ વર્ષની બાલિકા હોય અને તે સમ્યકત્વ પામી હોય; તેને અંદરથી પરનો રસ ઊડી જાય છે. જેણે અતીન્દ્રિય આનંદના નાથને જોયો; ત્રિલોકનાથ સચ્ચિદાનંદ પ્રભુ તેને જેણે અનુભવ્યો તેનો જે સ્વામી થયો તેને બધો રાગનો રસ ઊડી જાય છે. તેથી તેને બંધ છે નહીં. રાગની વૃત્તિ ઊઠે છે, એટલું પરિણમન છે તેથી તે કર્તા કહેવાય છે. ક્રિયા છે તેને કર્તા કહેવાય અને વેદન છે તેને ભોક્તા કહેવાય. પરંતુ સામગ્રી ને તે કરે છે અને ભોગવે છે તે તો નિમિત્તથી કથન છે.
સમ્યગ્દષ્ટિને ચૈતન્ય સ્વરૂપનો જ્યાં આશ્રય છે તેને શુભ-અશુભભાવ ઝેર જેવા લાગે છે. તેને વેદન હોવા છતાં તેને તે વેદનની મુખ્યતા નથી. જ્ઞાનીને આનંદના વેદનની મુખ્યતા છે. તેથી તે ક્રિયાના ભોગને કરે છતાં તેને બંધન નથી એમ કહેવું છે. ભારે (આકરો) મારગ ભાઈ ! આ બહારની ધમાધમમાંથી આ માર્ગમાં આવવું.....!
તો પણ તનપરિત્યારશીલ:” જુઓ ! શું કહે છે? ધર્મી જીવ! જેને આત્માના આનંદનો સ્વાદ આવ્યો તે (તત્વને પરિત્યાગૌ) જે રાગ થાય છે તેનો કર્તા નથી અને તેના ફળનો ત્યાગી છે. તેના ફળને તે માંગતો નથી. કર્તા થતો નથી એટલે તેના ફળનો ત્યાગી છે. “ક”જનિત સામગ્રીમાં આત્મબુદ્ધિ જાણીને રંજિત પરિણામનો સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે,” સામગ્રીમાં આત્મબુદ્ધિ જાણીને, એટલે? આ રાગ છે તે મારો છે એવી બુદ્ધિ તેને જાણીને તેનો ત્યાગી છે. રાગમાં મારાપણાની બુદ્ધિ તેને છે નહીં. આ રાગ છે તે મારું
સ્વરૂપ છે અને એ રાગમાં તેને રસ છે એ વાત ધર્મીને ઊડી ગઈ છે. છન્ને હજાર સ્ત્રીના વૃંદમાં દેખાય પણ તે તો અંદરમાં રાગથી ભિન્ન વર્તે છે.
“ક”જનિત સામગ્રીમાં આત્મબુદ્ધિ જાણીને રંજિત પરિણામનો (પરિત્યાગ) સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે.” “પરિત્યાગ' એ શબ્દ છે ને! પરિ એટલે સર્વથા પરિત્યાગ' સર્વથા પ્રકારે રાગનો સ્વીકાર છૂટી ગયો છે. મોંમાં સાકર ખાતાં સાથે કાંકરી આવી જાય તો તેમાં તેને હેયબુદ્ધિ છે. તેમ આનંદના સ્વાદ આગળ રાગનો ભાગ નામ સ્વાદ તેને કાંકરીના ઝેર જેવો લાગે છે, તેથી તેને પરિત્યાગ છે. પરિ નામ સર્વથા પ્રકારે દૃષ્ટિમાં તેનો ત્યાગ વર્તે છે. એ રાગના પ્રેમમાં તેને ભગવાનનો સર્વથા પરિત્યાગ છે. જેને રાગના કણનો પણ પ્રેમ છે તેનો સ્વામી થાય છે. તેને ભગવાન આત્મા પ્રત્યેનો દ્વેષ છે. અને જેને આત્માના આનંદનો પ્રેમ છે તેને રાગના રસ પ્રત્યેનો પ્રેમ સર્વથા ઊડી ગયો છે.
“સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે,” તે કઈ રીતે? “આત્મબુદ્ધિ જાણીને રંજિત