________________
૫૧૪
કલશામૃત ભાગ-૪ ધર્મ થઈ ગયો ! (શ્રોતા:- ૩૫ હજાર માણસ હતા.) ના; ના......! દસ-પંદર હજારનું કહેતા હતા. એ બધા માનનારાને એમ કે આપણે જાણે ધર્મ કર્યો છે. બાપુ! ધર્મની ચીજ એવી નથી. જાત્રા તરફનો જે શુભરાગ....એ રાગનો જેને રસ છે તેને આત્માના આનંદનો રસ નથી. આવી વાત છે! તે પંચ મહાવ્રતનો રાગ હો ! પણ એ રાગનો જેને રસ છે; તેનું કર્તાપણું છે તે મિથ્યાષ્ટિ છે.
અહીં કહે છે- “શુદ્ધ સ્વરૂપ અનુભવે બિરાજમાન સમ્યગ્દષ્ટિ,” રાગના કર્તાપણાની બુદ્ધિ જેને છૂટી ગઈ છે, શુભરાગનું કરવાપણું પણ જેની દૃષ્ટિમાંથી છૂટી ગયું છે. હું જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું...એવી જેને જ્ઞાન ને આનંદના કાર્યની રચના થઈ છે તે મારું કામ છે. શરતું ભારે આકરી !!
“શુદ્ધ સ્વરૂપ અનુભવે બિરાજમાન સમ્યગ્દષ્ટિ જીવ!જ્ઞાનાવરણાદિ કર્મથી બંધાતો નથી.” અહીં મિથ્યાત્વ સંબંધે મુખ્યપણે વાત કરી છે. અમૃતચંદ્ર આચાર્ય શ્લોકમાં (મુનિ:) શબ્દ વાપરે છે, કળશટીકાકાર તેનો અર્થ “સમ્યગ્દષ્ટિ કરે છે. એ અધિકાર ચાલ્યો આવે છે ને ! (આસવ અધિકારથી ચાલ્યો આવે છે. )
“દિ વર્મ : પિ:” નિશ્ચયથી કર્મજનિત વિષય સામગ્રી ભોગરૂપ ક્રિયાને જો કરે છે ભોગવે છે,” એ બીજી અપેક્ષાએ લીધું. કેમકે પર સામગ્રીને આત્મા કરે ને ભોગવે તે તો હોઈ શકે નહીં. પરંતુ તે તરફના વલણના રાગની વૃત્તિ કંઈક છે તે પણે પરિણમે છે. તેથી સામગ્રીને ભોગવે છે એમ કહેવામાં આવે છે. તેમ છતાં એ પરિણમનનો ધર્મી સ્વામી નથી; તે તો જ્ઞાનાનંદ સ્વરૂપનો સ્વામી છે. માટે તેને રાગનો પ્રેમ અને રાગનું સ્વામીપણું નથી. અને તેને રાગથી આત્માનું પૃથ્થકપણું વર્તે છે....માટે તેને બંધન નથી.
અહીં કહ્યું કે ભોગરૂપ ક્રિયાને કરે છે. એક બાજુ એમ કહે કે શરીરની ક્રિયા આત્મા કરી શકે નહીં. અહીં કહે–ભોગની ક્રિયા કરે એટલે? અંદર જે રાગની વૃત્તિ થાય છે અને તેનું લક્ષ ભોગની સામગ્રી પર જાય છે તેથી ભોગરૂપ ક્રિયાને કરે છે તેમ કહેવામાં આવ્યું છે. આવો માર્ગ છે અને તે અનાદિથી ચોરાસી લાખ યોનિમાં લૂંટાઈ ગયો છે દુઃખી દુઃખી છે. દુઃખના વેદનમાં અસાધ્ય થઈ ગયો છે. અસાધ્ય એટલે? એનું જેવું સ્વરૂપ છે તેને સાધ્યું નથી. અસાધ્ય નથી થઈ જતા? ખબર વિનાના અસાધ્ય. તેમ અહીંયા રાગના રસવાળા એટલે સ્વરૂપને સાધ્યા વિનાના અસાધ્ય છે.
અહીં કહે છે–સમ્યગ્દષ્ટિ અસાધ્ય નથી. એ ભોગ-સામગ્રીની ક્રિયા તેના તરફ જરા વલણ છે પરંતુ તેમાં તેને રસ નથી. તેમાં તેને રસ, સુખબુદ્ધિ ઊડી ગઈ છે. ભગવાન આત્મા! અતીન્દ્રિય આનંદનું દળ તેમાં તેની સુખબુદ્ધિ થઈ છે. તેથી ભોગની સામગ્રી તરફના વલણના ભાવમાં સુખબુદ્ધિ નથી; તેથી ભોગની ક્રિયા કરે છે તેમ કહેવામાં આવે છે. કેમ કે તેને તે ભોગવે છે, જડ સામગ્રીને કાંઈ ભોગવી શક્તો નથી. શરીર, દાળ-ભાત-રોટલા કે આ પૈસા