________________
૫૦૯
કલશ-૧૫૧ ભોગવવાની ઈચ્છા હોય તો તું સમ્યગ્દષ્ટિ નથી. અને જેને ઈચ્છા નથી તો મિથ્યાત્વ સંબંધીના રાગ-દ્વેષ-મિથ્યાત્વ છે નહીં. આવી વાતું છે. એ સમ્યગ્દષ્ટિ જીવ! જે રાગ-દ્વેષને ભોગના ભાવને ઝેર દેખે છે. તેને શુભભાવનો રાગ આવે છે તેને એ ભઠ્ઠી દેખે છે. સમકિતી કોને કહેવાય બાપુ! તને ખબર નથી. એ શુભભાવ આવે છે ને ! તેને તે કષાયનો અંશ જાણે છે. મારી શાંતિમાં એ શુભરાગની અશાંતિ છે એમ ધર્મી-સમ્યગ્દષ્ટિ જાણે છે. તેથી તેને મિથ્યાત્વ સંબંધીના રાગ-દ્વેષ નથી.
તે જ સમ્યગ્દષ્ટિ જીવ, જો સમ્યકત્વ છૂટે, મિથ્યાત્વરૂપ પરિણમે,” એ રાગના કણમાં જો પ્રેમ અને રુચિ થાય તો તેને આનંદની રુચિનો નાશ થઈ જાય. ભગવાન જ્ઞાતાદેષ્ટા-આનંદનો સાગર છે એ તો. જે સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ છે. સર્વજ્ઞ પરમાત્મા અરિહંત થાય છે તે કયાંથી થયા? સર્વજ્ઞ પર્યાય આવી ક્યાંથી? કયાંય બહારથી આવે છે? બાપુ! તને ખબર નથી ! તારો સ્વભાવ સર્વજ્ઞ છે. ભગવાન! તારી શક્તિ સર્વજ્ઞ છે- તેમાંથી સર્વજ્ઞ પર્યાય આવે છે. આ વકિલાત જુદી જાતની છે.
આ તો ત્રણ લોકનો નાથ તીર્થંકર પ્રભુ સાક્ષાત્ બિરાજે છે તેની આ વાણી છે. સંતોએ તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. સંતો આડતીયા થઈને ભગવાનનો માલ આપે છે. કારણ કે માલ તો તીર્થંકર પરમાત્માનો છે. સંતો આડતિયા થઈને જગતને કહે છે- એકવાર સાંભળ તો ખરો પ્રભુ!
તારી પ્રભુતામાં રાગ-દ્વેષનો અંશ નથી... એવી તારી પ્રભુતા અંદર ભરી છે. તેનું જેને સમ્યગ્દર્શન-ભાન થયું તેને રાગના કણની મીઠાશ ઊડી જાય છે. છઢાળામાં આવે છે કે
“રાગ આગ દહૈ સદા, તાતેં સમામૃત સૈઈયે.” રાગનો કણ છે તે પણ આગ છે...! અરે... પ્રભુ! તને કેમ બેસે ? ભગવાન આત્મા તો શાંત સાગર છે. એમાં રાગનો કણ ઊઠે શુભનો હોં!દયા-દાન-વતનો વિકલ્પ ઊઠે તે “રાગ આગ દહૈ સદા, તાતેં સમામૃત સૈઈયે” અમૃતનો સાગર પ્રભુ ભગવાન! જે સમતાથી ભરેલો છે તેને સેવીએ. નાટક સમયસારમાં આવે છે
“ઘટ ઘટ અંતર જિન વર્સ, ઘટ ઘટ અંતર જૈન,
મત મદિરા કે પાન સૌ, મતવાલા સમુઝે ન.” ઘટમાં અંદર પ્રભુ જિન બિરાજે છે. આત્મા જિન સ્વરૂપ છે. એ જિન સ્વરૂપનું ભાન થઈને, રાગની મીઠાશ તોડીને, આનંદની મીઠાશ આવી છે. જેને તેને જૈન કહીએ. એ જૈન ઘટમાં અંદરમાં વસે છે. કારણ કે જૈનપણું શરીરમાં નથી આવતું. પરંતુ પોતાના મતના દારૂ પીધેલાઓ-મતવાલાઓ ચૈતન્ય ભગવાનને જાણતા ને ઓળખતા નથી. પોતાના અભિપ્રાયના મદે ચડી ગયેલાને જૈન સ્વરૂપની ખબર નથી.
એ વાત અહીંયા કરે છે. જૈન સમ્યગ્દષ્ટિને મિથ્યાષ્ટિપણું નથી. રાગ-દ્વેષપણું નથી.