________________
કલશ-૧૫૧
૫૧૧ “જ્ઞાન સન” સમ્યગ્દષ્ટિ હોતો થકો! આટલી ભાષા સહેલી કરી નાખી.
વાત એવી છે કે- આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, તેની દૃષ્ટિ કરીને એમાં રહ્યો છે તે સમકિતી છે. રાગનો કણ પણ મારો છે અને રાગનો રસ જેને છે તેને આત્માનો રસ નથી, અને જેને આત્માનો રસ છે તેને રાગનો રસ નથી. રાગ હો! પણ તેનો રસ નથી- એટલે કે એકત્વબુદ્ધિ નથી. એટલે કે સમકિતી દુઃખને પોતાના સ્વભાવની સાથે મેળવતો નથી.
( જ્ઞાન સન) એટલે જ્ઞાનસ્વરૂપે થયો થકો એમ! હું તો ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપે મારું રૂપ છે. હું એ છું એવું જેને અનુભવ થઈને જ્ઞાન એટલે આત્માનો અનુભવ થઈને “આ જ્ઞાનમાં તે હું છું” એમ જે વસ્યો છે એટલે તેની દૃષ્ટિમાં આત્મા વસ્યો છે. “જેટલો કાળ પ્રવર્તે તેટલો કાળ બંધ નથી,” અત્યારે મિથ્યાત્વ સંબંધીની વાત લેવાની છે. એક બાજુ રાગથી માંડીને આખી દુનિયા અને રાગનો રસ છે તેને કર્તાપણાની બુદ્ધિ છે. તેનો રચનારો હું છું એવી બુદ્ધિમાં આખી દુનિયાના કર્તાપણાની માન્યતા છે. આવી વાતું છે!
જે રાગનો કર્તા થાય એ સારી દુનિયાનો કર્તા છે તે ભગવાન આત્માનો કર્તા નથી. તે અહીંયા કહ્યું છે ને! “જ્ઞાન સન વસ” જે રાગને વસે પડ્યો એતો મિથ્યાદૃષ્ટિ આખા સંસારમાં રઝળવાના....એવા કારણપણાને સેવે છે. આતો સાદી ગુજરાતી ભાષા છે. એક બાજુ ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ અને એક બાજુ રાગના કણથી માંડીને રજકણ ને જગત તે બે ચીજ છે. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુનું જેને પોસાણ નથી, અનુભવ-રુચિ નથી તેને રાગનો અનુભવ છે....અને તેમાં તેને મીઠાશ ને રસ છે તે જૂઠી દૃષ્ટિવંત છે. મિથ્યાષ્ટિ રાગદ્વેષ-મોહપણે પરિણમીને આઠે કર્મને બાંધે છે. પણ જ્ઞાન આનંદ સ્વરૂપ છું એમ આનંદમાં રહીને વસ....જ્ઞાનકંદ સ્વરૂપ થઈને વસ ચૈતન્ય સ્વરૂપ એ અનાકુળ આનંદનો રસકંદ પ્રભુ તેનો અનુભવ કરીને તેમાં વસ તને બંધન નથી. તેને રાગનું કર્તાપણું ઉડી ગયું છે તેથી તેના ફળ તરીકે બંધ અને તેના ફળ તરીકે સંયોગ તેને નથી....એમ અહીંયા સિદ્ધ કરવું છે.
એક બાજુ પ્રભુનો પ્રેમ છે તેને રાગનો પ્રેમ નથી. રાગનો જેને પ્રેમ તેને ભગવાન આત્માનો પ્રેમ નથી. બહુ ફેર...ધરમ આવો! પહેલી દયા પાળવી ને વ્રત પાળવા ને સહેલું હતું લ્યો! એમાં આવું આકરું કાઢયું! એક ભાઈ કહેતો હતો કે આવું આકરું કાઢયું છે!
આહાહા! “જ્ઞાન સન્ વસ” જેટલો કાળ આત્મા જ્ઞાતા-દષ્ટપણે વસે... રહે તેટલો કાળ તેને બંધ નથી. અહીંયા બંધ નથી કહ્યું તે મિથ્યાત્વને અનંતાનુબંધીની મુખ્યતાથી કહ્યું છે. થોડો બંધ છે તેને ગૌણ કરી નાખ્યું છે.
મારા સ્વચ્છ કપSTધાત ધ્રુવમ જ જ્ઞાન ને આનંદની જેને દૃષ્ટિ-સચિ નથી તેને (મપરા) અપર નામ જે રાગના રસમાં પડ્યો છે તે સ્વરૂપથી પર છે. આહાહા ! રાગની જેને રુચિ છે, રાગ જેને પોસાય છે, રાગ જેને મીઠો લાગે છે....તે રાગમાં રહ્યો છે. એવો (અપરા) મિથ્યાદેષ્ટિ થતો થકો (સ્વસ્થ અTRIધાત) પોતાના જ દોષથી રાગાદિ