________________
કલશામૃત ભાગ-૪ “મિથ્યાત્વરૂપ પરિણમે તો”, એ રાગની મીઠાશના પ્રેમમાં જાય તો તે મિથ્યાર્દષ્ટિ થઈ જાય છે. આહાહા ! એ રાગના વ્યભિચારે છે. વ્યભિચારના પ્રેમમાં પડયો તેને ભગવાન આત્મા બ્રહ્માનંદ બ્રહ્મ નામ આત્મા અને તે આનંદ સ્વરૂપ છે એવા પ્રેમનો તેને નાશ થઈ જાય છે. આવી વાતું ! પેલા તો કહે– છ કાયની દયા પાળો, વ્રત કરો, અપવાસ કરો, ભક્તિ કરો એમ !! પ્રભુ તું સાંભળને ! એ બધી ક્રિયા વિકલ્પ-રાગ છે. રાગ વિનાનો ભગવાન અંદર બિરાજે છે. તેની શ્રધ્ધા ને જ્ઞાનથી તું ભ્રષ્ટ થયો તો તું મિથ્યાર્દષ્ટિ થઈ ગયો. ભલે ક્રિયા એવી ને એવી હોય ! પણ તે “રાગ-દ્વેષ-મોહરૂપે પરિણમે છે, એમ કહે છે- ( જ્ઞાનં સન્ વસ)” આત્માના જ્ઞાન આનંદને અનુભવીને તેમાં રહે ને! રાગના અનુભવના ભોગવટામાં સમ્યક્દષ્ટિ કેમ જાય !
પ્રવચન નં. ૧૫૯
૫૧૦
તા. ૨૫/૧૧/’૭૭
૧૫૧ શ્લોકની છેલ્લી પાંચ લીટી છે. “કેમ કે મિથ્યાર્દષ્ટિ થતો થકો રાગ-દ્વેષમોહરૂપ પરિણમે છે;” શું કહે છે ? પોતાનો જે જ્ઞાનાનંદ નિત્ય ધ્રુવ સ્વભાવ તેની દૃષ્ટિ નથી, તેનો આશ્રય નથી એવો જે મિથ્યાષ્ટિ જીવ ! રાગના ભાવને, પુણ્ય ને પાપના ભાવ તેનો કર્તા થઈ અને તેનો ૨સ ભોગવે છે. તે મિથ્યાર્દષ્ટિ છે. ઝીણી વાત છે!
આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપી પ્રભુ છે એવું જેની દૃષ્ટિમાં નથી એટલે જેને આત્માના આનંદનો ૨સ નથી તેને રાગનો રસ છે. એ રાગના રસવાળો મિથ્યાર્દષ્ટિ રાગ-દ્વેષ-મોહપણે થાય છે. પછી તે બહા૨થી ત્યાગી હોય પણ અંદરમાં ચૈતન્ય જ્ઞાન –આનંદ સ્વરૂપ વસ્તુ આખી જે ધ્રુવ છે....અનંતગુણનો સમૂહ એવો ભગવાન આત્મા તેની જેને અંદ૨માં રુચિ નથી, જેનું પરિણમન આવ્યું નથી, તેની શ્રદ્ધા નથી એટલે કે તેની નિર્મળ આનંદની દશાનું થવું નથી તે રાગ-દ્વેષ ને મોહપણે થાય છે તે કર્મબંધને કરે છે. આવી વાતું છે!
( જ્ઞાનં સન્ વસ ) એટલો શબ્દ છે. જ્ઞાનરૂપે થયો થકો વસ એમ ! સમ્યગ્દષ્ટિ જીવ- હું આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું. જ્ઞાન તે આત્મા અને આત્મા તે જ્ઞાન, રાગ સ્વરૂપ એ હું નહીં. પછી ભલે દયા–દાનના વિકલ્પ ઊઠે એ રાગ પણ હું નહીં. હું તો “જ્ઞાનં સન વસ્”– જ્ઞાન સ્વરૂપી ભગવાન તેનો અનુભવ કરીને તેમાં વસ તો તને કર્મ બંધ નથી એમ કહે છે. મિથ્યાત્વની મુખ્યતાથી આ વાત છે. મિથ્યાત્વ નામ મહા વિપરીત શ્રદ્ધા જેવો બીજો કોઈ સંસાર, આસ્રવ ને બંધ નથી. અને સમ્યગ્દર્શન જેવો કોઈ સંવ૨ અને ધર્મ નથી. મિથ્યાત્વના રાગની મુખ્યતા ગણી છે.
ભગવાન આત્મા ! જિન સ્વરૂપી વીતરાગ સ્વરૂપી છે. તેની રુચિ છોડી, તેનું પોસાણ છોડી, અને રાગની –આકુળતાનું જેને પોષણ છે એ મિથ્યા-જૂઠી દૃષ્ટિ છે. તેને પર્યાયમાં મિથ્યાત્વના રાગ-દ્વેષરૂપે પરિણમન થાય છે, તેથી તે કર્મને બાંધે છે. કહો શરતું કેટલી ?