________________
O
:
૫૧૨
કલશામૃત ભાગ-૪ અશુદ્ધરૂપ પરિણમનને લીધે,” કર્મના કારણે નહીં પરંતુ પોતાના જ દોષથી તે આનંદ ને જ્ઞાનપ્રભુ તેના રસના પ્યાલા છોડી દઈને.... જેણે રાગના રસના પ્યાલા પીધા તે પોતાના અપરાધથી બંધાય છે. આવી વાતું હવે! સમજાણું કાંઈ?
(કપરા) સમ્યગ્દષ્ટિથી બીજો; (પર) એટલે બીજો. જેને રાગનો રસ છે તેને પૂર્ણ આનંદનો નાથ ભગવાન તેના પ્રત્યેનો રસ નથી. એવો (મપરા) મિથ્યાદેષ્ટિ જીવ પોતાના જ અપરાધે થયો થકો..પોતાના જ દોષથી રાગાદિ અશુદ્ધરૂપ પરિણમનને લીધે,” એ રાગ મારો છે એમ પરિણમતો થકો મિથ્યાષ્ટિ જીવ “જ્ઞાનાવરણાદિ કર્મબંધને તું જ અવશ્ય કરે છે.” અહીંયા “અવશ્ય” કીધું. એટલે નિશ્ચયથી બંધનને પામશે એમ ! નિશ્ચયથી -જરૂર-અવશ્ય એ મિથ્યાત્વના બંધનને પામશે. બહુ ટૂંકું હોવા છતાં ભાવ ગંભીર છે.
(શાર્દૂલવિક્રીડિત). कर्तारं स्वफलेन यत्किल बलात्कर्मैव नो योजयेत् कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः। ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा
कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः।।२०-१५२।। ખંડાન્વય સહિત અર્થ:-“તત મુનિ: ફર્મ નો વધ્યતે” (તત) તે કારણથી (મુનિ:) શુદ્ધસ્વરૂપ-અનુભવે બિરાજમાન સમ્યગ્દષ્ટિ જીવ (વર્ષ) જ્ઞાનાવરણાદિ કર્મથી (નો વધ્યતે) બંધાતો નથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “દિ વર્મ : પિ” (દિ) નિશ્ચયથી (કર્મ) કર્મજનિત વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયાને (પુન: પિ) જોકે કરે છે-ભોગવે છે તોપણ “ત નપરિત્યાગૌવશીન:” (તન) કર્મજનિત સામગ્રીમાં આત્મબુદ્ધિ જાણીને રંજિતપરિણામનો (પરિત્યા) સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે એવો છે (5) સુખરૂપ (શીન:) સ્વભાવ જેનો, એવો છે. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જીવને વિભાવરૂપ મિથ્યાત્વપરિણામ મટી ગયા છે, તે મટવાથી અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય સુખ અનુભવગોચર થયું છે. વળી કેવો છે? “જ્ઞાનં સન તપાસ્તરી રવ:” જ્ઞાનમય હોતાં દૂર કર્યો છે રાગભાવ જેમાંથી, એવો છે. તેથી કર્યજનિત છે જે ચાર ગતિના પર્યાય તથા પંચેન્દ્રિયના ભોગ તે બધા આકુલતાલક્ષણ દુઃખરૂપ છે-એવો જ, સમ્યગ્દષ્ટિ જીવ અનુભવ કરે છે; એ કારણથી જેટલો કાંઈ સાતાઅસાતારૂપ કર્મનો ઉદય, તેનાથી જે કાંઈ ઇષ્ટ વિષયરૂપ અથવા અનિષ્ટ વિષયરૂપ સામગ્રી તે, સમ્યગ્દષ્ટિને સર્વ અનિષ્ટરૂપ છે. તેથી જેમ કોઈ જીવને અશુભ કર્મના ઉદયે રોગ, શોક, દારિદ્ર આદિ હોય છે, તેને જીવ છોડવાને ઘણુંય કરે છે, પરંતુ અશુભ કર્મના ઉદયે